<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd April 2025

બુલિયન બજારમાં મોટો કડાકો : ચાંદીના ભાવ ઉંધામાથે પટકાયા : વાયદામાં 5500 રૂપિયાનું તોતિંગ ગાબડું:સોનામાં ઘટાડાનો માહોલ

વૈશ્વિક સ્તરે સોનું 78.70 ડૉલર તૂટી 3087.50 ડૉલરપ્રતિ ઔંશ, જ્યારે ચાંદી 2.56 ડૉલરતૂટી 32.09 ડૉલરપ્રતિ ઔંશ પર ટ્રેડ

નવી દિલ્હી : અમેરિકા દ્વારા રેસિપ્રોકલ ટેરિફ લાગુ કરાયા બાદ વૈશ્વિક સ્તરે મંદી તેમજ ચાંદીની ઔદ્યોગિક માગ નબળી પડવાની ભીતિ વચ્ચે આજે ચાંદીનો ભાવ કડડભૂસ થયો હતો. વૈશ્વિક ચાંદીના સથવારે એમસીએક્સ ચાંદી વાયદો આજે 5000 રૂપિયા પ્રતિ કિગ્રા સુધી તૂટ્યો હતો. વૈશ્વિક સ્તરે સોનું 78.70 ડૉલરતૂટી 3087.50 ડૉલરપ્રતિ ઔંશ, જ્યારે ચાંદી 2.56 ડૉલરતૂટી 32.09 ડૉલરપ્રતિ ઔંશ પર ટ્રેડ થઈ રહી હતી.

  અમદાવાદમાં આજે ચાંદીનો ભાવ રૂ. 3500 તૂટી રૂ. 96000 પ્રતિ કિગ્રા પર ક્વોટ થયો હતો. જ્યારે સોનાનો ભાવ રૂ. 400 તૂટી રૂ. 93400 પ્રતિ 10 ગ્રામ નોંધાયો હતો. સોનાની કિંમત રૂ. 94000ની ઓલટાઇમ સપાટીએથી છેલ્લા ત્રણ-ચાર દિવસમાં રૂ. 600 ઘટ્યું છે.

    એમસીએક્સ ખાતે સાંજના સેશનમાં ચાંદી 5 મે વાયદો રૂ. 5337 તૂટી રૂ. 94416 પ્રતિ કિગ્રા પર ક્વોટ થઈ રહ્યો હતો. એમસીએક્સ સોનું પણ 1598 રૂપિયા ગગડી રૂ. 89130 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં મોર્નિંગ સેશનમાં રૂ. 29837.13 કરોડના કામકાજ થયા હતા. એમસીએક્સ સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.91230ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.91423ના ઓલ ટાઇમ હાઇને સ્પર્શી, નીચામાં રૂ.90 હજારના સ્તરની નીચે રૂ.89565 બોલાઈ, રૂ. 90728ના આગલા બંધ સામે રૂ.1163ના કડાકા સાથે રૂ.89565ના સ્તરે પહોંચ્યો હતો

 . ગોલ્ડ-ગિની એપ્રિલ વાયદો 8 ગ્રામદીઠ રૂ. 814 ગબડી રૂ. 72130ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-પેટલ એપ્રિલ વાયદો 1 ગ્રામદીઠ રૂ. 103 ઘટી રૂ. 9059ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સોનું-મિની મે વાયદો 10 ગ્રામદીઠ રૂ. 1161 ઘટી રૂ. 89203ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-ટેન એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ. 90800ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 91143 અને નીચામાં રૂ. 89600ના સ્તરને સ્પર્શી, રૂ. 90732ના આગલા બંધ સામે રૂ. 1131ના ભાવ ઘટાડા સાથે રૂ. 89601ના ભાવે બોલાયો હતો. 

 

(9:36 PM IST)