તા. ૨ ઓક્ટોબર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૬ શુક્રવાર
News of Friday, 4th April 2025
ભારતના આંદામાન અને નિકોબારનો ઉત્તર સેન્ટીનેલ ટાપુ, જ્યાં પ્રવેશ પર છે પ્રતિબંધ, નિયમો તોડવાની એક જ સજા-મૃત્યુ!
ભારત સરકાર દ્વારા આદિવાસી અનામત જાહેર કરવામાં આવ્યો છે આ વિસ્તાર: ટાપુના લોકો બહારના લોકોને માને છે પોતાના દુશ્મન

આંદામાન અને નિકોબાર 4 એપ્રિલ 2025: ભારતના આંદામાન અને નિકોબાર ટાપુઓનો ઉત્તર સેન્ટીનેલ ટાપુ ફરી એકવાર સમાચારમાં છે. ટાપુ પર પ્રવેશતા જ પોલીસે એક અમેરિકન નાગરિકની ધરપકડ કરી છે. 24 વર્ષીય મિખાઇલો વિક્ટોરોવિચ પોલિઆકોવ પરવાનગી વિના નોર્થ સેન્ટીનેલ આઇલેન્ડ ગયો હતો. તે 26 માર્ચે પોર્ટ બ્લેર ગયો હતો અને પછી કુર્મા ડેરા બીચ થઈને અહીં પહોંચ્યો હતો. ૩૧ માર્ચે પોલીસે પોલિકોવની ધરપકડ કરી. પ્રોટોકોલ મુજબ, પોલીસે ધરપકડ અંગેની માહિતી ગૃહ વિભાગને મોકલી છે જેથી વિદેશ મંત્રાલય અને યુએસ દૂતાવાસને તેની જાણ કરી શકાય.
જાણો કેમ સેન્ટીનેલ આઇલેન્ડ ખાસ છે
ઉત્તર સેન્ટીનેલ ટાપુ બંગાળની ખાડીમાં સ્થિત આંદામાન અને નિકોબાર ટાપુઓનો એક ભાગ છે, જેને ભારત સરકાર દ્વારા આદિવાસી અનામત વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે.
અહીંના આદિવાસીઓને બહારના લોકો પસંદ નથી, તેઓ તેમને મારી નાખે છે.
સેન્ટિનેલીઝ લોકો અહીંના મૂળ રહેવાસી છે. સેન્ટિનેલીઝ લોકોને એક લુપ્તપ્રાય આદિવાસી જૂથ માનવામાં આવે છે. તેમને વિશ્વની છેલ્લી પૂર્વ-નિયોલિથિક (નિયોલિથિક સમયગાળાનો એક તબક્કો, જે લગભગ 12,000 થી 8,500 બીસીઇ સુધી ચાલ્યો હતો) જાતિઓ માનવામાં આવે છે. તેઓ બહારના લોકોને પોતાના દુશ્મન માને છે અને તેમના પર હુમલો કરે છે. ઘણી વખત, તેઓ જીવ પણ લઈ લે છે. નવેમ્બર 2018 માં અમેરિકન મિશનરી જોન ચાઉની હત્યા કરવામાં આવી હતી જ્યારે તેઓ સેન્ટિનલી લોકો સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. અહેવાલ મુજબ ચાઉ સેન્ટિનેલી લોકોને ખ્રિસ્તી ધર્મમાં રૂપાંતરિત કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ૨૦૦૬માં પણ, બે ભારતીય માછીમારોના મોત થયા હતા જ્યારે તેમની બોટ આકસ્મિક રીતે ટાપુના કિનારે પહોંચી ગઈ હતી.
વસ્તી ફક્ત ૫૦૦
સેન્ટિનેલીઝ લોકો જૂથોમાં રહે છે તેવું માનવામાં આવે છે. સેન્ટિનેલીઝ આદિમ જીવનશૈલી અપનાવે છે અને શિકાર માટે ધનુષ્ય, તીર અને ભાલાનો ઉપયોગ કરે છે. આ જાતિની સ્ત્રીઓ તેમની કમર, ગરદન અને માથા પર રેસાનો દોરો બાંધે છે. પુરુષો પણ ગળાનો હાર અને હેડબેન્ડ પહેરે છે, પરંતુ કમર પર જાડા બેલ્ટ સાથે. તેઓ ક્યારેક ક્યારેક ઉત્તર સેન્ટીનેલના કિનારે જોવા મળે છે. તેમની કુલ વસ્તી આશરે 500 હોવાનો અંદાજ છે.
(3:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
