તા. ૨૪ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ફાગણ સુદ – ૮ મંગળવાર
ઘર તોડી પાડવાની આ મનસ્વી પ્રક્રિયા નાગરિક અધિકારોનું ઉલ્લંઘન : સુપ્રીમ કોર્ટનો પ્રયાગરાજ ડેવલપમેન્ટ ઓથોરિટીને પાંચેય પીડિતોને વળતર તરીકે 10-10 લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ
બુલડોઝરથી ઘર તોડી પાડનાર યુપીની યોગી આદિત્યનાથ સરકારને મોટી લપડાક આપતાં સુપ્રીમ કોર્ટે એક મોટો ચુકાદો જાહેર કર્યો

નવી દિલ્હી તા.૧ :
બુલડોઝરથી ઘર તોડી પાડનાર યુપીની યોગી આદિત્યનાથ સરકારને મોટી લપડાક આપતાં સુપ્રીમ કોર્ટે એક મોટો ચુકાદો જાહેર કર્યો છે.
ઉત્તર પ્રદેશ સહિત દેશભરમાં બુલડોઝર કાર્યવાહી અંગે સુપ્રીમ કોર્ટ કડક વલણ અપનાવી રહી છે. 2021 માં પ્રયાગરાજમાં એક વકીલ, એક પ્રોફેસર અને ત્રણ મહિલા અરજદારોના ઘરોને બુલડોઝર દ્વારા તોડી પાડવાના કેસમાં સુપ્રીમ કોર્ટે મંગળવારે કહ્યું કે ઘર તોડી પાડવાની પ્રક્રિયા ગેરબંધારણીય હતી. કોર્ટે કહ્યું કે ઘર તોડી પાડવાની આ મનસ્વી પ્રક્રિયા નાગરિક અધિકારોનું ઉલ્લંઘન છે. સુપ્રીમ કોર્ટે પ્રયાગરાજ ડેવલપમેન્ટ ઓથોરિટીને પાંચેય પીડિતોને વળતર તરીકે 10-10 લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો છે.
શું બોલ્યાં સુપ્રીમના જસ્ટીસ
કેસની સુનાવણી દરમિયાન, જસ્ટિસ ઉજ્જલ ભુઇયાએ 24 માર્ચે યુપીના આંબેડકર નગરમાં બનેલી ઘટનાનો ઉલ્લેખ કરતા કહ્યું કે અતિક્રમણ વિરોધી અભિયાન દરમિયાન, એક તરફ ઝૂંપડીઓ પર બુલડોઝર ચલાવવામાં આવી રહ્યા હતા અને બીજી તરફ એક 8 વર્ષની બાળકી તેના પુસ્તકો લઈને ભાગી રહી હતી. આ તસવીરે બધાને ચોંકાવી દીધા, આ એક દુર્ભાગ્યપૂર્ણ પરિસ્થિતિ છે.
નોટિસના 24 કલાક પછી બુલડોઝરથી એક્શન
અરજદારોએ સુપ્રીમમાં એવી રજૂઆત કરી હતી કે નોટીસ આપ્યાંના 24 કલાકમાં તેમના ઘરો તોડી પાડવામાં આવ્યાં હતા.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
