<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th April 2025

રિલાયન્‍સના રોકાણકારોએ ૨.૨૬ લાખ કરોડ રૂપિયા ગુમાવ્‍યા

કંપનીનો શેર ૭.૪% ઘટીને ૫૨ અઠવાડિયાના નીચલા સ્‍તર પર

મુંબઈ,તા.૭: સોમવારે દેશની સૌથી મૂલ્‍યવાન કંપની રિલાયન્‍સ ઇન્‍ડસ્‍ટ્રીઝ લિમિટેડના શેરમાં પણ ભારે ઘટાડો થયો હતો. બીએસઈ પર કંપનીના શેર ૭.૪% ઘટીને ૫૨ અઠવાડિયાના નીચલા સ્‍તર રૂ.૧,૧૧૫.૫૫ પર પહોંચી ગયા. આ સાથે, કંપનીનો શેર હવે છ ટ્રેડિંગ સત્રોમાં ૧૨.૭% ઘટયો છે. આ ઘટાડાને કારણે કંપનીના માર્કેટ કેપમાં ૨.૨૬ લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. કંપનીનું માર્કેટ કેપ હવે ૧૫.૪૯ લાખ કરોડ રૂપિયા છે.(૪૦.૨૯)

(3:18 PM IST)