News of Saturday, 5th April 2025
ચાંદીની થાળીમાં જમવાનું માગવું એ કંઈ દહેજ માગવું ન કહેવાયઃ બોમ્બે હાઈ કોર્ટ

મુંબઈ,તા.૫: બોમ્બે હાઈ કોર્ટે પુણેના ૩૩ વર્ષના એગ્રિકલ્ચરિસ્ટના કેસના સંદર્ભમાં કહ્યું હતું કે લગ્ન વખતે દીકરીના પિતા પાસેથી ચાંદીની થાળીમાં જમવાનું માગવું એ કંઈ દહેજ ન કહેવાય. વાત એમ છે કે ૨૦૨૧માં આ ભાઈનાં લગ્ન થયાં ત્યારે તેમણે ચાંદીની થાળીમાં જમવાનું તેમ જ સોનાની વીંટી માગી હતી. કન્યાપક્ષે આને દહેજની માગણી અને ઘરેલુ હિંસાની કલમ લગાવીને કેસ કર્યો હતો. નીચલી અદાલતોએ એ માટે યુવકને બે વર્ષની જેલ અને પાંચસો રૂપિયાનો દંડ કર્યો હતો. જોકે બોમ્બે હાઈ કોર્ટમાં જ્યારે આ ચુકાદાને પડકારવામાં આવ્યો ત્યારે જજે કહ્યું હતું કે લગ્ન સમયે ચાંદીની થાળીમાં ભોજન ન પીરસાયું એ મુદ્દે યુવકની નારાજગી ટેમ્પરરી હતી એને દહેજની માગણીનો મુદ્દો ન કહેવાય. લગ્ન પછી કપલ સાથે સારી રીતે રહ્યું હતું અને તેમને એક સંતાન પણ છે.
(4:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
