<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th April 2025

‘ન ભુતો... ન ભવિષ્‍યતિ..': રાજકોટ લોહાણા મહાજન આયોજીત ભાગવત સપ્તાહની યાદગાર પૂર્ણાહૂતિઃ આનાથી વધારે કંઇ હોય જ નહીં

ભાવિકોના મહાસાગર વચ્‍ચે ભકિત, ભોજન અને ભજનનો ત્રિવેણી સંગમઃ લોકોની આંખમાં રીતસર આંસુ આવી ગયા :કથાની અભુતપૂર્વ સફળતા બાદ અકિલા પરિવારના મોભી, જ્ઞાતિ શ્રેષ્‍ઠી કિરીટભાઇ ગણાત્રાનો અંતઃકરણપૂર્વક આભાર વ્‍યકત કરતા રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ રાજુભાઇ પોબારૂ તથા કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ પવિત્ર ભાગવત સપ્તાહના સાત દિવસો દરમ્‍યાન સામાજીક, રાજકીય, ધાર્મિક ક્ષેત્રના વિવિધ અગ્રણીઓએ તથા હજ્‍જારો ભાવિકો, વૈષ્‍ણવો, સનાતનીઓએ પવિત્ર કથાનું રસપાન કરીને પૂણ્‍યનું ભાથુ બાંધ્‍યું: અંતિમ દિવસે પૂર્વ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશી, સામાજીક અગ્રણીઓ છબીલભાઇ પોબારૂ, શીવલાલભાઇ આદ્રોજા, અનુપમભાઇ દોશી, અશ્વિનભાઇ પટેલ, સુનિલભાઇ વોરા, પ્રજ્ઞેશભાઇ પટેલ, પ્રતાપભાઇ પટેલ, હસુભાઇ રાચ્‍છ, નલીનભાઇ તન્ના, યુ.કે. સ્‍થિત શ્રી નિક કામારીસ તથા ડો. સપનાબેન ચોટાઇ, જયશ્રીબેન મધુસુદનભાઇ સોનપાલ, બાર એસો.ના પૂર્વ પ્રમુખ બકુલભાઇ રાજાણી સહિતના મહાનુભાવોએ પવિત્ર કથાનું રસપાન કર્યુઃ સુદામાં ચરિત્ર દરમ્‍યાન લોકો ભાવવિભોર બન્‍યા : સમગ્ર ભાગવત સપ્તાહને અકિલાના એકઝીકયુટીવ એડીટર અને વેબ એડીશનના તંત્રી નિમિષભાઇ ગણાત્રાનો સતત સાથ-સહકાર-હૂંફ સાંપડયા : વિશ્વના લાખો ભાવિકોએ ફેઇસબુક ઉપર અકિલા ન્‍યુઝ ડોટ કોમ તથા રાધે રાધે યુ-ટયુબ ચેનલ ઉપર ઐતિહાસિક-પવિત્ર શ્રીમદ્‌ ભાગવત કથાનું શ્રવણ કર્યું : ભાગવત સપ્તાહના અંતિમ દિવસે કથા મંડપમાંથી વિન્‍ટેજ કાર દ્વારા પૂ. જીગ્નેદાદા ડોમની બહાર પોતાની ગાડી સુધી ગયાઃ હજ્‍જારો લોકોનું અભિવાદન ઝીલીને ભાવિકોને આશીર્વાદ આપ્‍યા : રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ રાજુભાઇ પોબારૂ અને કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ સહિતના સમગ્ર ટ્રસ્‍ટી મંડળ-ટીમ દ્વારા અભુતપૂર્વ-કાબિલેદાદ આયોજન સંપન્ન

 રાજકોટ, તા.૭: વિશ્વના સોથી મોટા લોહાણા મહાજન   ‘ રાજકોટ લોહાણા મહાજન' દ્વારા સુપ્રસિધ્‍ધ ભાગવતચાર્ય  પૂ. જીગ્નેશદાદાના  વ્‍યાસાસને રેસકોર્ષ , રાજકોટ ખાતે યોજાયેલ ભવ્‍ય - જાજરમાન-પવિત્ર ૧૦૮ શ્રી મદ્‌ ભાગવત સપ્‍તાહની યાદગાર પૂર્ણાહૂતિ થઇ હતી. ‘ ન ભુતો ન ભવિષ્‍ય' કહી શકાય તેવી પવિત્ર ભાગવત સપ્‍તાહ સંદર્ભે હજજારો ભાવિકોના  મોઢામાંથી એક જ સંતોષકારક ઉદ્‌ગારો નિકળતા હતા કે, ‘‘ આનાથી વધારે કંઇ હોય જ નહી'' ‘‘ રાજકોટ લોહાણા મહાજને ખરા અર્થમાં ઐતિહાસિક સપ્‍તાહ કરી છે.  અકિલા પરિવારના મોભી, જ્ઞાતિ શ્રેષ્‍ઠી શ્રી કિરીટભાઇ ગણાત્રાના સહયોગ અને માર્ગદર્શન હેઠળ યોજાયેલ પવિત્ર ૧૦૮ શ્રીમદ્‌  ભાગવત સપ્‍તાહમાં ભાવિકોના મહાસાગર વચ્‍ચે સાતેય દિવસો દરમ્‍યાન ભકિત, ભોજન અને ભજનનો ત્રિવેણી સંગમ રચાયો હતો. ભકિતમય આધ્‍યાત્‍મિક વાતાવરણમાં દરરોજ કથાશ્રવણ બાદ હજજારો ભાવિકોએ મહાપ્રસાદ લઇનેૃ ધન્‍યતા અનુભવી હતી. અંતિમ દિવસે તો પૂ. જીગ્નેશદાદાએ પોતાની દિવ્‍યવાણી થકી કથાને વિરામ આપતા જ હજજારો લોકોની આંખમાં રીતસર આંસુ આવી ગયા હતા અને લોકો ભાવવિભોર બની ગયા હતા.

રાજકોટ લોહાણા મહાજન દ્વારા થતા સમાજ ઉત્‍કર્ષના વિવિધ સામાજીક, ધાર્મિક, સાંસ્‍કૃતિક, સેવાકીય, તબીબ, શૈક્ષણિક, રોજગારલક્ષી, કાર્યોમાં અકિલા પરિવારના મોભી જ્ઞાતિ શ્રેષ્‍ઠી શ્રી કિરીટભાઇ ગણાત્રાનો સતત સહયોગ અને માર્ગદર્શન મળી રહયાનું લોહાણા મહાજન પ્રમુખ શ્રી રાજુભાઇ પોબારૂ અને કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇએ જણાવ્‍યું હતું. પવિત્ર શ્રીમદ્‌ ભાગવત સપ્‍તાહની અભુતપૂર્વ સફળતા બદલ તથા સતત સહયોગ અને માર્ગદર્શન આપવા બદલશ્રી રાજુભાઇ પોબારૂ અને ડો. નિશાંતભાઇ ચોટાઇએ અકિલા પરિવારના મોભી જ્ઞાતિશ્રેષ્‍ઠી શ્રી કિરીટભાઇ ગણાત્રાને અંતઃ કરણપૂર્વક આભાર વ્‍યકત કર્યો હતો.

સમગ્ર ભાગવત સપ્‍તાહને અકિલાના એકઝીકયુટીવ એડીટર અને વેબ એડીશન ના તંત્રી શ્રી નિમિષભાઇ ગણાત્રાનો સતત સાથ-સહકાર હૂંક સાંપડયા હતા.

વિશ્વના લાખો ભાવિકોએ ફેઇસબુક ઉપર અકિલા ન્‍યુઝ ડોટ કોમ તથા રાધે રાધે યુ-ટયુબ ચેનલ ઉપર ઐતિહાસિક -પવિત્ર શ્રીમદ્‌ ભાગવત કથાનું શ્રવણ કર્યુ હતું.

ભાગવત સપ્‍તાહના સાત દિવસો દરમ્‍યાન સામાજીક, રાજકીય ધાર્મિકક્ષેત્રના વિવિધ અગ્રણીઓએ તથા હજજારો ભાવિકો, વેષ્‍ણવો, સનાતનીઓએ પવિત્ર કથાનું રસપાન કરીને પુણ્‍યનું ભાથું બાંધ્‍યું હતું. રાધે રાધેના નાદ સાથે સોૈ કોઇ કૃષ્‍ણભકિતમાં લીન બની ગયા હતા. સપ્‍તાહના અંતિમ દિવસે રાજકોટના પૂર્વ શહેર ભાજપ પ્રમુખ શ્રી મુકેશભાઇ દોશી, સામાજીક અગ્રણીઓ શ્રી છબીલભાઇ પોબારૂ, શીવલાલભાઇ આદ્રોજા, અનુપમભાઇ દોશી, અશ્વિનભાઇ પટેલ, સુનિલભાઇ વોરા, પ્રજ્ઞેશભાઇ પટેલ, પ્રતાપભાઇ પટેલ, હસુભાઇ રાચ્‍છ, નલીનભાઇ તન્‍ના, યુ.કે. સ્‍થિત શ્રી નિક કામારીસ તથા ડો. સપનાબેન ચોટાઇ, જયશ્રીબેન મઘુસુદનભાઇ સોનપાલ, બાર એસોસીએશન રાજકોટના પૂર્વ પ્રમુખ અને સિનિયર ધારાશાસ્‍ત્રી શ્રી બકુલભાઇ રાજાણી જાણીતા એમ.ડી. ફીઝીશ્‍યન ડો. મિલાપભાઇ મશરૂ તથા શ્રીમતી ઉર્મિબેન મશરૂ, અગ્રણી શ્રી પરેશભાઇ ડોડીયા, રાજકોટ માર્કેટીંગ યાર્ડના પ્રમુખશ્રી જયેશભાઇ બોધરા સહિતના મહાનુભાવોએ પવિત્ર કથાનું રસપાન કરી પૂણ્‍યનું ભાથું બાંધ્‍યું હતું.

સુદામા ચરિત્ર દરમ્‍યાન કથામાં ભાવવાહી દૃશ્‍યો સર્જાયા હતા.અંતિમ દિવસે કથા વિરામબાદ પૂ. જીગ્નેશદાદા ઇશ્વર તથા મુખ્‍ય પોથીજીને વંદન કરીને કથા મંડપમાંથી સ્‍પેશ્‍યલ વિન્‍ટેજ કાર દ્વારા વિશાળ ડોમની બહાર પોતાની ગાડી સુધી ગયા હતા. હજજારો લોકોનું અભિવાદન ઝીલીને ભાવિકોને આશીર્વાદ પણ આપ્‍યા હતા. રાજકોટ લોહાણા મહાજન પ્રમુખ શ્રી રાજુભાઇ પોબારૂ અને કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ સહિતની સમગ્ર ટીમ દ્વારા અભૂતપૂર્વ- કાબિલેદાદ આયોજન સંપન્‍ન થયું હતું.

શ્રીમદ્‌  ભાગવત સપ્‍તાહના ભવ્‍ય દિવ્‍ય-આલોૈકિ આયોજનને સફળ બનાવવા રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખશ્રી રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ, મહાજન ઉપપ્રમુખ શ્રીમતિ રૂપલબેન રાજદેવ, મંત્રી શ્રીમતી રીટાબેન કોટક, ખજાનચી શ્રીધવલભાઇ કારીયા, ટ્રસ્‍ટઓ શ્રીજીતુભાઇ ચંદારાણા, કિશોરભાઇ કોટક, હરીશભાઇ લાખાણી, એડવોકેટ શ્‍યામલભાઇ સોનપાલ, ડો. પરાગ દેવાણી હિરેનભાઇ ખખ્‍ખર, એડકવોકેટ તુષારભાઇ ગોકાણી, શેૈલેષભાઇ પાબારી, દિનેશભાઇ બવારીયા, એડવોકેટ મનિષભાઇ ખખ્‍ખર, ડો. જનકભાઇ ઠક્કર, મુકેશભાઇ પાબારી, ડો. ભાવેશભાઇ સચદે, ડો. ચેતનભાઇ હિન્‍ડોચા, ધવલભાઇ ખખ્‍ખર, શ્રીમતી રીટાબેન કુંડલીયા, શ્રીમતી અલ્‍પાબેન બચ્‍છા, શ્રીમતી અલ્‍કાબેન પુજારા, શ્રીમતી નિકીતાબેન નથવાણી, ડો. કૃપાબેન ઠક્કર, શ્રીમતિ ભાવિનીબેન ખખ્‍ખર, શ્રીમતી સીમાબેન રાજદેવ,ડો. ભાવનાબેન શીંગાળા, પિયુષભાઇ ગોકાણી, વિમલભાઇ લાખાણી ભુવનેશભાઇ ચાંદાણી, મોૈલિકભાઇ ચાંદ્રાણી, ચેતનભાઇ દેવાણી, જીગરભાઇ વિઠ્ઠલાણી, પરેશભાઇ તન્‍ના, નવદીપભાઇ દતાણી, ભાવિકભાઇ ખેરડા, દર્શિતભાઇ ચોૈહાણ, નિલેશભાઇ ગોંડલીયા, હિતેષભાઇ અનડકટ, જયેશભાઇ કક્કડ, ભાવેશભાઇ રૂપારેલીયા, શુભમભાઇ રધુરા, ભાવિકભાઇ પોપટ, અભયભાઇ પોપટ, કિરિટભાઇ કેશરીયા, દીપભાઇ કોટેચા, પિયુષભાઇ અભાણી, સહિતની સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.

(4:34 PM IST)