<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st April 2025

યુવાનોએ સનાતન ધર્મ પ્રત્‍યે પ્રેમ રાખવો જોઇએઃ અનંત અંબાણી : જુઓ વિડિયો

શ્રીજીબાવાની સૌ ઉપર કૃપા બની રહે... શ્રી દ્વારકાધીશ ભગવાન બધાના રાજા છે, માલિક છે... આગામી ત્રણ-ચાર દિવસમાં અમે દ્વારકા પહોંચી જઇશું: શ્રીજીબાવાએ મને શકિત આપી એટલે આ પ્રથમ વખત પદપાત્રા શરૂ કરી છે

અનંત અંબાણીએ પદયાત્રા દરમિયાન પત્રકારો સાથે વાતચીત કરી હતી જે વસ્‍વીરમાં નજરે પડે છે.(તસ્‍વીરઃ કિંજલ કારસરીયા)

(મુકુંદ બદિયાણી-કૌશલ સવજાણી દ્વારા) જામનગર-ખંભાળીયા, તા. ૧: રિલાયન્‍સથી દ્વારકા તરફ અનંત અંબાણીનો પદયાત્રાનો પાંચમો દિવસ છે. દ્વારકાધીશના દર્શને પગપાળા જતા અનંત અંબાણી મોડી રાત્રે વડત્રા પહોચ્‍યા હતા. વડત્રા વિશ્વનાથ વેદ સંસ્‍કળત પાઠશાળાના ઋષિકુમારો દ્વારા સંસ્‍કળત શ્‍લોકોથી અનંત અંબાણીનું સ્‍વાગત કર્યું હતું.  દરરોજ ૧૦થી ૧૨ કિમી ચાલી અત્‍યાર સુધી ૬૦ કિમી નો અંતર કાપી ચૂકયા છે. ઝેડ પ્‍લસ સિકયુરિટી સાથે ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત સાથે રસ્‍તામાં આવતા મંદિરોના પણ ભાવ પૂર્વક દર્શન કરી ધન્‍યતા અનુભવતા અનંત અંબાણીએ પત્રકારો સાથે વાતચીત પણ કરી હતી. આગામી ૮ એપ્રિલ  આસપાસ અનંત અંબાણી દ્વારકા પહોંચે તેવી શકયતાઓ છે. અનંત અંબાણીએ યુવાનોને ભગવાનમાં શ્રધ્‍ધા રાખી આગળ વધવા જણાવ્‍યું હતું.

આજે વહેલી સવારે તેમણે ખંભાળિયા નજીક મીડિયાને પ્રેરક ઉદબોધન કરી અને ભગવાન તેમજ સનાતન ધર્મમાં આસ્‍થા રાખવા તેમજ સૌનું ભલું થવા પ્રાર્થના કરી હતી.

પાંચેક દિવસ પૂર્વે રિલાયન્‍સ (જામનગર) થી દેવભૂમિ દ્વારકામાં કાળીયા ઠાકોરના ચરણોમાં શીશ ઝુકાવવા માટે પદયાત્રા શરૂ કરી ચૂકેલા અનંત અંબાણી આજે વહેલી સવારે ખંભાળિયા નજીકના વડત્રા ગામ પાસે પહોંચ્‍યા હતા. જ્‍યાં તેમણે ઉપસ્‍થિતોને જણાવ્‍યું હતું કે ‘શ્રીજી બાવાએ મને શક્‍તિ આપી છે, એટલે મેં આ પ્રથમ વખત પદયાત્રા શરૂ કરી છે. આગામી ત્રણ-ચાર દિવસમાં અમે દ્વારકા પહોંચી જઈશું. શ્રીજી બાવાની સૌ પર કળપા બની રહે તેવી પ્રાર્થના સાથે દ્વારકાધીશ બધાના રાજા છે, બધાના માલિક છે. ભગવાન છે તો ચિંતા કોઇ ચિંતા કરવી નહીં. તેમ તેમણે જણાવ્‍યું હતું.

ભગવાન દ્વારકાધીશ અને શ્રીજી બાવા સર્વેનું ભલું કરે તેમ જણાવી અને દરેક યુવાએ ભગવાન અને સનાતન ધર્મ પ્રત્‍યે પ્રેમ રાખવો જોઈએ તેમ તેમણે વધુમાં જણાવ્‍યું હતું.

પદયાત્રાના માર્ગમાં હનુમાન ચાલીસા તેમજ ધાર્મિક ભજન - ધૂનની જમાવટ સાથે ઝેડ પ્‍લસ સિકયુરિટી અને બ્રાહ્મણો વિગેરે સાથે અનંત અંબાણીની આ પદયાત્રા તેમજ તેમના ઉચ્‍ચ વિચારો પ્રેરણારૂપ બની રહ્યા છે

(11:55 AM IST)