હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Tuesday, 1st April 2025
ડીસાના અગ્નિકાંડનો મુખ્ય આરોપી ખુબચંદ ઝડપાયો : ઈડરથી પુત્ર દિપક બાદ પિતા પણ પોલીસના સકંજામાં
ખુબચંદ મોનાણી ફટાકડાના ગોડાઉનનો સંચાલક :પોલીસે દીપક બાદ તેના પિતા ખુબચંદની અટકાયત કરી

ડીસા અગ્નિકાંડનો મુખ્ય આરોપી ખુબચંદ ઝડપાયો છે. ખુબચંદ મોનાણી ફટાકડાના ગોડાઉનનો સંચાલક હતો. પોલીસે દીપક બાદ તેના પિતા ખુબચંદની અટકાયત કરી છે. દિપક અને તેનો પિતા ખૂબચંદ પોલીસ ઝપટમાં આવ્યા છે. હાલમાં બંનેને પોલીસ બનાસકાંઠા લઈ આવવા રવાના થઈ છે
ડીસા ફટાકટા ગોડાઉનમાં લાગેલી આગની ઘટનાની સંપૂર્ણ તપાસ માટે, સરકારે પાંચ સભ્યોની SIT ની રચના કરી છે. સમગ્ર ઘટનાની તપાસ માટે કરાઇ સીટની રચનામાં ડીવાયએસપી સી.એલ.સોલંકી તપાસ અધિકારી રહેશે. રેન્જ આઇજી ચિરાગ કોરડીયાએ સીટની રચના કરી છે.
(11:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
