<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th April 2025

મુંબઈમાં હથિયારબંધ પાંચ શૂટર્સની ધરપકડ

મુંબઈ પોલીસને શંકા છે કે કોઈ મોટું ષડયંત્ર રચાઈ રહ્યું છેઃ તેમની પાસેથી મળેલા હથિયારો અને જીવતા કારતૂસ આ વાતનો પુરાવો છે

મુંબઈ,તા.૪: મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્‍ચે અંધેરી વિસ્‍તારમાંથી પાંચ શખ્‍સની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલ લોકો પાસેથી પોલીસને હથિયારો પણ મળ્‍યા છે. આ બધા જ શખ્‍સ શાર્પ શૂટર્સ હોવાનું કહેવાઈ રહ્યું છે. અત્‍યાર સુધીની તપાસમાં આ બધા લોકો અલગ-અલગ રાજ્‍યમાંથી મુંબઈ આવ્‍યા હતા. પોલીસને આરોપીઓ પાસેથી જીવંત કારતૂસ પણ મળ્‍યા છે. પોલીસે હવે આ વાતની માહિતી મેળવવામાં લાગી છે કે શું લોકો કોઈ મોટી યોજનાને અંજામ આપવા માટે મુંબઈ આવ્‍યા હતા. પોલીસે ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ વિકાસ દિનેશ ઠાકુર, સુમીત કુમાર મુકેશ કુમાર દિલાવર, દેવેન્‍દ્ર રૂપેશ સક્‍સેના, શ્રેયસ સુરેશ યાદવ અને વિવેક કુમાર નાગેન્‍દ્ર સાહા ગુપ્તા તરીકે કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્‍યા અનુસાર, શરૂઆતની તપાસમાં જાણવા મળ્‍યું છે કે આ બધા લોકો એક વ્‍યક્‍તિને મારવાના ઇરાદાથી અહીં આવ્‍યા હતા.

પોલીસ સૂત્રોના જણાવ્‍યા અનુસાર, પોલીસને મળેલી ગુપ્ત માહિતીના આધારે આ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. હવે, આ ધરપકડ કરાયેલા આરોપીઓની પૂછપરછના આધારે, પોલીસ એ જાણવા જઈ રહી છે કે તેમને કોણે હથિયારો સાથે મુંબઈ (Mumbai) મોકલ્‍યા હતા અને તેમનો હેતુ શો હતો. પોલીસ હાલમાં તેમની અલગથી પૂછપરછ કરી રહી છે અને આવી બધી માહિતી એકત્રિત કરવાનો પ્રયાસ કરી રહી છે.

પોલીસને શંકા છે કે તેઓ કોઈ મોટું કાવતરું અંજામ આપવાના ઈરાદાથી મુંબઈ આવ્‍યા હતા. તેમની પાસેથી મળેલા હથિયારો અને જીવતા કારતૂસ આ વાતનો પુરાવો છે. પોલીસ હવે આ લોકોનો ગુનાનો રેકોર્ડ પણ જાણવાનો પ્રયાસ કરી રહી છે. વિવિધ રાજ્‍યોની પોલીસનો પણ સંપર્ક કરવામાં આવી રહ્યો છે.

ધરપકડ કરાયેલ બધા આરોપીઓની ઉંમર ૨૨થી ૨૭ વર્ષની વચ્‍ચેની છે. (Police Arms Act) પોલીસે આર્મ્‍સ એક્‍ટની કલમ ૨૫, ૩ મહારાષ્‍ટ્ર પોલીસ એક્‍ટ ૧૯૫૧ની કલમ ૧૩૫ અને બીએનએસની કલમ ૫૫, ૬૧ (૨) હેઠળ ગુનો દાખલ કર્યો છે.

પોલીસને મળેલી માહિતી પ્રમાણે એક શખ્‍સની હત્‍યાના ઇરાદે આ હથિયારબંધ શાર્પ શૂટર્સ મુંબઇમાં (Mumbai) આવ્‍યા હતા. પરંતુ આ બાબતે ચોક્કસ પુરાવાઓ ન મળતાં પોલીસ (Mumbai Police) તેમના વિશે વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહી છે.(૪૦.૬)

(10:16 AM IST)