તા. ૭ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૨ શુક્રવાર
News of Friday, 4th April 2025
લગ્નની ૨૫મી એનિવર્સરી પર પત્નીની સામે પતિનું મોત, ડાન્સ કરતા અચાનક હાર્ટએટેક
ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો...આખી ઘટના વીડિયોમાં કેદ થઈ ગઈ. જે હવે ખૂબ વાયરલ

બરેલી તા.૪: ઉત્તર પ્રદેશના બરેલીમાંથી એક દુઃખદ મામલો સામે આવ્યો છે. અહીં એક શખ્સ પોતાના લગ્નની વર્ષગાંઠ પર ડાન્સ કરી રહ્યો હતો. ત્યારે નાચતા નાચતા તે સ્ટેજ પર ઢળી પડ્યો અને ત્યારબાદ મોત થઈ ગયું. આ ઘટના બાદ ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો હતો. આ આખી ઘટના વીડિયોમાં કેદ થઈ ગઈ. જે હવે ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
અત્યાર સુધી મળેલી વિગતો અનુસાર બરેલીના એક મેરેજ હોલમાં પોતાના લગ્નની ૨૫મી વર્ષગાંઠ મનાવી રહેલો શખ્સ નાચતા નાચતા હાર્ટ એટેક આવ્યો અને તેનું મોત થઈ ગયું. આ શખ્સના મોતનું કારણ હાર્ટ એટેક હતું. જેનો વીડિયો પણ હવે સામે આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, સ્ટેજ પર નાચી રહેલો શખ્સ અચાનક ઢળી પડે છે. બાદમાં થોડી જ વારમાં તેનું મોત થઈ જાય છે.
બરેલીના રહેવાસી ૫૦ વર્ષીય વેપારી વસીમ સરવત અને તેની પત્ની ફરાહે પોતાના લગ્નની ૨૫મી વર્ષગાંઠ ઉજવવા માટે બરેલીના પીલીભીત બાયપાસ નજીક એક મેરેજ હોલમાં ઉજવણી કરી હતી. સમારંભ માટે રીતસરના કાર્ડ પણ છપાવ્યા હતા. સંબંધીઓને બોલાવ્યા હતા. તમામ લોકો વસીમ અને ફરાહના નિકાહના ૨૫ વર્ષ પુરા થવા પર જ‘ મનાવી રહ્યા હતા. વસીમે કોટ પેન્ટ પહેરી મેરેજ હોલમાં આવ્યો હતો. પત્ની ફરાહ સાથે મંચ પર ચઢતા ડાન્સ કરવા લાગ્યા. ત્યારે અચાનક ખુશીઓ માતમમાં ફેરવાઈ ગઈ. વસીમ મંચ પર ડાન્સ કરતા કરતા ઢળી પડ્યો અને તેનું મોત થઈ ગયું.
આ આખી ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. બંને પતિ-પત્નીને એ અનુભવ પણ ન થયો અને થોડી ક્ષણોમાં મોત આવી ગયું. આ વીડિયો તેમની જિંદગીનો અંતિમ વીડિયો બની ગયો. આજુબાજુમાં ઊભેલા લોકો દોડ્યા અને વસીમને ઉઠાવ્યો. પણ વસીમ ભાનમાં નથી આવતો. વર્ષગાંઠ પર કેક કાપવાનો હતો, તે કેક પણ કાપી શકયા નહીં.(૩૮.૭)
(10:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
