<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th April 2025

વકફ બિલને કોંગ્રેસ સુપ્રીમ કોર્ટમાં પડકારશે

બંધારણ પર હુમલો કરવો યોગ્ય નથી : જયરામ રમેશે એક પોસ્ટમાં બિલને 'મુસ્લિમ વિરોધી' ગણાવ્યું

નવી દિલ્હી, તા.૪: લોકસભા પછી, રાજ્યસભામાં પણ વકફ સુધારા બિલ પસાર થયું. જોકે, કોંગ્રેસે આ બિલનો વિરોધ વ્યકત કર્યો છે. કોંગ્રેસનું કહેવું છે કે તે ખૂબ જ ટૂંક સમયમાં આ બિલ સામે સુપ્રીમ કોર્ટમાં જશે અને વકફ (સુધારા) બિલ, ૨૦૨૪ ની બંધારણીયતાને કોર્ટમાં પડકારશે.

અમને સંપૂર્ણ વિશ્વાસ છે અને અમે ભારતના બંધારણમાં સમાવિષ્ટ સિદ્ધાંતો, જોગવાઈઓ અને પ્રથાઓ પર મોદી સરકાર દ્વારા કરવામાં આવતા તમામ હુમલાઓનો વિરોધ કરતા રહીશું. રાજ્યસભામાં વકફ બિલ પરની ચર્ચામાં વિપક્ષી પક્ષોએ ભારે વાંધો ઉઠાવ્યો, જેમણે બિલને 'મુસ્લિમ વિરોધી' ગણાવ્યું.

અગાઉ, એમકે સ્ટાલિને વકફ બિલ અંગે કોર્ટમાં જવાની જાહેરાત કરી હતી. તમિલનાડુના મુખ્યમંત્રી અને ડીએમકે પ્રમુખ એમકે સ્ટાલિને ગુરુવારે કહ્યું હતું કે તેમની પાર્ટી બિલ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરશે.

લોકસભામાં બિલ પસાર થવાના વિરોધમાં સ્ટાલિન કાળી પટ્ટી પહેરીને વિધાનસભા પહોંચ્યા હતા. આ સમય દરમિયાન, તેમણે કહ્યું હતું કે ભારતમાં મોટી સંખ્યામાં પક્ષોના વિરોધ છતાં, કેટલાક સાથી પક્ષોના કહેવાથી રાત્રે ૨ વાગ્યે સુધારાને અપનાવવા એ બંધારણના માળખા પર હુમલો છે.

વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ પણ વકફ બિલનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે આ બિલ દ્વારા મુસ્લિમોને દબાવવાનો પ્રયાસ કરીને સરકાર વિવાદ અને સંઘર્ષના બીજ વાવી રહી છે. ખડગેએ સરકારને દેશની શાંતિ અને સુમેળને ખલેલ પહોંચાડવા માટે પણ અપીલ કરી અને ચેતવણી આપી.

(3:56 PM IST)