<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 6th April 2025

ભારત રામમયઃ અયોધ્યા, કાશી, દિલ્હી, નાગપુર સહિત દેશભરમાં રામ નવમીની ઉજવણી

અયોધ્યામાં ઉજવણી માટે કડક સુરક્ષા વ્યવસ્‍થાઃ રામનગરીને ફૂલો અને રંગબેરંગી રોશનીથી શણગારઃ યુપીના 42 શહેરોમાં રામ નવમીને લઈને એલર્ટ જાહેર

નવી દિલ્‍હીઃ આજે દેશભરમાં રામ નવમીનો તહેવાર ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવી રહ્યો છે. સવારથી જ રામ ભક્તો અયોધ્યા, કાશી, દિલ્હી, નાગપુર, કોલકાતા સહિત દેશના વિવિધ શહેરોમાં મંદિરોમાં પૂજા માટે પહોંચી રહ્યા છે. ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ નવમી નિમિત્તે યોજાનારી ભવ્ય ઉજવણી માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.

નરેન્‍દ્રભાઇએ શુભેચ્‍છા પાઠવતા જણાવેલ કે, રામ નવમીની તમામ દેશવાસીઓને શુભકામનાઓ. ભગવાન શ્રી રામની જન્મજયંતિનો આ પવિત્ર અવસર તમારા બધાના જીવનમાં નવી ચેતના અને નવો ઉત્સાહ લાવે, જે મજબૂત, સમૃદ્ધ અને સક્ષમ ભારતના સંકલ્પને સતત નવી ઉર્જા પ્રદાન કરશે. જય શ્રી રામ!

રામનગરીને ફૂલો અને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવી છે. શ્રી રામ જન્મભૂમિ અને રામ મંદિરના મુખ્ય દરવાજાને પણ રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યા છે. કોલકાતામાં 50 થી વધુ રામ નવમી શોભાયાત્રા કાઢવામાં આવે તેવી શક્યતા છે, જેમાં પાંચ મોટી શોભાયાત્રાનો સમાવેશ થાય છે, જેને ધ્યાનમાં રાખીને પોલીસે સુરક્ષા વ્યવસ્થા કડક બનાવી છે. મિશ્ર વસ્તીવાળા યુપીના 42 શહેરોમાં રામ નવમીને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

(2:28 PM IST)