News of Tuesday, 8th April 2025
ઈરાન અમેરિકા સાથે પરમાણુ બેઠક માટે તૈયાર : બંને દેશો ઓમાનમાં મુલાકાત કરશે
ઇરાનના વિદેશમંત્રીએ X પરની એક પોસ્ટમાં કહ્યું,આ એક તક અને કસોટી પણ છે

નવી દિલ્હી, તા.૮: અમેરિકા અને ઈરાન વચ્ચે પરોક્ષ ઉચ્ચપ્રસ્તરીય પરમાણુ વાટાઘાટો શરૂ થવાની છે. બંને દેશોના અધિકારીઓ ૧૨ એપ્રિલના રોજ ઓમાનમાં વાતચીત માટે મળશે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ આ માહિતી આપી. ‘ઈરાન અને અમેરિકા ઓમાનમાં પરોક્ષ ઉચ્ચપ્રસ્તરીય વાટાઘાટો માટે મળશે,' અરાઘચીએ X પરની એક પોસ્ટમાં કહ્યું. આ એક તક અને કસોટી પણ છે. અરાઘચીનું આ નિવેદન ડોનાલ્ડ ટ્રમ્પના તે નિવેદન બાદ આવ્યું છે જેમાં તેમણે ઈરાન સાથે પરમાણુ વાટાઘાટો શરૂ કરવાની વાત કરી હતી.
તેહરાન સાથેની વાતચીત વિશે માહિતી આપતાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું હતું કે જો અમેરિકા અને શિયા દેશ વચ્ચે સીધી વાતચીત નિષ્ફળ જાય છે, તો ઈરાન મોટા જોખમમાં મુકાઈ જશે. ઇઝરાયલી વડાપ્રધાન નેતન્યાહૂ સાથેની મુલાકાત દરમિયાન ટ્રમ્પે કહ્યું, મને લાગે છે કે જો ઈરાન સાથેની વાતચીત સફળ નહીં થાય તો ઈરાન મોટા જોખમમાં મુકાઈ જશે. ઈરાન પરમાણુ હથિયાર રાખી શકે નહીં અને જો વાટાઘાટો સફળ નહીં થાય, તો મને લાગે છે કે તે ઈરાન માટે ખૂબ જ ખરાબ દિવસ હશે.
જો વાટાઘાટો આગળ વધે છે, તો ટ્રમ્પે સાત વર્ષ પહેલાં ૨૦૧૫ના પરમાણુ કરારમાંથી ખસી ગયા પછી તે યુએસ અને ઈરાની અધિકારીઓ વચ્ચેની પ્રથમ સામપ્રસામે વાટાઘાટો હશે. જોકે, ઈરાને ટ્રમ્પના સીધી વાતચીતના દાવાઓને નકારી કાઢયા છે અને કહ્યું છે કે આ પરોક્ષ વાતચીત હશે. ત્રણ વરિષ્ઠ ઈરાની અધિકારીઓએ જણાવ્યું હતું કે ચર્ચાઓ પરોક્ષ રીતે શરૂ થવાની અપેક્ષા છે. દરેક પ્રતિનિધિમંડળ અલગ રૂમમાં રહેશે, જ્યારે જોર્ડનના રાજદ્વારીઓ બંને પક્ષો વચ્ચે સંદેશાઓનું આદાન-પ્રદાન કરશે. આ ફોર્મેટ બિડેન વહીવટ દરમિયાન યુરોપિયન અધિકારીઓ દ્વારા મધ્યસ્થી કરાયેલી અગાઉની વાટાઘાટો જેવું જ છે.
ઇઝરાયલી મીડિયા આઉટલેટ ધ જેરુસલેમ પોસ્ટે ઈરાની સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે જો પ્રારંભિક પરોક્ષ ચર્ચામાં પ્રગતિ જોવા મળે તો તેહરાન સીધી વાતચીત પર વિચાર કરી શકે છે. બંને નેતાઓ દ્વારા જાહેરાતના કલાકો પહેલા, ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બાઘેઈએ કહ્યું હતું કે ઈરાન પરોક્ષ વાટાઘાટો માટે તેહરાનના પ્રસ્તાવ પર અમેરિકાના પ્રતિભાવની રાહ જોઈ રહ્યું છે.
વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પની સાથે બેઠેલા નેતન્યાહૂએ કહ્યું કે તેહરાન સાથેના કોઈપણ સોદામાં લિબિયન મોડેલનું પાલન કરવું જોઈએ પ્ર એટલે કે ઈરાને તેની પરમાણુ સંપત્તિઓને સંપૂર્ણપણે નાશ કરવી જોઈએ અને તેમને દેશમાંથી બહાર મોકલવી જોઈએ. જોકે, લિબિયાના પરમાણુ સાધનો ૨૦૦૩ માં સોંપવામાં આવ્યા હતા, જ્યારે તે ખોલવામાં પણ આવ્યા ન હતા. બીજી બાજુ, ઈરાનનો કાર્યક્રમ વર્ષોથી અમલમાં છે અને સમગ્ર દેશમાં ફેલાયેલો છે. તેનો મોટાભાગનો ભાગ ભૂગર્ભમાં છે
(11:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
