News of Monday, 7th April 2025
ટ્રમ્પના ટેરીફ બોંબથી ટેન્શનમાં પ૦થી વધારે દેશો
અમેરીકા સાથે વાતચીત કરી શરૂઃ વૈશ્વિક મંદીની વધી રહી છે આશંકા

વોશીંગ્ટનઃ અમેરીકન રાષ્ટ્રપતિ ટ્રમ્પની ટેરીફ નીતીથી વૈશ્વીક અર્થવ્યવસ્થા પર મંદીનું જોખમ તોળાવા લાગ્યું છે. ચારે તરફ ટ્રમ્પની નિતીની ટીકાઓ થઇ રહ છે. દરમ્યાન ટ્રમ્પ પ્રશાસને દાવો કર્યો છે કે ટેરીફ લગાવ્યા પછી પ૦થી વધારે દેશ અમેરીકા સાથે વ્યાપાર વાર્તા કરવા માંગે છે અને એ બધા દેશ અમેરીકાના સંપર્કમાં છે.
ટ્રેઝરી સચિવ સ્કોટ બેસંટનું કહેવું છે કે ગત બુધવારે ટેરીફની જાહેરાત પછી થી પ૦થી વધારે દેશોએ અમેરીકા સાથે વાતચીત શરૂ કરી છે. એનબીસી ન્યુઝના ‘‘મીટ ધ પ્રેસ'' કાર્યક્રમમાં બેસંટે કહયું કે ટ્રમ્પે આનાથી મહતમ લાભ મેળવી લધો છે. તો વાણીજય સચીવ હોવર્ડ લ્યુટનીકે કહયું કે ટેરીફ કેટલાયે સપ્તાહ લાગુ રહેશે.
તાઇવાનના રાષ્ટ્રપતી લાઇ ચિંગ- તે એ રવિવારે ટ્રમ્પ સાથે વાત કરી. તેઓ શુન્ય ટેરીફને આધાર બનાવવાના પક્ષમાં છે. તો ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુ પણ અમેરીકા સાથે વાતચીત કરી રહયાં છે. ભારત પણ અમેરીકા સાથે વાતચીત કરી રહયું છે.
એક ભારતીય અધીકારીએ જણાવ્યું કે ભારત ર૬ ટકા ટેરીફથી જવાબી કાર્યવાહી કરવાની યોજના નથી બનાવી રહયું. અમેરીકા સાથે સમજુતી પર વાતચીત ચાલ રહી છે.
દરમ્યાન ટ્રમ્પ ટેરીફ નીતીના કારણે અમેરીકન બજારમાં ભારે ઉથલ પાથલ જોવા મળી રહી છે. છેલ્લા એક સપ્તાહમાં અમેરીકન શેરબજારમાં લગભગ ૬ ટ્રીલીયન ડોલરનો કડાકો બોલી ગયો છે. તો ટ્રમ્પના બીજા કાર્યકાળમાં કુલ ૯ ટ્રીલીયન ડોલરનું નુકશાન લોકોએ વેઠવું પડયું છે.
હવે દુનીયાભરમાં મંદીની આશંકા વધી ગઇ છે.જે.પી.મોર્ગનના અર્થશાષાી ઓનો અંદાજ છે કે ટેરીફના કારણે અમેરીકાના જીડીપીમાં ૦.૩ ટકાનો ઘટાડો થઇ શકે છે. સાથે જ વર્તમાન બેરોજગારી દર ૪.ર ટકાથી વધીને પ.૩ ટકા થઇ જશે.
(3:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
