<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th April 2025

૫૦ લાખથી ઓછી અને વધુ આવક ધરાવતા કરદાતાઓને ITની નોટિસ

૩૧ માર્ચ પહેલા નોટિસ આપવાની કામગીરી પૂરી કરવાની હોવાથી કાર્યવાહી

મુંબઈ,તા.૮: ઈન્‍કમટેક્‍સ રિટર્નમાં આવક દર્શાવવામાં ભૂલ થઈ હોય તેવા કેસ રિઓપન કરીને ઈન્‍કમટેક્‍સ વિભાગે કરદાતાઓને નોટિસ ફટકારી છે. તેમાં પણ જેની આવક ૫૦ લાખ કરતાં ઓછી હોય તેવા કિસ્‍સામાં આવક રિટર્નમાં ઓછી દર્શાવી હોય તેને નોટિસ આપવાની છેલ્લી તારીખ ૩૧ માર્ચ હોવાના લીધે કાર્યવાહી કરવામાં આવી છે. તેવી જ રીતે ૫૦ લાખથી વધુની આવકમાં ૧૦ વર્ષ જૂના કેસ રિઓપન કરવાની સમયમર્યાદા પૂરો થવાના લીધે હજજારો કરદાતાઓને નોટિસ આપવામાં આવી છે.

ઈન્‍કમટેક્‍સના નિયમ પ્રમાણે ૫૦ લાખ કરતાં ઓછી આવક હોય તેવા કરદાતાઓના રિટર્નમાં ભૂલ હોય તો તે કરદાતાને પણ વર્ષની સમયમર્યાદામાં નોટિસ આપી દેવાની હોય છે. ત્‍યારબાદ કેસ રિઓપન કરી શકાતો નથી. તેવી જ રીતે પ૦ લાખ કરતાં વધુ આવક હોય તેવા કરદાતાના કેસ ૧૦ વર્ષની સમયમર્યાદા પૂરી થાય તે પહેલા નોટિસ આપવાની હોવાના કારણે ૦૧ માર્ચ પહેલા આવા કરદાતાઓને નોટિસ આપી દેવામાં આવી છે. ઈન્‍કમટેક્‍સના નિયમ પ્રમાણે તેને એસ્‍કેપ્‍ડ ઈન્‍કમ તરીકે દર્શાવવામાં આવે છે. જેથી રિટર્નની તપાસ દરમિયાન આઇટી અધિકારીને કોઈ ખામી જણાઈ આવી હોય તેવા કિસ્‍સામાં કરદાતાને નોટિસ મોકલીને તેને લગતા પુરાવા રજૂ કરવા માટે જણાવવામાં આવતું હોય હોય છે.  તે પુરાવા રજૂ કરવામાં આવ્‍યા બાદ અધિકારીને યોગ્‍ય જણાય તો કાર્યવાહી પૂરી કરી દેવામાં આવે છે. જ્‍યારે રજૂ કરવામાં આવેલા પુરાવા યોગ્‍ય નહીં હોય તો ટેક્‍સની રકમ ભરવા માટે  બીજી નોટિસ આપવામાં આવતી હોય છે. તેના કારણે ઈન્‍કમટેક્‍સ વિભાગે ૫૦ લાખથી ઓછી આવક હોય તેવા વર્ષ ૨૦૧૧-૨૨ના કેસમાં નોટિસ આપવાની કાર્યવાહી કરવામાં આવી છે. જ્‍યારે ૨૦ લાખથી વધુની આવક હોય તેવા કિસ્‍સામાં વર્ષ ૨૦૧૪-૧૫ એસેસમેના પરવા કરદઓને નોટિસ આપવામાં આવી છે. સુરત સહિત સમગ્ર દેશમાં આવા લાખો કરદાતાઓને ઇન્‍કમટેક્‍સ વિભાગે નોટિસ આપવામાં આવતા હાલ તો તેની પૂર્વતા કરવા માટે કરદાતાઓએ વિગતો એકત્ર કરવાનું શરૂ કરી દીધું હોવાની હકીકતો જાણવા મળી છે.(૪૦.૪)

(10:23 AM IST)