News of Tuesday, 8th April 2025
ભારત બન્યું આઇફોન નિકાસનું નવું હબ : રૂ.૧.૫ લાખ કરોડના રેકોર્ડ શિપમેન્ટ
એપલે આ ડંકો એવા સમયે વગાડ્યો છે જ્યારે અમેરિકાએ ભારત સહિત વિશ્વના ઘણા દેશો પર ઊંચી ડ્યુટી લાદી છે

નવી દિલ્હી, તા.૮: નાણાકીય વર્ષ ૨૫ માં એપલ ભારતમાંથી ૧,૫૦,૦૦૦ કરોડ રૂપિયા (FOB) ના મૂલ્યના શભ્ત્ર્ંઁફૂત નિકાસ કરે તેવી અપેક્ષા છે. આ આંકડો ગયા વર્ષ કરતા ૭૬ ટકા વધારે છે એટલું જ નહીં, પરંતુ પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ (PLI) યોજના હેઠળ કંપનીના લક્ષ્યાંક કરતા બમણો પણ છે. એપલના વિક્રેતાઓ દ્વારા સરકારને પૂરા પાડવામાં આવેલા ડેટા દ્વારા આ ખુલાસો થયો છે.
એપલે આ કારનામું એવા સમયે કર્યું છે જ્યારે અમેરિકાએ ભારત સહિત વિશ્વના ઘણા દેશો પર ઊંચી ડ્યુટી લાદી છે. આ ડ્યુટીઓએ ભારતમાંથી થતી નિકાસ પર અનિશ્ચિતતાના વાદળો ઘેરી લીધા છે. નાણાકીય વર્ષ ૨૪માં ૮૫,૦૦૦ કરોડ રૂપિયાના આઇફોનની નિકાસ કરવામાં આવી હતી. નાણાકીય વર્ષ ૨૦૨૫ માટે, કંપનીએ PLI યોજના હેઠળ રૂ.૭૪,૯૦૦ કરોડના આઇફોન નિકાસનો લક્ષ્યાંક નક્કી કર્યો હતો.
ICEA ના અંદાજ મુજબ, ભારતમાંથી કુલ સ્માર્ટફોન નિકાસમાં એપલનો હિસ્સો વધીને ૭૫ ટકા થશે. ICEA એ જણાવ્યું હતું કે ભારતમાંથી ૨,૦૦,૦૦૦ કરોડ રૂપિયાના સ્માર્ટફોનની નિકાસ થવાની અપેક્ષા છે. ગયા નાણાકીય વર્ષમાં, દર મહિને સરેરાશ ૧૨,૫૦૦ કરોડ રૂપિયાના આઇફોનની નિકાસ કરવામાં આવી હતી, જ્યારે નાણાકીય વર્ષ ૨૦૨૪માં આ આંકડો ૭,૦૮૩ કરોડ રૂપિયા હતો. જ્યારે એપલના પ્રવક્તાએ આ બાબતે કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.
ICEAના અંદાજ મુજબ, FY25 માં કુલ સ્માર્ટફોન નિકાસ FY24 (રૂ.૧,૩૦,૦૦૦ કરોડ) ની સરખામણીમાં ૫૩ ટકાથી વધુ વધશે.
દેશમાંથી કુલ સ્માર્ટફોન નિકાસમાં આઇફોનનો હિસ્સો નોંધપાત્ર રીતે વધ્યો છે. નાણાકીય વર્ષ ૨૪ માં કુલ સ્માર્ટફોન નિકાસમાં iPhonesનો હિસ્સો ૬૬ ટકા હતો. અંદાજ મુજબ, નાણાકીય વર્ષ ૨૦૨૫ માં તેનો હિસ્સો વધીને ૭૫ ટકા થઈ શકે છે.
નાણાકીય વર્ષ ૨૦૨૫ ના છેલ્લા ક્વાર્ટરમાં કંપનીએ વધુ એક સીમાચિホરૂપ સિદ્ધિ હાંસલ કરી. કંપનીએ જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં ૫૫,૦૦૦ કરોડ રૂપિયાથી વધુના આઇફોનની નિકાસ કરી. કંપનીએ જાન્યુઆરીમાં ૧૮,૦૦૦ કરોડ રૂપિયા અને ફેબ્રુઆરીમાં ૧૭,૫૦૦ કરોડ રૂપિયાના આઇફોનની નિકાસ કરી હતી.
પરંતુ ફેબ્રુઆરીના મધ્યમાં અમેરિકા દ્વારા ટેરિફ લાદવાની ધમકી પછી, કંપનીએ ધીમે ધીમે અમેરિકા માટે વધારાનો સ્ટોક બનાવવાની ક્ષમતામાં વધારો કર્યો અને માર્ચમાં, કંપનીએ ૨૦,૦૦૦ કરોડ રૂપિયાના આઇફોનની નિકાસ કરી.
ICEA અનુસાર, ઉદ્યોગ સ્તરે, માર્ચમાં કુલ નિકાસ રૂ. ૨૩,૬૩૪ કરોડ હતી. પરંતુ હવે અમેરિકા દ્વારા ટેરિફની જાહેરાત બાદ ભારત સહિત દુનિયામાં ગભરાટનો માહોલ છે. અમેરિકાએ ભારત પર ૨૬ ટકા ડ્યુટી પણ લાદી છે, જેના કારણે અહીંથી ઇલેક્ટ્રોનિક સામાન અને આઇફોનની નિકાસ પર અસર પડી શકે છે.
ICEAનો અંદાજ છે કે જ્ળ્૨૫ માં ભારતમાંથી અમેરિકામાં સ્માર્ટફોન નિકાસ ઼૧૦ બિલિયનથી વધુ થશે, જે FY24 ની સરખામણીમાં ૭૮ ટકા વધુ છે. નાણાકીય વર્ષ ૨૪ માં, ભારતે અમેરિકાને ઼૫.૬ બિલિયનના સ્માર્ટફોનની નિકાસ કરી હતી, જેમાં iPhonesનો હિસ્સો સૌથી મોટો હતો. એપલ હંમેશા વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં ઓછી નિકાસ કરે છે, પરંતુ બીજા ક્વાર્ટરમાં ઘણીવાર વધારો થાય છે.
સરકારે ૨૦૨૧ માં ભ્ન્ત્ યોજના શરૂ કરી ત્યારથી, ભારતમાંથી સ્માર્ટફોન નિકાસમાં જબરદસ્ત વધારો થયો છે. પીએલઆઈ યોજના તેના પાંચમા વર્ષમાં પહોંચી ગઈ છે અને તે તેનું છેલ્લું વર્ષ પણ છે. છેલ્લા પાંચ વર્ષમાં ભારતમાંથી સ્માર્ટફોનની નિકાસ લગભગ ૧૦ ગણી વધી છે. નાણાકીય વર્ષ ૨૧ માં, ભારતે ૨૨,૬૮૬ કરોડ રૂપિયાના સ્માર્ટફોનની નિકાસ કરી હતી. નાણાકીય વર્ષ ૨૦૧૫ માં ભારતમાંથી સ્માર્ટફોન નિકાસ ૧૬૭મા ક્રમે હતી પરંતુ ડિસેમ્બર ૨૦૨૪ સુધીમાં તે બીજા સ્થાને પહોંચી ગઈ છે. સ્માર્ટફોનની નિકાસને કારણે ઇલેક્ટ્રોનિક્સ સામાનની નિકાસમાં પણ વધારો થયો છે. નાણાકીય વર્ષ ૨૦૨૧ માં ભારતમાંથી થતી નિકાસમાં ઇલેક્ટ્રોનિક્સ સામાન સાતમા ક્રમે હતો પરંતુ નાણાકીય વર્ષ ૨૦૨૪ ના અંત સુધીમાં તે પાંચમા સ્થાને પહોંચી ગયો. આનાથી પ્રોત્સાહિત થઈને, સરકારે ૨૮ માર્ચે ૨૨,૯૧૯ કરોડ રૂપિયાની ઇલેક્ટ્રોનિક્સ ઘટકો ઉત્પાદન યોજનાની જાહેરાત કરી.(૨૩.૨)
(10:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
