<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 6th April 2025

ગઇકાલે ૪૩.૬ ડિગ્રી સાથે રાજકોટ ગુજરાતનું સૌથી ગરમ શહેર રહેલઃ ૯ જીલ્‍લાઓમાં હીટવેવની ચેતવણી

આજે કચ્‍છમાં ગરમીનું રેડ એલર્ટઃ રાજકોટ-મોરબીમાં ઓરેન્‍જ એલર્ટ

અમદાવાદઃ એપ્રિલ મહિનાની શરૂઆત સાથે જ ઉત્તર ભારતમાં પણ તાપમાનમાં વધારો થવા લાગ્યો છે. દેશની રાજધાની દિલ્હી સહિત ઘણા રાજ્યોમાં ગરમીના કારણે સ્થિતિ પહેલાથી જ ખરાબ થઈ ગઈ છે. ગુજરાતના  કેટલાક શહેરોમાં પારો 42ને પાર પહોચ્યો છે.આજે કચ્છ જિલ્લામાં ગરમીનું રેડ એલર્ટ અપાયું છે. આજે રાજકોટ અને મોરબીમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ છે. રાજ્યના 9 જિલ્લામાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. શનિવારે 43.6 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યું છે. શનિવારે 42 ડિગ્રી સાથે અમદાવાદમાં સિઝનનો સૌથી ગરમ દિવસ રહ્યો. શનિવારે 15 શહેરોમાં આંશિકથી લઈ સાડા છ ડિગ્રી તાપમાન ઉંચકાયો છે.

 દિલ્હીમાં શનિવારે (5 એપ્રિલ) મહત્તમ તાપમાન 35.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે આ સિઝનના સામાન્ય તાપમાન કરતાં 1.7 ડિગ્રી વધુ છે.ભારતીય હવામાન વિભાગ (IMD) એ રવિવારે (6 એપ્રિલ) દિલ્હીમાં સ્વચ્છ આકાશ અને હીટવેવ  લઈને એલર્ટ જાહેર કર્યું છે. આ સમયગાળા દરમિયાન, મહત્તમ તાપમાન 39 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે.

ઉત્તર પ્રદેશમાં પણ ગરમી અને હીટ વેવને લઈને એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યના ઘણા જિલ્લાઓમાં તાપમાન 40 ડિગ્રીની નજીક રહી શકે છે.

હરિયાણાના ઘણા જિલ્લાઓમાં પણ આકરી ગરમી પડી રહી છે. તાપમાન 42 ડિગ્રી સુધી પહોંચી શકે છે. હવામાન વિભાગે ગુરુગ્રામ, હિસાર, સિરસા, ફતેહાબાદ, ભિવાની, ચરખી દાદરી, ઝજ્જર, રેવાડી, મહેન્દ્રગઢ, ફરિયાબાદ અને પલવલમાં યલો હીટ વેવ એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે મધ્યપ્રદેશ રાજ્યના ઘણા જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ પણ જાહેર  કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં ખાસ કરીને ઉજ્જૈન, ગ્વાલિયર, શ્યોપુર કલાન, ચંબલ, મોરેના, નિવારી, ટીકમગઢ, નીમચ, મંદસૌર, રતલામ અને રાજગઢનો સમાવેશ થાય છે. આ સિવાય રાજધાની ભોપાલ અને ઈન્દોરમાં પણ તાપમાન 40 ડિગ્રીને પાર કરી શકે છે.

ભારતના ઉત્તર ભાગમાં આકરી ગરમીના કારણે લોકોનું જીવન મુશ્કેલ બની ગયું છે. હવામાન વિભાગે ભારતના દક્ષિણ અને ઉત્તર-પૂર્વીય ભાગોના ઘણા રાજ્યોમાં વરસાદની સંભાવના પણ વ્યક્ત કરી છે. આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં વરસાદની સંભાવના છે. દક્ષિણ ભારતમાં, આંધ્ર પ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારો, કર્ણાટકના ઉત્તરીય ભાગો અને તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલ સહિત આંદામાન અને નિકોબાર ટાપુઓના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે.

(2:48 PM IST)