News of Tuesday, 8th April 2025
ધોની આઉટ થતા જ વાયરલ થયેલી છોકરી બ્રાન્ડસની ફેવરિટ બની
સ્વિગી-યસ મેડમે કરી જાહેરાતની ઓફરઃ ગુવાહાટીની આ છોકરી રાતોરાત ફેમસ થઈ ગઈ

ગુવાહાટી,તા.૮: IPL 2025ની એક મેચ, એક ઈમોશનલ એક્સ-ેશન અને કેમેરાની એક ઝલક અને અહીંથી ગુવાહાટીના ૧૯ વર્ષીય આર્યપ્રિયા ભુઈયાનની વાર્તા શરૂ થાય છે. રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાયેલી આ મેચમાં જ્યારે એમએસ ધોની ફક્ત ૧૬ રન બનાવીને આઉટ થયો, ત્યારે કેમેરાએ આર્ય-યિાના ચહેરા પરના નિરાશાજનક ઈમોશનલ એક્સપ્રેશનને કેદ કરી લીધા. પરંતુ આ ભાવનાત્મક ક્ષણ થોડા કલાકોમાં વાયરલ થઈ ગઈ અને આર્યપ્રિયા સોશિયલ મીડિયા સેન્સેશન બની ગઈ.
આ વીડિયો વાયરલ થતા જ આર્ય-યિાનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ વધુને વધુ લોકપ્રિય બન્યું. જ્યાં પહેલા તેના ફક્ત ૮૦૦ ફોલોઅર્સ હતા, હવે તે સંખ્યા ૩ લાખને વટાવી ગઈ છે. ધોનીની વિકેટે લાખો ચાહકોને નિરાશ કર્યા, પણ આર્યપ્રિયા ઈન્ટરનેટ સ્ટાર બની ગઈ.
વાયરલ થયા પછી આર્યપ્રિયાને બ્રાન્ડ્સ તરફથી પણ જોરદાર પ્રતિસાદ મળ્યો હતો. તેણીએ તાજેતરમાં સ્વિગી ઈન્સ્ટામાર્ટ સાથે એક વીડિયો શેર કર્યો છે જેમાં કેપ્શનમાં લખ્યું છે, “Collab for a reason.” જ્યારે, ‘યસ મેડમ' નામના બ્યુટી બ્રાન્ડ સાથેના બીજા એક વીડિયોમાં તેણી કહેતી જોવા મળી હતી કે, ધોની આઉટ થયો ત્યારે મને દુઃખ થયું હતું પણ પછી યસ મેડમે મને મફત કોરિયન ક્લીનઅપ ઓફર કરી.
આ વીડિયોને લાખો લાઈક્સ અને કરોડો વ્યૂઝ મળ્યા છે. યુઝર્સની કોમેન્ટ્સમાં પણ જબરદસ્ત મજાકની સાથે પ્રશંસા પણ જોવા મળી હતી. એક યુઝરે લખ્યું, આ છોકરી તો ૧૯ વર્ષની ઉંમરે જ ઈન્ફ્લુએન્સર બની ગઈ. જ્યારે બીજા એક યુઝરે લખ્યું, ધોનીએ તો આઉટ થયા પછી પણ આ છોકરીનું કરિયર બનાવી દીધું.
(10:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
