<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st April 2025

હકીકતે હું રાજકારણી નથી પણ સોશિયલ વર્કર છું : નીતિન ગડકરી

એબીપી ન્‍યુઝ પર પ્રસારીત થયો પત્રકાર મેઘા પ્રસાદે લીધેલ નીતિન ગડકરીનો નિખાલસ ઇન્‍ટરવ્‍યુ મારો સ્‍વભાવ રાજનિતિક નથીઃ હું નેચરલ કોર્સમાં વિશ્‍વાસ રાખું છું: હું સૌમ્‍ય સ્‍વભાવનો નથી, અગ્રેસીવ છું: કયારેય ખોટું બોલતો નથીઃ ખોટી વાતનો વિરોધ કરૂં છું છેલ્લા ૧૦ વર્ષમાં ૫૦ લાખ કરોડના કામ કરી ચૂક્‍યો છું: ૫ વર્ષમાં ૩૫ લાખ કરોડના કામો કરવા છેઃ મોદીજી ખૂબ મોટા કામો કરે છે, મારી કોઈ તુલના તેમની સાથે થઈ ન શકે મેં એક લાખ લોકોના હૃદયના ઓપરેશન કરાવ્‍યા છેઃ હજારોને ખોટા હાગ-પગ આપ્‍યા છેઃ માતાના નામથી ડાયાબિટીસ સેન્‍ટર બનાવ્‍યું છેઃ માત્ર ૧૦૦ રૂ.માં સીટીસ્‍કેન-ડાયાલિસીસ થાય છેઃ સાંભળવાના હજારો મશીન અપાયા છે ઓરેન્‍જ સીટી નાગપુરમાં ૧ એકરે ૧૨ થી ૧૫ ઓરેન્‍જનું ઉત્‍પાદન થાય છે, સ્‍પેનમાં ૩૦ ટનઃ કવોલીટીમાં પણ ફરક છેઃ એટલે ઓરેન્‍જની માટે ખેડૂતોને સ્‍પેન લઈ જવા ઈચ્‍છું છું મોદીજી પછી પાર્ટીને લીડ કરી શકે એવી કઈ વ્‍યક્‍તિ છે? આ વિશે વિચારવાની જરૂર નથી ટોલ ટેક્‍સ અંગે ખૂબ જલ્‍દી જાહેરાત કરવાનો છું: પ્રપોઝલ તૈયાર છેઃ લોકો ખુશ થઈ જશે

રાજકોટ,: નીતિન ગડકરી ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના અગ્રણી નેતા અને માર્ગ પરિવહન અને રાજમાર્ગોના કેન્‍દ્રીય પ્રધાન છે. તેઓ તેમની કાર્યક્ષમ વહીવટી ક્ષમતા, નિર્ણાયક નેતૃત્‍વ અને ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચરના વિકાસમાં નોંધપાત્ર યોગદાન માટે જાણીતા છે. મહારાષ્ટ્ર સાથે સંકળાયેલા ગડકરીએ રાષ્ટ્રિયા સ્‍વયંસેવક સંદ્ય (આરએસએસ) થી તેમની રાજકીય યાત્રા શરૂ કરી હતી અને પછી ભાજપમાં જોડાયા હતા અને મહારાષ્ટ્રના મુખ્‍ય પ્રધાન (૨૦૧૪-૨૦૧૯) અને પક્ષના રાષ્ટ્રીય અધ્‍યક્ષ (૨૦૦૯-૨૦૧૩) જેવા મહત્‍વપૂર્ણ હોદ્દા પર સેવા આપી હતી. તેમને ‘‘ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર મેન ઓફ ઈન્‍ડિયા'' કહેવામાં આવે છે કારણ કે તેમના નેતૃત્‍વને લીધે તેઓ ભારતમાં એક્‍સપ્રેસવે, હાઇવે અને સ્‍માર્ટ સિટી પ્રોજેક્‍ટ્‍સના ઝડપી પ્રમોશન તરફ દોરી ગયા. તેઓ ગ્રીન એનર્જી અને ટકાઉ વિકાસની તરફેણમાં છે અને ઇથેનોલ, ઇલેક્‍ટ્રિક વાહનો અને જળમાર્ગોને પ્રોત્‍સાહન આપવા માટે અગ્રણી રહ્યા છે. તેઓ લોકો સાથે સ્‍પષ્ટ અને સીધા જોડાણને કારણે યુવાનો અને ઉદ્યોગપતિઓમાં લોકપ્રિય છે. જાણીતી ન્‍યુઝ ચેનલ ABP ન્‍યૂઝ ના પત્રકાર મેદ્યા પ્રસાદે નીતિન ગડકરીનો ઇન્‍ટરવ્‍યું ‘‘ઇનસાઇડ આઉટ'' કાર્યક્રમમાં લીધો હતો જે ૨૭ માર્ચ, શુક્રવારે રાત્રે ૮ વાગ્‍યે ABP લાઇવ પર પ્રસારિત થયો હતો. જે અત્રે પ્રસ્‍તુત છે.

તમે આટલી મિત્રતા કેવી રીતે કરો છો, તમે તે કેવી રીતે નિભાવો છો? નીતિન ગડકરીએ જણાવ્‍યું કે, આ કોઈ વિકસિત કરેલી પદ્ધતિ નથી કુદરતી સ્‍વભાવ છે. એની પાછળ કોઈ ગણતરી નથી. ક્‍યારેક કોઈ વ્‍યક્‍તિ ખાડામાં પડે અને મેં તેનો હાથ પકડ્‍યો હોય તો હું ક્‍યારેય છોડીશ નહીં. પછી તેની કિંમત મારે ચૂકવવી પડે તો પણ તેનો સાથ હું છોડીશ નહીં.  મારા કોઈ દુશ્‍મન નથી. મેં એક વાત નક્કી કરી છે કે જીવનમાં કંઈક કરવું હોય તો કોઈનું ભલું કરો, ખરાબ કોઈનું ન કરો.  અને કોઈ મારું ખરાબ કરે તો હું તેનું ખરાબ ક્‍યારેય કરતો નથી. એવા દ્યણા લોકો છે જેનો ક્રિમિનલ ટ્રેક રેકોર્ડ હોય જેને મેં બેંકમાંથી લોન અપાવી હોય, આજે તેઓ સારા ઉદ્યોગપતિઓ છે.

સર તમે પોતાને કઇ રીતે જુઓ છો? ગડકરીજીએ જવાબ આપ્‍યો હતો કે,  હું કોઈ મોટો માણસ કે વિદ્વાન વ્‍યક્‍તિ નથી. મને ડોક્‍ટરેટની ડિગ્રી મળી છે છતાં હું વિદ્વાન નથી. મારો સ્‍વભાવ રાજનીતિક નથી. હું નેચરલ કોર્સમાં વિશ્વાસ રાખું છુ. પ્રજા સામે ક્‍યારેય ખોટું બોલતો નથી અને ખોટી વાતોનો વિરોધ કરું છું. સમગ્ર નાગપુર મારું છે. હું તેનો છું અને જનતા મારો પરિવાર છે. તમારા ભાષણમાં તમે વિરોધ પક્ષ પર ક્‍યારેય ટિપ્‍પણી કરતા નથી તેવું કેમ? ગડકરીજીએ કહ્યું કે, હું સૌમ્‍ય સ્‍વભાવનો નથી એગ્રેસિવ છું. પણ હું માનું છું કે બીજાને ખરાબ દેખાડવા કરતાં આપણી સારી બાબતો દેખાડવી જોઈએ. પરંતુ તમારા રાજકીય પક્ષ અને તમારા રાજકારણીઓ અથવા કોઈપણ રાજકીય પક્ષ, જયારે તેઓ પ્રચાર કરે છે ત્‍યારે સામેવાળા પક્ષને ફટકારે છે. તેઓએ જણાવ્‍યું કે, દરેક વ્‍યક્‍તિની એક શૈલી હોય છે અને તે મુજબ દરેક વ્‍યક્‍તિ તે રીતે વર્તે છે.

તમે ઇન્‍ટરવ્‍યુંમા ડેટા ફટાફટ કઇ રીતે આપો છો? નીતિન ગડકરી કહે છે, હું સરકારના કામને મારું કામ માનું છું અને દેશ માટે કરું છું. તેથી હું દરરોજ તે કામની ચિંતા કરું છું. હું તેની પૂછપરછ અને ઓડિટ કરું છું. આને કારણે મારી સાથે બધે શું થયું, મેં શું કહ્યું, સમસ્‍યા શું છે, મારી પાસે અન્‍ય રાજયોની સમીક્ષા મીટિંગ બધા જ ડેટા હોય છે. કોઇ ગડબડ કરે તો તેને દંડુ છું અને સારી રીતે કામ કરે તો હું જાહેરમાં તેની પ્રશંસા પણ કરું છું.

આજકાલ કેટલા રોડ બનાવી રહ્યા છો? તેમણે કહ્યું કે, ડેટા કહેવોતો મુશ્‍કેલ છે પણ સાડા ત્રણ થી ચાર લાખ કરોડના કામ ચાલી રહ્યા છે. છેલ્લા દસ વર્ષમાં ૫૦ લાખ કરોડના કામ હું કરી ચૂક્‍યો છું. અને આગલા પાંચ વર્ષોમાં હું પ્રયત્‍ન કરી રહ્યો છું કે ૩૦ થી ૩૫ લાખ કરોડના કામ કરું જેમાં રોપવે, કેબલ કાર, ફેનિક્‍યુલર રેલવે, બસ સ્‍ટેશન, બસ સ્‍પોર્ટ, લોજિસ્‍ટિક પાર્ક પોર્ટ, ટનલ, કનેક્‍ટિવિટી વગેરે બનાવી રહ્યો છું. કોઈ કામમાં હું મારો ફોટો લગાવતો નથી કે પ્રચાર કરતો નથી. મારું માનવું છે કે કામ કરતા રહો.

વિપક્ષો તમારા વખાણ કરે છે. તમે ક્‍યારેય તેના વિશે વિચાર્યુ છે? ગડકરીજીએ જણાવ્‍યું કે, હું શુદ્ધ આરએસએસ નો સ્‍વયંસેવક છું. બીજેપીનો કાર્યકર્તા છું. કોઈ શોર્ટકટ પોલિટિક્‍સમાં માનતો નથી. હકીકતે હું રાજકારણી નથી પણ સોશિયલ વર્કર છું.  મને વાજપાઈજીની એક વાત ખૂબ જ ગમે છે તેઓ કહેતા કે જયાં સુધી તમે ચૂંટાઈને નથી આવતા ત્‍યાં સુધી તમે પાર્ટીના છો અને જયારે તમે ચૂંટાઈને મંત્રી બનો છો ત્‍યારે તમે દેશના મંત્રી છો પાર્ટીના મંત્રી નથી. જે સાચું કામ છે એ બધાનું જ કરવું જોઈએ અને જે ખોટું હોય તે પોતાનું પણ ન કરવું જોઈએ. જે મને વોટ આપે છે તેનું અને જે નથી આપતા તેનું પણ હું કામ કરું છું જાતિવાદમાં માનતો નથી. મારા આદર્શોને હું છોડતો નથી. વિપક્ષના પણ કામ હું કરું છુ.

કદાચ આ બીજેપીની રણનીતિ પણ હોય કે નીતિન ગડકરીજીને આગળ કરો તેથી તમામ પક્ષો સચવાયેલા રહે? તેમણે જણાવ્‍યું કે, દરેક વ્‍યક્‍તિનું વ્‍યક્‍તિત્‍વ, નેતૃત્‍વ, કર્તવ્‍ય અલગ અલગ હોય છે. દરેકની સ્‍ટ્રેંથ અને વીકનેસ અલગ અલગ હોય છે. તો શું મોદીજીને પરેશાન કરવા માટે લોકો તમારા વખાણ કરે છે? તેમણે જણાવ્‍યું કે, મોદીજી એટલા મોટા છે અને તેઓ બહુ મોટા કામ કરે છે. મારી કોઈ તુલના તેમની સાથે ન થઈ શકે. હું તો બહુ નાનો વ્‍યક્‍તિ છું. મારી પાર્ટીમાં બધા સાથે મારા સારા સંબંધો છે.

તમારા સૌથી સારા મિત્ર કોણ? નિતીનજીએ જણાવ્‍યું કે, બધા જ મારા સૌથી સારા મિત્રો છે. પોલિટિકલ ડિસ્‍ક્રિપ્‍શનના આધારે કે રાજનીતિક ફાયદાના આધારે હું મિત્રો નથી બનાવતો. જે મારા મિત્રો બની ગયા તે છે જ એમાં સૌથી નજીક કોણ તેવું નથી બધા મારા છે. દેવેન્‍દ્ર ફડનવીસ સાથે આપના સંબંધો કેવા તેની પણ બહુ ચર્ચા થઈ છે? તેમણે કહ્યું કે ખુબ જ સારા સંબંધો છે. તેઓ મારા નાના ભાઈ જેવા છે. તેમને રાજનીતિમાં હું લાવ્‍યો.

મેદ્યા પ્રસાદે પ્રશ્ન કર્યો કે, એવું પણ સાંભળવા મળે છે કે આરએસએસ સાથે બીજા નેતાઓ કરતા તમારા સંબંધ વધુ સારા છે જે હકીકત છે એવું શા માટે? ગડકરીજીએ જણાવ્‍યું કે, જેમ હું દિલ્‍હીમાં રહું અને અહીં પત્રકારો મળે તો સ્‍વાભાવિક છે કે તેની સાથે સંબંધો સારા રહે. એ જ રીતે હું નાગપુરમાં રહું છું અને કુદરતી મેં મોહનજી સાથે કામ કર્યું છે, બધા લોકો સાથે કામ કર્યા છે. એથી સંબંધો આરએસએસ સાથે સારા જ હોય.

એક સમય હતો કે તમને મહારાષ્ટ્રનું ભવિષ્‍ય તરીકે જોવામાં આવતા. હવે દસ વર્ષથી અહીં છો તો શું હવે ક્‍યારેય મહારાષ્ટ્ર તરફ ઝૂકાવ કરશો? પરિવહન મંત્રીએ જવાબ આપ્‍યો કે, સવાલ જ નથી ઉઠતો. હું મહારાષ્ટ્રમાં હતો અને મહારાષ્ટ્રમાં જ ખુશ હતો. દિલ્‍હી આવવા નહોતો ઇચ્‍છતો. એ સમયે મારા અધ્‍યક્ષ પદનું ચયન થયું. મેં ખૂબ કોશિશ કરી કે મારે નથી જવું અને હવે અહીં આવ્‍યા બાદ અહીંથી જવું નથી. બીજું કે મહારાષ્ટ્ર પર મારો અત્‍યંત પ્રેમ છે. આ વખતે ચૂંટણીમાં મહારાષ્ટ્રની જનતા સાથે મારે અઢળક મીટીંગો થઈ. જનતાનો મારી પર પ્રેમ છે. મરાઠી ભાષા, સંસ્‍કૃતિ, મરાઠી ઇતિહાસ તેમજ શિવાજી મહારાજ મારા દેવ છે. સંત જ્ઞાનેશ્વર મહારાજ, તુકારામ મહારાજ, ગજાનંદ મહારાજ, તુકુજી મહારાજ, ગાડગે મહારાજ આપણા દેવ છે અને તેઓના સંસ્‍કાર આપણા પર છે. મને મહારાષ્ટ્રનું નાટક, સંગીત, ભાવગીત બધું જ પસંદ છે. પણ હવે હું મહારાષ્ટ્રની પોલિટિકલ એક્‍ટિવિટીથી દૂર છું. તેમાં દખલ દેવા માગતો નથી.

નિતીન ગડકરીએ બહુ સારી વાત કરી કે, બે પ્રકારની રાજનીતિ હોય છે એક પોલિટિક્‍સ ઓફ કન્‍વીન્‍સ અને બીજું પોલિટિક્‍સ ઓફ કન્‍વેક્‍શન. ૭૭ ની ચૂંટણી મારી પહેલી ચૂંટણી હતી. જેનું અનુકરણ મેં સેવા શિક્ષા વિકાસ માં કર્યું અને અનેક સેવા પ્રકલ્‍પ ચલાવવું છું. જેમાં શિક્ષા પ્રકલ્‍પ ચલાવુ છું. જેમાં ૧૮૦૦ એકલ વિદ્યાલય નક્‍સલવાદી બેલ્‍ટમાં ચલાવું છું, સાડીઓ બનાવું છું, કાર્પેટ બનાવું છું, ઇથેનોલ બનાવું છું, ચાર ખાંડની મિલો પણ ચલાવું છું અને ઓર્ગેનિક ફાર્મિંગ પણ કરું છું. મારું ટર્નઓવર અઢી હજાર કરોડ છે. હું લોકોની સેવા કરું છું. મેં ઓફિસમાં લખીને રાખ્‍યું છે ‘‘મનસા સત્તમ સ્‍મરણિય વસા સતત વદ નિયમ લોક''. હું કોઈ સાધુ સંત નથી પણ જેની પાસે રોટી કપડા મકાન નથી તેના જીવનને બદલવા માટે આપણે કામ કરવું જોઈએ. મેં એક લાખ હ્રદયના ઓપરેશન પણ કરાવ્‍યા છે. હજારો લોકોને ખોટા હાથ-પગ આપ્‍યા છે. સાંભળવા માટેના હજારો મશીનો પણ મેં આપ્‍યા છે. હમણાં જ મેં મારા માતા ના નામથી એક બિલ્‍ડીંગ બનાવ્‍યું ડાયગ્નોસીસ સેન્‍ટર. જેમાં સીટી સ્‍કીન અને ડાયાલિસિસ માત્ર સો રૂપિયામાં લોકોને મળી રહે છે.

ઓપરેશન ટાઇગર વિશે શું કહેશો જેમાં ઉદ્ધવ ઠાકરેના મેમ્‍બર ઓફ પાર્લામેન્‍ટ છે તેને ખેંચીને ભારતીય જનતા પાર્ટીમાં લઈ જવા માટે શું કહેશો? ગડકરીજીએ જણાવ્‍યું કે, આવી કોઈ જાણકારી મારી પાસે નથી. દેવેન્‍દ્ર ફડનવિસ, સિંદે, ઉદ્ધવ ઠાકરે, પૃથ્‍વીરાજ ચૌહાણ આ બધામાંથી મહારાષ્ટ્રના સૌથી શ્રેષ્ઠ મુખ્‍યમંત્રી તમારી દ્રષ્ટિએ કોણ? તેમણે જણાવ્‍યું કે હું તેનો ઉલ્લેખ કરવા નથી માગતો. દરેક વ્‍યક્‍તિએ તેના સમયમાં કંઈક સારું ખરાબ કામ કર્યું છે. અત્‍યારે દેવેન્‍દ્ર ફડનવીશ પણ સારું કામ કરી રહ્યા છે.

વિપક્ષી દળ કહે છે કે તમારી પાર્ટી એક વોશિંગ મશીન છે. જે દાગદાર નેતા હોય છે તે આ પાર્ટીમાં આવે અને મશીનમાં દ્યૂસે પછી તે એવો ચોખ્‍ખો થઈ જાય છે કે જાણે કોઈ ડાઘ જ નહોતો. શું તમને આ વાત સાચી લાગે છે? નિતીનજીએ કહ્યું કે એક સમયે હું પાર્ટીનો અધ્‍યક્ષ હતો. અત્‍યારે નડ્ડાજી અધ્‍યક્ષ છે. અને પાર્ટીની પદ્ધતિમાં જે કંઈ નિર્ણય પાર્ટીના હિતમાં તેઓ કરે તેના વિશે વિસ્‍તૃત રૂપે તેઓ જ તમને જણાવી શકશે. મારા માટે પાર્ટીએ આપેલું કામ હું કરું છું.

ચિઠ્ઠી વાળા સીએમ પણ તમારે ત્‍યાં એટલા બધા ચાલે છે કે પાર્લામેન્‍ટરી બોર્ડમાં કંઈક અલગ નક્કી થાય અને વિધાયક દળની મિટિંગમાં કંઈક અલગ નક્કી થાય તેનો શું મતલબ? આ તમામ સવાલોના જવાબ એક અધ્‍યક્ષ આપી શકે હાલ હું અધ્‍યક્ષ નથી. મારા ખાતા વિશે તમે પૂછો તો હું જવાબ આપીશ.

મોદીજી પછી એવી કઈ વ્‍યક્‍તિ છે જે પાર્ટીને લીડ કરી શકે તમારા અનુભવ ઉપરથી તમે શું કહેશો? એવા કોઈ પ્રશ્નનું નિર્માણ જ નથી થયું અને એના વિશે વિચારવાની જરૂરિયાત જ નથી. આવી વાતો જયારે પ્રત્‍યક્ષ આવે ત્‍યારે પાર્ટી તેનો નિર્ણય કરે છે.

ભાજપ સરકાર કાયમ ‘‘હમ દો હમારે દો'' સૂત્ર સાથે ચાલી છે. જયારે આજકાલ આપણા સાધુ સંતો એવું બયાન આપે છે કે વધુ બાળકો પેદા કરો. મોહન ભાગવતજી પણ આ વિશે કહેતા હતા. આપણો દેશ ખૂબ જ આબાદી વાળો છે ત્‍યારે તમે રાજનેતા આ બયાનને કેવી રીતે જુઓ છો? નિતીનભાઈનું કહેવું હતું કે, આવનારા સમયમાં દેશના વિકાસમાં એક મર્યાદા છે એટલા માટે જાતિ, પંથ, ધર્મ, ભાષાથી ઉપર ઊઠીને આપણે દરેકે એ વિચારવું જોઈશે કે આપણી લોક સંખ્‍યાને નિયંત્રિત કરવી જોઈએ. આપણા દેશમાં એ સચ્‍ચાઈ છે કે ધર્મના આધારે દ્યણી બધી વસ્‍તુઓ પ્રભાવિત થાય છે અને આપણે સર્વ ધર્મ સમભાવમાં માનીએ છીએ. આપણા દેશની ભારતીય સંસ્‍કૃતિ અને ઇતિહાસનો સંબંધ હિંદુ સંસ્‍કૃતિ અને વિરાસત સાથે જોડાયેલો છે. આથી મોહનજીએ આના વિશે પોતાનો અભિપ્રાય આપ્‍યો. આપણે દેશના હિતમાં વિચાર કરવો જોઈએ. ચાઇના પણ આ વાતને સ્‍વીકારે છે. ગરીબી, બેરોજગારી, ભૂખમરો જો ઓછો કરવો હોય તો સમાજે પોતાની રીતે આ બાબતે વિચારવું જોઈએ.

તમે કેટલાક ખેડૂતોને ટમેટાની ખેતી કેવી રીતે થાય તે દર્શાવવા સ્‍પેન લઈ જવાના છો તે વાત સાચી છે? નાગપુર ઓરેન્‍જ સીટી તરીકે પ્રસિદ્ધ છે અને અહીં એક એકરમાં ૧૨ થી ૧૫ ટન ઓરેન્‍જનું ઉત્‍પાદન થાય છે જયારે સ્‍પેનમાં ૩૦ ટન ઉત્‍પાદન થાય છે. બંનેની ક્‍વોલિટીમાં પણ ફર્ક છે. એટલે ઓરેન્‍જ માટે હું ખેડૂતોને સ્‍પેન લઈ જવા ઈચ્‍છું છું.

તમે દસ વર્ષથી મંત્રી છો. અત્‍યારે જનતાનો એક પ્રશ્ન છે કે દિલ્‍હી અને મુંબઈમાં મોટાભાગે રસ્‍તા ઉપર ટ્રાફિકજામ જોવા મળે છે. ખાસ કરીને નેશનલ હાઈવે ઉપર. ૫૦ કિલોમીટરનું અંતર કાપવા ત્રણ કલાક જેટલો સમય લાગે છે ત્‍યારે નીતિન ગડકરીજી શું કરી રહ્યા છે? મંત્રીશ્રીએ જણાવ્‍યું કે, હું માત્ર રાષ્ટ્રીય ધોરીમાર્ગનો મંત્રી છું. દિલ્‍હીના રસ્‍તાઓ ઉપરનો પ્રશ્ન દિલ્‍હીની સરકાર નક્કી કરશે. જયારે દિલ્‍હીની ફરતે અમે રોડ બનાવ્‍યો. તાજેતરમાં દ્વારકા એક્‍સપ્રેસ વે અમે બનાવ્‍યો, જેવર એરપોર્ટનો રોડ બનાવી રહ્યા છીએ, યુ આર ટુ અમે બનાવ્‍યો,  કાલીન કુંજ નો રોડ અમે બનાવ્‍યો એ જ રીતે દિલ્‍હી ડેરા અને દિલ્‍હી કટરા રોડ અમે બનાવ્‍યો. દિલ્‍હીમાં અમે ૬૫૦૦૦ કરોડના કામ કરી રહ્યા છીએ અને ૩૫,૦૦૦ કરોડના કામ પૂરા થયા ૩૦૦૦૦ કરોડના કામ ડિસેમ્‍બર સુધીમાં પૂરા થશે. એ પછી બેંગ્‍લોરમાં પણ અમે રીંગરોડ બનાવી રહ્યા છીએ. બેંગ્‍લોર મૈસુર નું અંતર ચાર કલાકની જગ્‍યાએ એક કલાકમાં તમે કાપી શકો છો એવો રોડ બનાવ્‍યો. એ જ રીતે ચેન્નઈ બેંગ્‍લોર રોડ પણ ડિસેમ્‍બરમાં આ જ વર્ષમાં શરૂ થઈ જશે. દિલ્‍હી થી દેહરાદુન પણ બે જ કલાકમાં પહોંચી શકાશે જે રોડ ત્રણ-ચાર મહિનામાં શરૂ થશે. બેંગ્‍લોરનો રીંગરોડ અમેં ૧૭,૦૦૦ કરોડ રૂપિયામાં બનાવી રહ્યા છીએ. તમને હું વિશ્વાસ આપું છું કે પાંચ વર્ષમાં દિલ્‍હીને ટ્રાફિકજામ અને પ્રદૂષણમાંથી ઘણા અંશે મુક્‍તિ મળશે. તમને જાણીને નવાઈ લાગશે પણ પાણીપતથી દિલ્‍હીના એરપોર્ટ સુધી અડધી કલાકમાં તમે પહોંચી શકશો તેવી ટનલ અમે બનાવી રહ્યા છીએ. અમારી સરકાર યમુના ચોક્કસ સાફ કરશે. દિલ્‍હી થી મથુરા સી પ્‍લેન પણ ચલાવવાનું પ્‍લાનિંગ છે. હું જે બોલું છું એ કરીને જ રહીશ.

 તમે ઘણીવાર કહ્યું છે કે એકસીડન્‍ટ રોકવામાં તમે નિષ્‍ફળ થઈ ગયા. તો અનેક લોકો એક્‍સિડન્‍ટમાં મરી રહ્યા છે ત્‍યારે સરકાર રોડ એન્‍જિનિયરિંગમાં સુધારો લાવશે કે પોલીસીમાં કોઈ બદલાવ લાવશે? ગડકરીજી એ કહ્યું કે, હેલ્‍મેટ ન પહેરવાથી ૩૦,૦૦૦ લોકો મર્યા, રેડ સિગ્નલ પર ઊભા રહેતા નથી, ઓવર સ્‍પીડમાં વાહન ચલાવે છે, બેલ્‍ટ ન લગાવવાથી ૧૦૦૦૦ લોકો મરી ગયા.. મોબાઈલ પર વાત કરતા વાહન ચલાવે છે. ટૂંકમાં આપણે ત્‍યાં હ્યુમન બિહેવિયરનો પણ બહુ મોટો પ્રોબ્‍લેમ છે. ઓટોમોબાઇલમાં કે રોડમાં જે કરવાનું હતું તે સરકાર કરી રહી છે પણ લોકોની વર્તણુંકને અમે કઈ રીતે બદલીએ? લોકોએ એક જવાબદાર નાગરિક તરીકે આ સમજવું જોઈએ. અને આ વાતથી હું ખૂબ જ દુઃખી છું.

તમે રોડ બનાવ્‍યા પણ ટોલ ટેક્‍સ જબરા વસુલો છો. નિતીન ગડકરી કહે છે, ખૂબ જલ્‍દી હું જાહેરાત કરવાનો છું. લગભગ પ્રપોઝલ તૈયાર છે જેનાથી લોકો ખુશ થઈ જશે. ઈલેક્‍ટ્રીક વ્‍હીકલ માટે આપણો દેશ તૈયાર છે? તેમણે જણાવ્‍યું કે ઈલેક્‍ટ્રીક વહીકલ માટે તો વેઇટિંગ લિસ્‍ટ છે.

શનિ-રવિ તમે નાગપુરમાં જ રહો છો તેનું ખાસ કારણ? તેમણે જણાવ્‍યું કે શનિ-રવિ હું પબ્‍લિકને મળું છું મને પાંચ થી છ હજાર લોકો મળવા આવે છે. હું મારા કામ પ્રતિ ખૂબ વફાદાર છું અને કામની ક્‍વોલીટી પ્રત્‍યે કોઈ જ બાંધ-છોડ કરતો નથી.

અમિતભાઇ શાહ સાથે આપના સંબંધોમાં ખટરાગ છે એ વાત સાચી? તેમણે જણાવ્‍યું કે બિલકુલ ખોટી વાત છે. તેઓ ખૂબ સારું કામ કરી રહ્યા છે. અમારા સંબંધો ખૂબ સારા છે. વાતચીત પણ થાય છે. મારા મનમાં એમના પ્રત્‍યે કોઈ નારાજગી નથી.

રસ્‍તો બનાવવામાં વચ્‍ચે આવતું સસરાનું ઘર પણ તોડાવી નાખ્‍યું..!

નીતિન ગડકરીને પ્રશ્ન પૂછવામાં આવ્‍યો કે, અમે એવું સાંભળેલું અને વાંચેલું છે કે તમારે રોડ બનાવો હતો અને રસ્‍તામાં તમારા સસરાનું દ્યર આવતું હતું તે તમે તોડાવી નાખ્‍યું હતું? તેમણે જવાબ આપ્‍યો કે, એ વાત સાચી છે. રામટેક કરીને એક ગામ છે અને ગામમાંથી રોડ બનવાનો હતો. એ વખતે મારી સેક્રેટરી રાધાએ મને કહ્યું કે સર તમે જે બધા ઘર તોડવાની વાત કરો છો એમાં ભાભીજીના પિતાજીનું ઘર પણ આવે છે. મેં કહ્યું કોઈનું પણ ઘર હોય તોડી નાખો. એ પછી પત્‍ની નારાજ થઈ ગયા હતા અને કહ્યું હતું કે અમને પહેલેથી કહ્યું હોત તો અમે જ પાડી નાખત. લોકો કહેતા કે આ તો નિતીનજીના સસરાનું ઘર છે એટલે આ ઘરની સાથે આવતા ઘર તો પડશે જ નહીં એટલે રોડ બનવાનો પ્રશ્ન જ નથી. પણ હું કામમાં ક્‍યારેય કોમ્‍પ્રોમાઇઝ નથી કરતો. જે તમામ લોકોનું થાય તે મારા સસરાના ઘરનું પણ થાય એટલે મેં ઘરનું ડિમોલિશન કરાવી નાખ્‍યું.(૪૦.૧૨)

પહેલા હું છ સમોસા ખાતો આજે એક ખાઉં છું: ગડકરી

એક સ્‍ટેન્‍ડ અપ કોમેડિયન કહેતા હતા કે બહેનો તમારી હેર સ્‍ટાઈલ બનાવો ત્‍યારે માંગ ન દેખાડતા નહિતર ગડકરીજી ત્‍યાં પણ રોડ બનાવી દેશે. તમારા ઉપર અનેક મીમ્‍સ પણ બને છે. તમે આ જાણો છો? પ્રશ્નના જવાબમાં હળવા સ્‍મિત સાથે નીતિન ગડકરીએ જણાવ્‍યું કે, જિંદગી મળી છે ખુશ રહેવા માટે. ખુશ રહો જીવો અને જીવવા દો. પ્રોબ્‍લેમ આવે તો આવવા દો તેનાથી ડરો નહીં તેને સ્‍વીકારો.

તમે જમવાનું પણ એડવાન્‍સમાં નક્કી કરો છો? હા.. મારે જમવામાં સાંજે શું ખાવું તે હું સવારે જ નક્કી કરી લઉં છું. મારા શેફને રાત્રે બીજે દિવસે નાસ્‍તો શું કરવો તે જણાવી દઉં છું. બપોરનું જમવાનું શું બનાવવું તે નથી કહેતો. એક ચાઈનીઝ સેફ પણ રાખ્‍યો છે તે ક્‍યારેક ચાઈનીઝ બનાવી આપે છે. આજકાલ હું ઓટ્‍સના વેફર નાના નાના બનાવી તેમાં ટમેટુ અને મરી તથા લીંબુ નાખી ખાવાનું પસંદ કરું છું. ૨૦૦૯ બેરિયાટ્રીક સર્જરી પહેલા હું છ સમોસા ખાતો આજે એક ખાઉં છું. મને મુંબઈમાં અલગ અલગ વાનગીઓ ખાવાની ખૂબ મજા પડે છે તે વાનગીઓનું કેપીટલ છે. પહેલા મારું વજન ૧૩૫ કિલો હતું. આજે ૯૦ કિલો છે. આજે પણ હું દરરોજ બેથી અઢી કલાક વ્‍યાયામ કરું છું. કોરોનાએ મારી લાઈફ બદલી નાખી. કોરોના કાળમાં જયારે ખાલી સમય મળ્‍યો ત્‍યારે હું વ્‍યાયામ કરવા લાગ્‍યો અને ધીમે ધીમે તે આદત બની ગઈ. હું બહુ ઇન ડિસિપ્‍લિન વ્‍યક્‍તિ હતો પણ કોવિડ દરમિયાન મારી લાઈફ ચેન્‍જ થઈ અને હું ડિસિપ્‍લિનમાં રહેવા લાગ્‍યો.

    એબીપી ન્‍યૂઝના પત્રકાર મેદ્યા પ્રસાદે નીતિન ગડકરીનો ઇન્‍ટરવ્‍યું ‘‘ઇનસાઇડ આઉટ'' કાર્યક્રમમાં લીધો હતો જે ૨૭ માર્ચ, શુક્રવારે રાત્રે ૮ વાગ્‍યે એબીપી લાઇવ પર પ્રસારિત થયો હતો.

    મારો સ્‍વભાવ રાજનીતિક નથી. હું નેચરલ કોર્સમાં વિશ્વાસ રાખું છુ.

    હું સૌમ્‍ય સ્‍વભાવનો નથી એગ્રેસિવ છું. પણ હું માનું છું કે બીજાને ખરાબ દેખાડવા કરતાં આપણી સારી બાબતો દેખાડવી જોઈએ.

    છેલ્લા દસ વર્ષમાં ૫૦ લાખ કરોડના કામ હું કરી ચૂક્‍યો છું. અને આગલા પાંચ વર્ષોમાં હું પ્રયત્‍ન કરી રહ્યો છું કે ૩૦ થી ૩૫ લાખ કરોડના કામ કરું જેમાં રોપવે, કેબલ કાર, ફેનિક્‍યુલર રેલવે, બસ સ્‍ટેશન, બસ સ્‍પોર્ટ, લોજિસ્‍ટિક પાર્ક પોર્ટ, ટનલ, કનેક્‍ટિવિટી વગેરે બનાવી રહ્યો છું.

    મોદીજી એટલા મોટા છે અને તેઓ બહુ મોટા કામ કરે છે. મારી કોઈ તુલના તેમની સાથે ન થઈ શકે. હું તો બહુ નાનો વ્‍યક્‍તિ છું.

    હું મહારાષ્ટ્રની પોલિટિકલ એક્‍ટિવિટીથી દૂર છું. તેમાં દખલ દેવા માગતો નથી.

    મોદીજી પછી એવી કઈ વ્‍યક્‍તિ છે જે પાર્ટીને લીડ કરી શકે એના વિશે વિચારવાની જરૂરિયાત જ નથી.

    પાણીપતથી દિલ્‍હીના એરપોર્ટ સુધી અડધી કલાકમાં તમે પહોંચી શકશો તેવી ટનલ અમે બનાવી રહ્યા છીએ.

     ટોલટેક્‍સ વિશે ખૂબ જલ્‍દી હું જાહેરાત કરવાનો છું. લગભગ પ્રપોઝલ તૈયાર છે જેનાથી લોકો ખુશ થઈ જશે. 

(2:38 PM IST)