મંગળવારે મુંબઈના બાન્દ્રા-કુર્લા-કૉમ્પ્લેક્સ પરિસરમાં સાંજના અઢી કલાક માટે પાણીપુરવઠો બંધ રહેશે.
બાન્દ્રામાં જૂની પાણીની પાઈપલાઈન બદલવાનની કામગીરીના કારણે પાણી વિતરણ બંધ રખાશે

મુંબઈ: બાન્દ્રામાં જૂની પાણીની પાઈપલાઈન બદલવાનું કામ હાથ ધરવામાં આવવાનું હોવાથી મંગળવારે બાન્દ્રા-કુર્લા-કૉમ્પ્લેક્સ પરિસરમાં સાંજના અઢી કલાક માટે પાણીપુરવઠો બંધ રહેશે.
બાન્દ્રા પૂર્વમાં ૬૦૦ ઈંચ વ્યાસની તુલસી પાઈપલાઈન જૂની થઈ ગઈ છે, તેથી તેને બંધ કરવામાં આવી છે. જૂની પાઈપલાઈનને બદલે નવી પાઈપલાઈન નાખવાની છે. આ કામ મંગળવારે, આઠ એપ્રિલ,૨૦૨૫ના કરવામાં આવવાનું છે. તેથી બાન્દ્રા-કુર્લા કૉમ્પ્લેક્સમાં મંગળવારે સાંજના પાંચ વાગ્યાથી સાડા સાત વાગ્યા દરમ્યાન પાણીપુરવઠો ખંડિત કરવામાં આવશે.
આ પાઈપલાઈનનું કામ પૂરું થયા બાદ એચ-પૂર્વ વિભાગમાં પાણીપુરવઠામાં સુધારણા થવાની શક્યતા પાલિકાએ વ્યક્ત કરી હતી.
પાઈપલાઈન બદલવાનું કામ મંગળવારે પૂરું થઈ જશે. આ દરમ્યાન નાગરિકોને પાણી પુરવઠો બંધ રહેવાનો હોવાથી નાગરિકોને તકેદારીના પગલારૂપે પાણી ભરી રાખવાની સૂચના આપવામાં આવી છે. વધુમાં નાગરિકોને આગામી ચારથી પાંચ દિવસ પાણી ગાળીને તથા ઉકાળીને પીવાની સલાહ પણ પાલિકાએ આપી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
