<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th April 2025

ભારતનું ફોરેક્‍સ રિઝર્વ વધીને થયું ૬૬૫.૪ બીલીયન ડોલર

પાંચ મહિનામાં આવ્‍યો મોટો ઉછાળો

મુંબઈઃ રિઝર્વ બેંકના આંકડાઓ અનુસાર, છેલ્લા ત્રણ અઠવાડીયામાં સેરેક્‍સ રિઝર્વમાં કુલ ૨૦.૧ બિલીયન ડોલરનોલ વધારો થયો છે. જેમાં તાજેતરના રિપોર્ટીગ સપ્તાહમાં જ લગભગ ૬.૬ બિલીયન ડોલરનો ઉમેરો થાય છે. નિષ્‍ણાંતો અગાઉના ઘટાડા માટે ભારતીય શેરબજારોમાં રોકાણકારોના વિશ્‍વાસમાં ઘટાડો થવાને જવાબદાર ગણાવે છે.

આંકડાઓ દર્શાવે છે કે ૨૮ માર્ચ સુધીમાં સોનાનો ભંડાર ૭૭.૭૯૩ બીલીયન ડોલર હતો જ્‍યારે વિદેશી ચલણ સંપતિનું મુલ્‍ય ૫૬૫.૦૧૪ બીલીયન અમેરિકન ડોલર હતું આ જ સમયગાળામાં ભારતીય રૂપિયામાં અમેરિકન ડોલર સામે ૦.૬ ટકાનો વધારો થયો હતો. આ વધારો ભારતીય શેરબજારોમાં વિદેશી રોકાણના નવા વિશ્‍વાસના સંકેતો તરીકે જોવામાં આવે છે.

સત્તાવાર અંદાજ મુજબ ભારતનો વર્તમાન ફોરેક્‍સ રિઝર્વ લગભગ ૧૦ થી ૧૧ મહિનાની આયાતને આવરી લેવા માટે પૂરતો છે.

૨૦૨૩માં ભારતે તેના વિદેશી હૂંડીયામણ ભંડારમાં લગભગ ૫૮ અબજ ડોલરનો ઉમેરો કર્યો હતો. જ્‍્‌યારે ૨૦૨૨માં તેમાં ૭૧ અબજ ડોલરનો ઘટાડો થયો હતો, જ્‍યારે ૨૦૨૨માં અનામત ૨૦ અબજ ડોલરથી થોડો વધારો થયો હતો.

ફોરેક્‍સ રીઝર્વ એ દેશની મધ્‍યસ્‍થ બેંક અથવા નાણંકીય બેંક અથવા નાણાંકીય સત્તા દ્વારા રાખવામાં આવતી સંપતિ છે. જે મોટા ભાગે અમેરિકન ડોલર જેવા ચલણમાં રાખવામાં આવે છે. અમુક હિસ્‍સો યુરો, જાપાનીઝ ચેન અને પાઉનડમાં પણ રખાય છે.ે

રીઝર્વ બેંક ઘણીવાર કરન્‍સી બજારમાં તરલતાનું સંચાલન કરીને હસ્‍તક્ષેપ કરે છે. નબળા પડતા રૂપિયાને રોકવા માટે તે ડોલર વેચે છે. અને જ્‍યારે રૂપિયો મજબુત થાય છે. ત્‍યારે ડોલર ખરીદે છે.

(4:16 PM IST)