News of Tuesday, 8th April 2025
રાહુલ ગાંધીની હાજરીમાં જ કોંગ્રેસ કાર્યકર્તાઓ બાખડ્યાઃ થપ્પડવાળી
એક કાર્યકર વકફ બિલના સમર્થનનું પોસ્ટર લઈને હાજર થતા હોબાળો મચ્યો

બેગુસરાય તા.૮: બિહારના બેગુસરાયમાં રાહુલ ગાંધીની પલાયન રોકો, નોકરી દો યાત્રામાં ભાગ લેવા પહોંચ્યા હતા. આ યાત્રાના એક પડાવ સદાકત આશ્રમમાં રાહુલ ગાંધીની હાજરીમાં જ કાર્યકર્તાઓ વચ્ચે અથડામણ જોવા મળી હતી. કાર્યકર્તાઓએ એકબીજાને થપ્પડો મારતા સમગ્ર વાતાવરણ તંગ થઈ ગયું હતું. કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અખિલેશ પ્રસાદ સિંહે પણ એક કાર્યકરને થપ્પડ મારી હતી.
પલાયન રોકો, નોકરી દો યાત્રામાં ભાગ લેવા માટે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી બિહારના બેગુસરાય પહોંચ્યા હતા. હવે આ યાત્રાનો એક પડાવ સદાકત આશ્રમમાં હતો. યાત્રાના પડાવ દરમિયાન અચાનક જ એક કાર્યકર્તા વક્ફ બિલને સમર્થન આપવાની માંગણી કરતું પોસ્ટર લઈને પહોંચી ગયો હતો. પોસ્ટરમાં લખ્યું હતું કે, રાહુલ ગાંધીજી, વક્ફ બોર્ડને ટેકો આપો. કેટલાક કોંગ્રેસના કાર્યકરોએ પણ વકફ બિલવાળા પોસ્ટર દર્શાવતા કાર્યકરને સપોર્ટ કર્યો હતો. જ્યારે અન્ય કાર્યકરોએ આ કાર્યકરનો વિરોધ કર્યો, પોસ્ટર છીનવી લીધું અને ફાડી નાખ્યું. આ કાર્યકરને આશ્રમના દરવાજામાંથી બહાર ધકેલી દીધો હતો. કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખએ પણ પોસ્ટર લઈને આવેલા કાર્યકરને થપ્પડ મારી હતી.(૩૮.૪)
(10:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
