<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st April 2025

અમરનાથ યાત્રા પર હવે આતંકી હુમલા કરતા કુદરતી દુર્ઘટનાઓનો ભય વધારે

જમ્‍મુઃ કાશ્‍મીરમાં આતંકવાદ ફેલાયા પછી અમરનાથ યાત્રા સતત કેટલાયે વર્ષો સુધી આતંકી હુમલાઓનો સામનો કરતી રહી છે. પણ એક સત્‍ય એ પણ છે કે કુદરતી ઘટનાઓ પણ આ યાત્રા દરમ્‍યાન ઘણાં વર્ષોથી સતત થતી રહી છે.

એટલું જરૂર છે કે ૧૯૯૩ની અમરનાથ યાત્રાએ લોકોને હજુ પણ યાદ છે, જેમણે પહેલીવાર આ યાત્રા પર લાગેલા પ્રતિબંધો પછી ‘હરકતુલ અંસાર'ના હુમલાઓને સહન કર્યા હતા. ત્‍યારે પણ શ્રધ્‍ધાળુઓના મોત થયા હતાં. આ હુમલાના ૧૦ વર્ષો પછી થયેલ ભીષણ હુમલામાં ૧૧ શ્રધ્‍ધાળુઓ મોતના મુખમાં હોમાયા હતાં. એ ૧૦ વર્ષોમાં એક પણ વર્ષ એવું ન હોતું ગયું જેમાં આતંકી હુમલા અને મોતોથી અમરનાથ યાત્રા ચર્ચામા ના આવી હોય પણ તેમ છતાં આજે પણ તે આકર્ષણનું કેન્‍દ્ર બનેલી છે.

૧૯૯ર સુધી અમરનાથ યાત્રા સામાન્‍ય ગતીએ ચાલી રહી હતી. ખાસ વાત તો એ હતી કે તેમાં ભાગ લેનારાઓ સંખ્‍યા માંડ માંડ પ૪ હજાર સુધી પહોંચતી હતી. પણ ૧૯૯૩ના પહેલા આતંકી પ્રતિબંધે લોકોને તેના તરફ આકર્ષીત કર્યા. પરીણામે ૧૯૯૩ થી ર૦૦ર દરમ્‍યાન અમરનાથ યાત્રામાં ભાગ લેનારાઓની સરેરાશ સંખ્‍યા ર લાખ રહી હતી. આમાં સુરક્ષામાં સ્‍થાનીક લોકોને ગણવામાં નથી આવ્‍યાં.

અમરનાથ યાત્રાનું એક રોચક તથ્‍ય એ પણ રહયું છે કે તે આતંકી હુમલાઓના કારણે આકર્ષણનું કેન્‍દ્ર બની હતી પણ આતંકી હુમલામાં મરનારાઓની સંખ્‍યા એટલી ન હોતી જેટલી કુદરતી આપદાઓથી મરનારાઓની હતી. સરકારી રેકોર્ડ અનુસાર, ૧૯૯૩ થી ર૦૦ર સુધીમાં થયેલ આતંકી હુમલાઓમાં કુલ ૭ર શ્રધ્‍ધાળુઓ મરાયા હતા. એ વાત અલગ છે કે હૃદયરોગના હુમલાથી અથવા ઘોડા પરથી લપસીને મરનારની સંખ્‍યા પણ એટલી જ હતી જેટલી આ વર્ષ દરમ્‍યાન આતંકી હુમલામાં મરનારાઓની હતી.

(4:29 PM IST)