<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st April 2025

ડીસાની દુર્ઘટનાને લઈને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દુ:ખ વ્યક્ત કર્યુ

ડીસા દુર્ઘટનામાં મૃતકોના પરિવારજનોને 2 લાખ અને ઇજાગ્રસ્તને 50 હજારની સહાયની PMO દ્વારા જાહેરાત

ડીસા બ્લાસ્ટ કેસમાં મૃતકોના પરિવારજનોને રૂપિયા 2 લાખની સહાય કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવશે અને આ સિવાય ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે રૂપિયા 50,000ની સહાય કરવાની જાહેરાત PMO દ્વારા કરવામાં આવી છે. 

  આ દુર્ઘટનાને લઈને વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીએ પણ દુ:ખ વ્યક્ત કર્યુ છે. ઉલ્લેખનીય છે કે બનાસકાંઠાના ડીસામાં ઢુંવા રોડ પર ફટાકડા બનાવતી દીપક ટ્રેડર્સ નામની ફેક્ટરીમાં અચાનક બોઈલર ફાટ્યા બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી. ઘટનાની જાણ થતાં જ ડીસા નગરપાલિકાના ફાયર ફાઈટરો અને 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. હાલ SDRFની ટીમે પણ ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યુની કામગીરી હાથ ધરી છે.

(9:00 PM IST)