ટ્રમ્પે કૃષિ ઉત્પાદનો પર ૧૦૦% ટેક્સની ધમકી આપી
ટ્રમ્પ ભારતને નવો ઝટકો આપવાની તૈયારીમાં...વ્હાઇટ હાઉસે કહ્યું - ટીટ ફોર ટેટનો સમયઃ ટ્રમ્પ છેલ્લા પાટલે : ભારત અમેરિકન કૃષિ ઉત્પાદનો પર ૧૦૦ ટકા ટેરિફ લાદે છે અને હવે બદલો લેવાનો સમય આવી ગયો છે

વોશિંગ્ટન, તા.૧: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળતાની સાથે જ વિશ્વભરમાં ટેરિફ યુદ્ધ શરૂ કરી દીધું છે. ટ્રમ્પે ચીન, કેનેડા અને ભારત સહિત ઘણા દેશો પર ૧૦૦ ટકા ટેરિફ લાદ્યો છે. હવે ટ્રમ્પે બીજા નવા ટેરિફની ધમકી આપી છે.
ટ્રમ્પે કહ્યું કે ભારત અમેરિકી કળષિ ઉત્પાદનો પર ૧૦૦ ટકા ટેરિફ લાદે છે અને અન્ય દેશો દ્વારા લાદવામાં આવતી ઊંચી ટેરિફને કારણે અમેરિકી ઉત્પાદનોને તે દેશોમાં નિકાસ કરવાનું લગભગ અશકય બનાવે છે.
અમેરિકાના રાષ્ટ્રપતિએ વારંવાર ભારત અને અન્ય દેશો દ્વારા અમેરિકન માલ પર લાદવામાં આવેલા ઊંચા ટેરિફની ટીકા કરી છે. ટ્રમ્પ ૨ એપ્રિલથી ટિટ-ફોર-ટેટ ટેરિફ (પારસ્પરિક ટેરિફ) લાદવાનું શરૂ કરવાની યોજના ધરાવે છે, જે તેમના મતે અમેરિકા માટે મુક્તિ દિવસ હશે.
વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે સોમવારે જણાવ્યું હતું કે,કમનસીબે આ દેશો ઘણા લાંબા સમયથી આપણા દેશને લૂંટી રહ્યા છે, અને મને લાગે છે કે તેઓએ અમેરિકન કામદારો પ્રત્યેનો પોતાનો નફરત સ્પષ્ટપણે દર્શાવ્યો છે.
કેનેડાએ અમેરિકા પર ૩૦૦% ટેરિફ લાદ્યો જ્યારે જાપાને ૭૦૦% ટેરિફ લાદ્યો
કેરોલિન લેવિટે કહ્યું કે ઘણા દેશો આપણા પર અન્યાયી કર લાદે છે. યુએસ ડેરી પર યુરોપિયન યુનિયન તરફથી ૫૦% (ટેરિફ) અને યુએસ ચોખા પર જાપાન તરફથી ૭૦૦% ટેરિફ છે. ભારતમાંથી આવતા અમેરિકી કળષિ ઉત્પાદનો પર ૧૦૦% અને કેનેડાથી આવતા અમેરિકી માખણ અને ચીઝ પર લગભગ ૩૦૦% ટેરિફ છે.
તેમણે કહ્યું કે આના કારણે આ બજારોમાં અમેરિકન ઉત્પાદનોની આયાત કરવી લગભગ અશકય બની જાય છે અને છેલ્લા કેટલાક દાયકાઓમાં ઘણા અમેરિકનો વ્યવસાયથી બહાર અને બેરોજગાર થઈ ગયા છે.
ઘણા દેશો દ્વારા લાદવામાં આવેલા ઊંચા ટેરિફ વિશે વાત કરતા, લેવિટે ભારત, જાપાન અને અન્ય દેશો દ્વારા લાદવામાં આવેલા ટેરિફ દર્શાવતો ચાર્ટ બતાવ્યો. ચાર્ટમાં ત્રિરંગાની સામે ભારત દ્વારા લાદવામાં આવેલા ટેરિફ દર્શાવવામાં આવ્યા હતા.
આ અંગે લેવિટે કહ્યું કે આ પારસ્પરિકતાનો સમય છે અને રાષ્ટ્રપતિ માટે એક ઐતિહાસિક પરિવર્તન લાવવાનો સમય છે જે અમેરિકન લોકો માટે યોગ્ય છે અને આ બુધવારે થવાનું છે. આ મહિનાની શરૂઆતમાં, ટ્રમ્પે કહ્યું હતું કે વર્તમાન ટેરિફ કામચલાઉ છે અને ૨ એપ્રિલથી લાદવામાં આવનાર મુખ્ય ટેરિફ પારસ્પરિક પ્રકળતિના હશે અને આપણા દેશ માટે એક મોટો ગેમ-ચેન્જર હશે. (રર.૧૭)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
