News of Monday, 7th April 2025
પગે પડી ગયા !! વિયેતનામ, તાઈવાન અને ઝિમ્બાબ્વેએ અમેરિકાથી આયાત થતી તમામ વસ્તુઓ પરના ટેરિફ સ્થગિત કરી દીધા: અમેરિકા સાથે વાટાઘાટો કરવા તૈયાર: ન્યુઝ ફર્સ્ટ

વોશિંગ્ટન: વૈશ્વિક વેપારમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. વિયેતનામ, તાઈવાન અને ઝિમ્બાબ્વેએ શરણાગતિ સ્વીકારી લઈ અમેરિકાથી આયાત થતી તમામ વસ્તુઓ પર લગાવેલા આયાત ટેરિફને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.
આ પગલું અમેરિકાના આર્થિક દબાણ અને વેપાર સંબંધોને મજબૂત કરવાના પ્રયાસના ભાગરૂપે જોવામાં આવી રહ્યું છે.
જાપાનના વડાપ્રધાનની મોટી જાહેરાત: જાપાનના વડાપ્રધાને જણાવ્યું છે કે તેઓ અમેરિકાની મુલાકાત લેવા અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ટેરિફ અંગે વાટાઘાટો કરવા તૈયાર છે.
આ પગલું જાપાનના વેપારી હિતોને સુરક્ષિત રાખવા અને અમેરિકા સાથેના સંબંધોને વધુ મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે લેવામાં આવી રહ્યું છે.
આ નિર્ણયો વૈશ્વિક અર્થતંત્ર પર ઊંડી અસર કરી શકે છે, ખાસ કરીને એશિયા અને આફ્રિકાના દેશોના વેપારમાં મોટા ફેરફારો જોવા મળી શકે છે.
(9:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
