News of Friday, 4th April 2025
મનોજ ભારતીય સિનેમાનું પ્રતીક હતા... પીએમ મોદીએ અભિનેતાના નિધન પર શોક વ્યક્ત કર્યો
મનોજ કુમારનું અવસાન મનોજના કાર્યથી લોકોમાં રાષ્ટ્રીય ગૌરવની ભાવના જાગી, પીએમએ અભિનેતાના પરિવાર અને ચાહકો પ્રત્યે સંવેદના પણ વ્યક્ત કરી

નવી દિલ્હી, તા.૪: વડાપ્રધાન મોદીએ પ્રખ્યાત અભિનેતા મનોજ કુમારના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ પોતાની પોસ્ટમાં કહ્યું, મહાન અભિનેતા અને ફિલ્મ નિર્માતા મનોજ કુમારના નિધનથી ખૂબ દુઃખ થયું. તેઓ ભારતીય સિનેમાના પ્રતિક હતા, ખાસ કરીને તેમની ફિલ્મોમાં દેખાતા દેશભક્તિના ઉત્સાહ માટે તેમને યાદ કરવામાં આવે છે. તેમના કાર્યોએ રાષ્ટ્રીય ગૌરવની ભાવના જગાડી. તેઓ આવનારી પેઢીઓને પ્રેરણા આપતા રહેશે. આ દુઃખની ઘડીમાં મારી સંવેદના તેમના પરિવાર અને ચાહકો સાથે છે. ઓમ શાંતિ.
પ્રધાનમંત્રી મોદીએ અભિનેતા સાથેની તેમની યાદગાર તસવીરો પણ શેર કરી. બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા મનોજ કુમાર(૮૭)નું અવસાન થયું છે. અભિનેતાએ મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. મનોજ કુમારનો જન્મ તત્કાલીન બ્રિટિશ ભારત અને હાલના પાકિસ્તાનમાં થયો હતો. તેમનો જન્મ ૨૪ જુલાઈ, ૧૯૩૭ના રોજ એબોટાબાદમાં થયો હતો. હાલમાં એબોટાબાદ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં આવેલું એક શહેર છે.
મનોજ કુમારને હૃદયની તકલીફ બાદ મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું અવસાન થયું. હોસ્પિટલના મેડિકલ સર્ટિફિકેટ મુજબ, અભિનેતાના મળત્યુનું એક કારણ ડિકમ્પેન્સેટેડ લિવર સિરોસિસ છે. સમાચાર એજન્સી અનુસાર, અભિનેતાનું મળત્યુ સવારે લગભગ ૩.૩૦ વાગ્યે થયું.
કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે પણ અભિનેતાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. સંરક્ષણ મંત્રીએ કહ્યું, મનોજ કુમાર એક બહુમુખી પ્રતિભા ધરાવતા અભિનેતા હતા જેમને દેશભક્તિની ફિલ્મો બનાવવા માટે હંમેશા યાદ રાખવામાં આવશે. ભરત કુમાર તરીકે જાણીતા, ઉપકાર, પૂરબ ઔર પશ્ચિમ જેવી ફિલ્મોમાં તેમના અવિસ્મરણીય અભિનયથી આપણી સંસ્કળતિ સમળદ્ધ થઈ છે અને પેઢીઓથી તેમને લોકોના પ્રિય બનાવ્યા છે. તેમનો સિનેમેટિક વારસો તેમના કાર્યો દ્વારા જીવંત રહેશે. તેમના પરિવાર અને ચાહકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ.
(11:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
