News of Friday, 4th April 2025
ઘરવાળીથી મન ન ભરાતા પતિ બીજી પત્ની લાવ્યો, વોટ્સએપમાં સ્ટેટસ જોઈ પહેલી પત્ની દોડતી આવી
ઉત્તર પ્રદેશના બરેલીમાંથી એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો ...હવે એક મા પોતાની આઠ મહિનાની માસૂમ દીકરી માટે ન્યાયની ભીખ માગી રહી છે

બરેલી તા.૪: ઉત્તર પ્રદેશના બરેલીમાંથી એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. તમે આજ સુધીમાં ત્રિપલ તલાકના અનેક કિસ્સા જોયા હશે. ઈસ્લામમાં કેટલાય પતિએ પોતાની પત્નીને ત્રિપલ તલાક આપીને સંબંધ ખતમ કરી નાખતા હોય છે. પણ હવે એક મા પોતાની આઠ મહિનાની માસૂમ દીકરી માટે ન્યાયની ભીખ માગી રહી છે. મહિલાનો આરોપ છે કે, પતિએ બીજા લગ્ન કર્યા બાદ તેની દીકરીની હત્યા કરી નાખી. એટલું જ નહીં જ્યારે તે ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશને ગઈ તો તેની વાત સાંભળવામાં આવી નહીં. હવે આ સમગ્ર મામલે આઈજી જોને તપાસના આદેશ આપ્યા છે.
આ કિસ્સો ફતેહગંજ પヘમિી ગામ ધંતિયાનો છે. અહીં રહેતી નાઝુલના લગ્ન ૨૩ ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ શેરગઢના જુનૈદ સાથે થયા હતા. લગ્નના થોડા સમયમાં તેને ખબર પડી ગઈ હતી કે તેનો પતિ અય્યાશ મિજાજનો છે. તેને કેટલીય મહિલાઓ સાથે સંબંધ છે. આ જાણવા છતાં પણ મહિલા પોતાનો સંબંધ બચાવવાની કોશિશ કરતી રહી. પણ થોડો સારો થવાના બદલે તેનો પતિ તો વધારે બગડી ગયો.
લગભગ પાંચ મહિના પહેલા જુનૈદે નાઝુલ સાથે મારપીટ કરી અને તેને ઘરમાંથી કાઢી મૂકી હતી. દુઃખની વાત એ છે કે, તેણે દૂધપીતી બાળકીને પણ પોતાની પાસે રાખી લીધી અને નાઝુલને મળવા પણ દેતો નહોતો. નાઝુલે કાયદાની મદદ લેવાની કોશિશ કરી, જે બાદ કોર્ટે બાળકીને મળવાની મંજૂરી આપી દીધી. પણ જુનૈદે તેમ છતાં દીકરીને મળવા દીધી નહીં.
નાઝુલે જણાવ્યું કે, તેમના તલાકનો કેસ હજુ કોર્ટમાં છે. તેમ છતાં એક મહિલા પહેલા શૌહરે મુસ્કાન નામની મહિલા સાથે બીજા લગ્ન કરી લીધા. જ્યારે નાઝુલને આ વિશે ખબર પડી તો તેણે આ અન્યાય વિરુદ્ધ અવાજ ઉઠાવવાની કોશિશ કરી, પણ તેને ચારેતરફથી નિરાશા જ મળી. ૩૧ માર્ચના રોજ નાઝુલને જુનૈદના વોટ્સએપ સ્ટેટસથી જાણવા મળ્યું કે તેની બાળકીની તબિયત ખરાબ છે.
આ જોઈને તે ગભરાઈ ગઈ અને તરત હોસ્પિટલે પહોંચી ગઈ. ત્યાં તેને જાણવા મળ્યું કે, તેની બાળકીનું તો મોત થઈ ગયું અને લાશને દફનાવી દીધી. આ સાંભળતા જ નાઝુલના પગ તળેથી જમીન સરકી ગઈ. તેણે આરોપ લગાવ્યો કે તેનો પતિ, તેની બીજી પત્ની મુસ્કાન અને ભાઈ તથા ભાભીએ મળીને તેની બાળકીની હત્યા કરી નાખી. પોતાની દીકરી માટે ન્યાય મેળવવા નાઝુલ હવે આઈજી ડૉ. રાકેશ સિંહ પાસે આજીજી કરી રહી છે. આ મામલાને લઈને આઈજી ડૉ. રાકેશ સિંહે તરત તપાસના આદેશ આપ્યા છે.(૩૮.૬)
(10:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
