News of Friday, 4th April 2025
એકવાર ભગવાનની આંખમાં જોઈ લો પછી બીજું જોવાની ઈચ્છા નહી થાયઃ પૂ. જીગ્નેશદાદા
લોહાણા મહાજન આયોજિત શ્રીમદ્ ભાગવત કથામાં પાંચમા દિવસે ગોવર્ધન મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઇ : * નંદબાબાએ કરેલી ૨ લાખ ગાયના દાનનો મહિમા કહ્યો હતો અને સમજાવ્યું હતું કે, જે વસ્તુ આપણા માટે આવશ્યક છે તેમ છતાં જો આપણે તેનું દાન કરીએ તેને શ્રેષ્ઠ દાન કહેવાય * શેઠ બનશો તો મજા આવશે પણ દાસ બનશો તો આનંદ મળશે અને આનંદનો અર્થ છે પરમાત્મા * ભગવાન આપણી આ કથાના માધ્યમથી આપણે ત્યાં પ્રગટ થયા છે અને હવે કથાના બે દિવસ બાકી રહ્યા છે જો બની શકે ને તો રાજકોટમાં જેટલા લોહાણા સમાજના ઘર છે એ બધાના ઘરે બે દિવસ મુખ્ય દ્વાર ઉપર એક તોરણ બનાવીને બાંધજો. બે દિવસ ઠાકોરજીને થાય કે મારું સ્વાગત બરાબર થયું છે * આ સંસારમાં સૌથી અઘરું કામ હોય તો તમારા દ્વારા થયેલા કામનો યશ કોઈ બીજાને આપી દેવો એ બહુ અઘરું છે * ચિંતા નહીં પરમાત્માનું ચિંતન કરવું, ચિંતન થકી દરેક કાર્યનું પરિણામ બદલી શકે છે ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ પૂજામૂલમ ગુરુપદમ મંત્ર મૂલમ ગુરૂ વાકયમ મોક્ષ મૂલમ ગુરુ કળપા

રાજકોટ, તા.૦૪: રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહના પાંચમા દિવસે ભાગવતાચાર્ય જીગ્નેશદાદાએ કથાની શરૂઆત સપ્તાહના ચોથા દિવસે થયેલા નંદોત્સવના પ્રસંગથી કરી અને ઠાકોરજીનું પધારવાનું એક જ કારણ છે આપણી સૌની ઇચ્છાઓ સંપન્ન થાય તેમ જણાવ્યું હતું. ભગવાન ઠાકોરજી આપણને સૌને દર્શન આપવા માટે પર્ધાયા છે. ત્યારબાદ સુખદેવજી મહારાજ અને રાજા પરિક્ષિત વચ્ચેના સંવાદનું વર્ણન કરે છે. તેમજ આ સંસારમાં ત્રણ સમય અને ઘરે અવસર એવો આવે છે જેમાં રાજા હોય કે રંકને વિશેષ આનંદની અનુભૂતિ થાય છે. પહેલું કોઈપણ કાર્યમાં વિજય મળવો, બીજું પોતાના ઘરે શુભ પ્રસંગ અને ત્રીજું પોતાના ઘરે પુત્રનો જન્મ થાય ત્યારે ખુશી મળે છે. આ સાથે નંદબાબાના ઘરે પુત્ર જન્મના પ્રસંગનું વર્ણન કર્યું હતું. આ પ્રસંગે નંદબાબાએ કરેલી ૨ લાખ ગાયના દાનનો મહિમા કહ્યો હતો અને સમજાવ્યું હતું કે, જે વસ્તુ આપણા માટે આવશ્યક છે તેમ છતાં જો આપણે તેનું દાન કરીએ તેને શ્રેષ્ઠ દાન કહેવાય. જે આપણા કામનું નથી, જરૂરી નથી કે તેનો ઉપયોગ નથી તે વસ્તુનું દાન સામાન્ય દાન છે. જીવનમાં આનંદનું મહત્ત્વ સમજાવતા કહ્યું હતું કે, જ્યાં સુધી દાસ ન બનો ત્યાં સુધી આનંદને પામી ન શકો માટે આનંદ મેળવવો હોય તો દાસ બની જાવ. શેઠ બનશો તો મજા આવશે પણ દાસ બનશો તો આનંદ મળશે અને આનંદનો અર્થ છે પરમાત્મા. આ ઉપરાંત ધ્યાન શું છે તેનું વર્ણન કરતા કહ્યું હતું કે, જે માણસે ભગવાનનું ધ્યાન ધર્યું છે તેનું ધ્યાન પરમાત્મા પોતે રાખે છે. અંતે ચિંતા નહીં પરંતુ પરમાત્માનું ચિંતન કરવું, ચિંતનથી કોઇપણ કાર્યનું પરિણામ બદલી શકે છે તેમ જણાવ્યું હતું. શ્રીમદ્ ભાગવત કથા બાદ ગોવર્ધન મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ હતી જેનો અનેક ભાવિકોએ લાભ લીધો હતો.
પૂ. જીગ્નેશદાદાએ જણાવ્યું હતું કે, ભાગવતજીમાં લખ્યું છે નંદબાબાએ બે લાખ ગાયો દાનમાં આપી છે અને ભગવાનના પ્રાગટય સમયે ગાયો દાનમાં દેવી જોઈએ પણ ખાલી ગાયો દાનમાં દેવી છે આટલું સાંભળીને સંકલ્પ ન કરી લેવો પણ પહેલા જાણવું કેવી રીતે આપવાની હોય. આપણને જે વસ્તુ કામમાં નથી આવે એ વસ્તુ દાનમાં દઈ દયો આ ઉત્તમ દાન નથી. તમારે આવશ્યક હોવા છતા પણ એ વસ્તુનું દાન આપી દયો તો ઠાકોરજી રાજી થાય કે ઓહો સરસ દાન કર્યું છે. તમારે ઉપયોગમાં નથી આવવાનું ને એનું દાન આપી દયો તો એ બહુ સામાન્ય વસ્તુ છે. ગાયોને દાનમાં આપી હોય નંદબાબાએ શણગારી શણગારીને ગાયોને શીંગડા સોનાથી મઢીને રેશમી કપડાથી આચ્છાદિત કરીને નંદબાબાએ ગાયો દાનમાં આપી. એમાં બ્રાહ્મણો એટલા આનંદિત હતા. એક બ્રાહ્મણને ત્યાં રહેવાની જગ્યા બહુ ઓછી હતી. ઘર નાનું એવું હતું પણ નંદબાબાએ દશક જેટલી ગાયો એને દાનમાં આપી તો એ દાનમાં લઈને આવ્યા અને આંગણામાં ઓસરીમાં ઘરમાં રસોડા સિવાય બધે બાંધી. એમાં બરાબર ગોરાણીમાં આવ્યા ઘરે જ્યાં જોવે ત્યાં તમે જુઓ બધે ગાયો છે. ગોરબાબાને કહે આ શું છે? ઘરમા સમાતી નથી તો આપણે ને છોકરાઓને જાવું કયાં? અરે પણ આ દાનમાં મળે એટલે કે દાનમાં મળે તો લઈ લેવાનું? ગાયો દાનમાં મળી છતાં પણ એને આનંદ ન થયો પણ જ્યારે ખબર પડી કે આ ગાયો મને નંદબાબાએ આપી છે અરે નંદબાબા આપે તો થોડું આપણે લઈ લેવાનું હોય ? નંદબાબાના ઘરે દીકરાનો જન્મ થયો એટલે આપણને ગાયો દાનમાં આપી છે. ગાયો દાનમાં આપી એનું સુખ નહતું પણ નંદબાબાના ઘરે દીકરો જન્મ્યો એ વાતને લઈને ગોરાણીના મોઢા ઉપર હાસ્ય આવી ગયું'તું. શું નંદબાબાની ઘરે દીકરો જન્મ્યો છે?
ભગવાન આવે અને પછી શણગારીએ નહીં તો કેટલા મોટા મહેમાન છે આ થોડા સામાન્ય મહેમાન છે? અખિલ બ્રહ્માંડના નાયક સ્વયં પોતે મહેમાન બનીને આવે છે. મારે તો અહીંયાં જેટલા લોહાણા સમાજના લોકો બેઠા છો ને બધાને કહેવું છે કે ગઈકાલે ઠાકોરજીનું પ્રાગટય થયું છે. ભગવાન આપણી આ કથાના માધ્યમથી આપણે ત્યાં પ્રગટ થયા છે અને હવે કથાના બે દિવસ બાકી રહ્યા છે જો બની શકે ને તો રાજકોટમાં જેટલા લોહાણા સમાજના ઘર છે એ બધાના ઘરે બે દિવસ મુખ્ય દ્વાર ઉપર એક તોરણ બનાવીને બાંધજો. બે દિવસ ઠાકોરજીને થાય કે મારું સ્વાગત બરાબર થયું છે. ભલેને કથા અહીંયા છે પણ આનંદ તો આપણા અંતરમાં છે કે અમારા ત્યાં ભગવાનની કથામાં ઠાકોરજીનું પ્રાગટય થયું છે. દ્વારે દ્વારે તોરણ બંધાવવું અને આંગણ સાથીયા પુરાવવું જોઈએ પરમાત્મા આવ્યા છે. તો આપણે એને સાથીયા પુરાવીએ એને રંગોળી કરીએ તોરણ બાંધીએ આખા વ્રજને ધ્વજા પતાકાથી શણગારવામાં આવ્યું છે.
દાદાએ કહેલું કે, વાલા ભક્તજનો જ્યાં સુધી દાસ ન બનો ત્યાં સુધી તમે કયારે આનંદને પામી ન શકો. તમને મજા બધીએ શેઠ બનવામાં આવશે. આનંદ મેળવવો હોય તો દાસ બની જાવ. શેઠ બનશો તો મજા આવશે કે મારી નીચે કેટલા લોકો કામ કરે છે પણ દાસ બનશો ને તો આનંદ મળી જાશે. કારણ દાસ થવામાં જે આનંદ છે એ શેઠ થવામાં નથી. જ્યારે સેવા માટે તમે લાગી જાશો ત્યારે તમને આનંદ મળશે. આનંદનો અર્થ છે પરમાત્મા પણ તમારામાં સેવા હોય તો. આપણને ભગવાને આ પ્રકળતિએ આ પરમેશ્વરે આપણને એક એવી જવાબદારી સોપી છે કે સમાજની સેવા થાય. નંદ શબ્દનો અર્થ છે જે બીજાને આનંદ આપે એ નંદ છે. અને યશોદાનો અર્થ છે જે પોતાનો યશ બીજાને આપી દે એ યશોદા. આ સંસારમાં સૌથી અઘરું કામ હોય તો તમારા દ્વારા થયેલા કામનો યશ કોઈ બીજાને આપી દેવો એ બહુ અઘરું છે.
બહુ સુંદર વાત કરતા દાદાએ કહેલું કે, તારી મારી નજર મળે તો પરમાનંદ થઈ જાય. ભગવાનની હારે નજર મળે તો આનંદ થઈ જાય. પણ મુશ્કેલી એ વાતની છે કે ભગવાનના મંદિરમાં જઈને જે ભગવાનની મૂર્તિમાં આંખ નાખીને જોવા જેવું છે ત્યાં આપણે આંખ બંધ કરીએ છીએ અને જ્યાં આંખ બંધ કરવાનું છે ત્યાં ચશ્મા લૂછીને પહેરીએ પાછા દેખાતું નથી. બરાબર તારી ને મારી નજર મળે તો પરમાનંદ થઈ જાય ભગવાનની આંખોમાં જે તેજ પડ્યું છે, ભગવાનની આંખોમાં જે મસ્તી પડી છે. પ્રભુની એ આંખોમાં જે મસ્તી સમાયેલી છે એકવાર ભગવાનની આંખમાં જોઈ લો પછી બીજું જોવાની ઈચ્છા નહી થાય. એકવાર ભગવાનને જોઈ લ્યો પછી બીજું જોવાની ઈચ્છા નહીં પણ આપણે ભગવાનની આંખમાં કાઈ ન દેખાય. બીજાની આંખમાં બધુ દેખાય. પરમાત્માને જોયા પછી સંસારમાં બીજું ગમે શું? આપણને ભક્ત કવિ સૂરદાસજી મહારાજ જેણે કયારેય આ સંસારને જોયું જ નહતું ચાલતા ચાલતા રસ્તામાં એક કૂવો આવતો હતો અને એમાં એ પડી ગયા. તો એ તો કૂવામાં પડ્યા પડ્યા ભગવાનનું ભજન કરતા હતા. ઠાકોરજી એક બાળકના રૂપમાં આવી સૂરદાસજીને બચાવ્યા આંખ આપી ત્યારે સૂરદાસજી મહારાજે કહ્યું પ્રભુ ખરેખર તમારે આપવું હોય તો મને એટલું આપો આ આંખ પાછી બંધ કરી દયો મારે બીજું કઈ જોવું નથી. હવે અરે સૂરદાસ તમે જન્મથી અત્યાર સુધી કશું જોયું નથી આજ પહેલી વાર તમને આ જોવા મળે છે. તમને દ્રષ્ટિ આપી અને માગવા કહ્યું તમે આ તમારી આંખોનું તેજ બંધ કરવાનું કયો છો શું કામ? ત્યારે સૂરદાસજીએ કીધું પ્રભુ અત્યાર સુધી આ આંખોએ કશું જોયું નથી પણ આ પહેલા વેલા તમને જોયા અને તમને જોયા પછી એમ થાય છે કે હવે બીજું કાઈ જોવું નથી. આ સંસારમાં તમને જોયા પછી હવે કશું નથી જોવું. એવી ભગવાનની આંખો સાથે જ્યારે આંખો મળી ગઈ.
દાદાએ સત્સંગની વાત કરતા જણાવ્યું કે, જ્યાં જ્યાં સત્સંગ થઈ રહ્યો છે વાલા ભક્તજનો ત્યાં જશો તો તમારી અવિદ્યા રૂપી એ પૂતના મરી જશે. પુતનાને મારવી હોય તો સત્સંગમાં જાવ. એક વાત યાદ રાખજો વાલા વૈષ્ણવો ભગવાનને બુહારીની સેવા બહુ પ્યારી છે. ભગવાનના મંદિરમાં તમે ડોનેશન બોક્સમાં એક રૂપિયો નહી નાખો ચાલશે, ભગવાનને ફળ નહી ધરો તો ચાલશે પણ જે મંદિરમાં ભગવાનના ભક્તો આવી અને ભગવાનના દર્શન કરવાના છે એ મંદિરની સફાઈ કરી નાખશો તો મારો ઠાકોરજી તમારી સેવા પહેલા સ્વીકારી લેશે. મહાપુરુષોએ કહ્યું છે કે, કોઈ જગ્યાએ લોભ ન કરવો નહી. તો ઘણા બધા લોકો માનસી સેવામાં લોભ કરે. જિંદગીમાં કયારેય પણ લોભ ન કરશો લોભ એ પાપનું મૂળ છે. બને એટલી કરકસર કરો પણ લોભ ન કરશો. ભાગવતજીમાં લખ્યું છે કે ભાગવત કથાનું આયોજન કરનાર માણસે જેમ પોતાના દીકરા અને દીકરીમાં લગનમાં મન મૂકીને પૈસા વાપરે એમ પોતાની ની સંપત્તિ ઠાકોરજી માટે મન મૂકીને વાપરવી જોઈએ. ભગવાનના કાર્યમાં લોભ ન કરશો. હું તમને ભરોસા સાથે કહું છું કે કોઈનો ભાર ન રાખે મોરારી વ્યાજ સહિત પાછું આપે વનમાળી. તમે ભગવાન માટે એક રૂપિયો વાપરશો ને તો સવા રૂપિયો આપવાની તૈયારી એની છે.
જ્યાં સુધી તમારા પુણ્યનો ઉદય ન થાય ત્યાં સુધી તમે પણ કથામાં ન જઈ શકો અને પુણ્યનો ઉદય ન થાય ત્યાં સુધી તમને પણ પરમાત્માની કથા મળે નહી. જ્યાં સુધી તમારું પુણ્ય ન વધે ત્યાં સુધી તમે કયારેય કથામાં ન જઈ શકો. લોકો કહેતા હોય છે કે, અમારે તો બહુ ભગવાનની કળપા થઈ ગઈ કે અમને તો મોટો બંગલો થઈ ગયો, અમારે મોટી ફેક્ટરી થઈ ગઈ, મોટી ગાડી થઈ ગઈ, દીકરાને સારી નોકરી મળી ગઈ, દીકરીને ઘર મળી ગયું. વાલા ભક્તજનો યાદ રાખજો આ ગાડી બંગલા મોટું થાય એ ભગવાનની કળપા નથી. તમે સત્સંગમાં જઈ શકો એ ભગવાનની કળપા છે. પરમાત્માનું નામ લઈએ ઘરેથી નીકળીને ઓફિસ જાવ છો. ઓફિસ જતા સમયે ચાલો છો તો એ ચાલતા ચાલતા પરમાત્માનું નામ લેશો તો તમારું ચાલવું પણ યાત્રા બની જશે. વાલા ભક્તજનો ભોજન કરવા બેસો છો ત્યારે પરમાત્માને જમાડીને ભોજન કરશો તો તમારું ભોજન ભગવાનનો મહા-સાદ બની જશે. ગમે તે કામ કરો પણ પરમાત્માને યાદ કરતા રહો. બીજું બધું ભૂલી જવાય પણ ભગવાન કોઈદી ભૂલાય વાલા વૈષ્ણવો?
દાદા એ જણાવેલું કે, ગોવર્ધનની કથા આપણને બધાને બહુ સંદેશાઓ આપી જાય છે. પહેલો સંદેશો છે કે જ્યારે ભગવાન પૂજા કરવા માટે નીકળતા હતા ત્યારે નંદબાબા દ્વારા કેવડાવ્યું કે બાબા સૌને કહેજો હો સામગ્રી બહુ વધારે સાથે લે કારણ કે આપણે ભગવાનની પૂજા કરવા જઈએ. ત્યારે ચાંડાલથી લઈ અને કુતરાઓ સુધી બધા લોકોને આપણે ભોજન આપવું જોઈએ પરમાત્માની કથા હોય પરમાત્માની પૂજા હોય ત્યારે ભોજન પ્રસાદ અવશ્ય આપવો જોઈએ. બીજી વાત જ્યારે ભગવાને આ ગોવર્ધનનાથને તોડ્યા અને બધાએ લાકડીનો ટેકો આપ્યો.આ કથા સમાજના સૌ લોકોને સમાજના શ્રેષ્ઠીઓને સમાજના મોટા લોકોના માટે સંદેશો છે કે જ્યારે આપણા સમાજનો નાની ઉંમરનો કોઈ માણસ કોઈ કામ મોટું હાથમાં લઈ લે તો સર્વે પોતાનો ટેકો એને આપવો જોઈએ. આપણો હાથ લઈ લેવો ન જોઈએ. જેનાથી કામ સારું થાય અને સૌને ભગવાને આશ્રય આપ્યો. ભગવાને સંદેશો આપ્યો છે કે જેમ એ ગોવર્ધનને સાત દિવસ તોડ્યો હતો એમ આ શરીરરૂપી ગોવર્ધનને પણ મેં સાત દિવસ તોળી રાખ્યો છે. જેવી ભગવાન એમાંથી પોતાની શક્તિ થોડીક લઈ લેશે એટલે આ ગોવર્ધને પડી જવાનો છે. સાત દિવસ સુધી ભગવાને આ ગોવર્ધનને તોળી રાખ્યો છે.
પ્રભુ મારી ચિંતા કરનારો કળષ્ણ હજી જાગે છે ને એટલા માટે મને ઊંઘ આવે છે
એક પ્રસંગ વર્ણવતા દાદાએ જણાવેલું કે, વાલા ભક્તજનો અર્જુનને ભગવાને પૂછયું કે તને આ ઊંઘ કેમ આવે છે? કોઈને ઊંઘ નથી આવતી અને તું આટલો ઘસઘસાટ ઊંઘે છે કેમ? ત્યારે અર્જુન બોલ્યા હતા કે પ્રભુ મારી ચિંતા કરનારો કળષ્ણ હજી જાગે છે ને એટલા માટે મને ઊંઘ આવે છે. મારી કળષ્ણ મારી ચિંતા કરતો કળષ્ણ હજી જાગે છે પણ તમને કહું કે કળષ્ણ શું કામ ચિંતા કરતા હતા? એનું એકમાત્ર કારણ હતું કે અર્જુન સુતા હોય ને તો એના રૂવાડોમાંથી અવાજ આવતો હતો કળષ્ણ કળષ્ણ કળષ્ણ. જેના મુખમાં સતત ભગવાનનું નામ હોય ને એની ચિંતા ઠાકોરજી પોતે કરતા હોય છે. માટે પરમાત્માનું ચિંતન કરશો કયારે ચિંતા ન કરશો. તમારી ચિંતા તમારા કાર્યનું પરિણામ બદલાવવાની તાકાત નથી ધરાવતું પણ પ્રભુનું ચિંતન કરો તમારા કાર્યનું પરિણામ બધું બદલાવી નાખશે. ચિત્ત તું સિદ્ધને ચિંતા ધરે કળષ્ણને કરવું હોય તે કરે... તું શા માટે ચિંતા કરે છે એને જે કરવું છે તે કરશે. એક વાકય યાદ રાખવું. આ સંસારમાં કરતુમ અકરતુમ અન્યથા કરતુમ સમર્થ ભગવાન શ્રી હરિ છે આપણે કશું જ નથી કરતા. આપણાથી બધું કરાવી રહ્યા છે. ઠાકોરજી અને જો આપણાથી કરાવી રહ્યા છે તો પરમાત્માને પ્રાર્થના કરી ઠાકોરજી જો તમે મારાથી કામ કરાવી રહ્યા છો તો કમ સે કમ કોઈનો અપયશ મળે એવું કામ મારા હાથથી ન થાય એટલી કળપા કરજો. બીજું કાઈ કરો કે ન કરો બસ મારાથી કોઈનું સારું ન થાય તો કાઈ નહી પણ મારાથી કોઈનું ખરાબ ન થાય. કયારે હું કોઈનું કયારેય ખરાબ ન કરું આવી પ્રભુ પાસે માગણી કરજો.(૩૮.૨૩)
ભગવાને જ્યારે વેણુ વગાડી તેને સાંભળી ગોપીઓએ જે ગીત ગાયું એનું નામ છે વેણુગીત
વાંસળી ઉપર દાદાએ કહેલું કે, પ્રભુ વેણુ વગાડે છે અને ભગવાનની વાંસળી એટલે વાલા ભક્તજનો જળને ચેતન બનાવે ને ચેતનને જળ બનાવે એવી કામણગારી છે. ભગવાનની વાંસળી ભાગવતજીમાં લખ્યું છે જેણે જેણે ભગવાનની વાંસળી સાંભળી પછી પોતાના રહ્યા જ નથી. કોઈપણ વસ્તુનો પ્રારંભ થાય ને એટલે એમાં લખવું પડે અથ કોઈપણ કાર્ય પ્રારંભ કરો તો લખવું પડે અથ શ્રી ગણેશાય નમઃ પણ વેણુગીતનો પ્રારંભ થયો ઈતિશ્રી પૂરું થઈ ગયું ત્યાં ભાગવત આપણે સતના કથા માં જાવ તો ગોરબાપા પહેલો અધ્યાય પૂરો થાય એટલે શું કે ઈતિશ્રી સ્કંદ પુરાણે રેવાખંડે સત્યનારાયણ વ્રત કથાયામ પ્રથમો અધ્યાય ઈતિશ્રી આવે અધ્યાય પૂરો થયો એટલે અહીયા તો વેણુગીત ચાલુ થયું ત્યાં જ લખ્યું ઈતિ વેણુરવમ રાજનમ સર્વભૂત મનોહરમ. પરમાત્માની વેણુ એટલે ગાયો ઘાસ ખાવાનું ભૂલી જાય, પક્ષીઓ ઉડવાનું ભૂલી જાય, યમુનાનું જળ ઊભું રહી જાય, અરે ગોપીઓ ભગવાનની વાંસળી સાંભળે અને તાવડીમાં ચુલા રોટલો નાખ્યો હોય એને ફેરવાઈ ન ઉભી રહે. કનૈયાની વાંસળી સંભળાય ને તો ભાગવતકાર એમ લખે છે કે ગોપી એ બોઘરું નીચે મૂકવા માટે ઊભી નથી થતી સીધી ઊભી થઈ જાય અને બોઘરું ઢોળાઈ જાય છે. આટલી તન્મયતા પમાડી દે છે. ભાગવતકારે તો ત્યાં સુધી લખ્યું છે કે ગાયોના નાના વાછડાઓ પોતાની માના આંચળને મોઢામાં દબાવે અને એમાં જે દૂધ નીકળે ને ઘૂટડો ભેગો થાય એ ઘૂટડો પીવે એના પહેલા જો ભગવાનની વાંસળી સંભળાઈ જાય તો ઘૂટડો ગળે ઉતારવાનું ભૂલી જાય છે. ભગવાને જ્યારે વેણુ વગાડી એ વેણુને સાંભળી અને ગોપીઓએ જે ગીત ગાયું એનું નામ છે વેણુગીત. ભાગવતનું પહેલું ગીત વેણુગીત અને એ ગોપીઓ ભગવાન માટે થઈ એ વાંસળીને સાંભળી અને જંગલમાં આવે ત્યારે વાંસને પૂછે છે બેન આ વાસના કયા એવા પુણ્ય હશે કે જે આપણા કનૈયાના હોઠનો તકયો કરીને પડ્યું છે. ત્યારે વાંસને વાંચા ફૂટી અને વાસ બોલ્યો છે કે ગોપીઓ કનૈયાના હોઠનો તકયો મળ્યો એ આમનો નથી મળ્યો. અમે જંગલમાં ઉગ્યા અમારા ઉપર તાપ પડ્યો અમારા ઉપર ટાઢ પડી અમારા ઉપર વરસાદ પડ્યો અમે ભૂખ અને તરસ સહન કર્યા આ દુઃખ સહન કર્યા એટલું નહીં અમે મોટા થયા તો કોઈ કે અમારા શરીરમાં તીક્ષ્ણ હથિયારોના ઘા કરી અને અમારા મૂળથી જુદા કર્યા એ દુઃખ સહન કર્યા અમને ઘરે લઈ ગયા પછી દુઃખ બંધ નથી થયા. અમારા શરીરના નાના નાના ટુકડા કર્યા એ દુઃખને સહન કર્યા અને નાના ટુકડા થયા પછી પણ દુઃખ આપ્યા અમારી અંદર છિદ્રો પાડ્યા. આ બધા દુઃખને સહન કર્યાને એટલે કનૈયાના હોઠનું સુખ મળ્યું છે. આ સંસારમાં દુઃખ ન પડે ત્યાં સુધી સુખનો તમને કયારેય મહિમા નહી જાગે. વાંસળીએ બીજી બે વાતો બહુ સરસ કરી છે કે ગોપીઓ કળષ્ણ અમને એની પાસે રાખે છે ને એનું મૂળ એક બીજું કારણ એ છે અમે અંદરથી ખાલી છીએ. અમે ભીતરથી ખાલી છીએ. આ વાંસળી આ સંસારના લોકોને કહે છે કે તમારી અંદર પણ કામ ક્રોધ જે પડ્યા છે એને કાઢી નાખો કળષ્ણ પણ તમને એની પાસે રાખશે. આ બધું કાઢી નાખો અને છેલ્લી વાત સાંભળવા જેવી છે એક ગોપીએ પૂછયું તમને પાસે રાખેલું બીજું કાઈ કારણ ખરું? ભગવાનની વાંસળીએ કીધું હા છે ને.. અમને કળષ્ણ જેટલું બોલાવે ને એટલું જ અમે બોલીએ એટલે અમને એની પાસે રાખે છે.
(4:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
