તા. ૧૦ એપ્રિલ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ચૈત્ર સુદ – ૧૩ ગુરૂવાર
News of Tuesday, 8th April 2025
ભારતીય બેંકોએ લોન કરતા બમણી રકમની કરી વસૂલાત
ભાગેડુ વિજય માલ્યાનો નવો દાવોઃ ૬,૨૦૩ કરોડ રૂપિયાની સામે ૧૪,૧૩૧.૮ કરોડ રૂપિયા અગાઉથી જ વસૂલ્યા

નવી દિલ્હી તા.૮: ભાગેડુ વિજય માલ્યાએ દાવો કર્યો હતો કે ભારતીય બેન્કો પાસે તેની ૧૪,૧૩૧.૬ કરોડ રૂપિયાની સંપત્તિ છે, જે જાહેર ક્ષેત્રની બેન્કોના તેના દેવા કરતા બમણાથી વધુ છે. માલ્યાએ નાણા મંત્રાલયના વાર્ષિક રિપોર્ટ ૨૦૨૪-૨૫માં ઇરાદાપૂર્વકના ડિફોલ્ટર સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની વસૂલાતની વિગતોનો ઉલ્લેખ કરતા કહ્યું કે બેન્કોએ ડેટ રિકવરી ટ્રિબ્યુનલ દ્વારા આપવામાં આવેલા ૬,૨૦૩ કરોડ રૂપિયાની સામે ૧૪,૧૩૧.૮ કરોડ રૂપિયા અગાઉથી જ વસૂલ્યા છે.
માલ્યાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ' પર લખ્યું હતું કે ડેટ રિકવરી ટ્રિબ્યુનલના નિર્ણય મુજબ, ૬,૨૦૩ કરોડ રૂપિયાના દેવા સામે ૧૪,૧૩૧.૮ કરોડ રૂપિયા વસૂલ કરવામાં આવ્યા છે. તેનો પુરાવો મારી યુકે (યુનાઇટેડ કિંગડમ) નાદારી રદ કરવાની અરજીમાં છે. મને આヘર્ય થાય છે કે બેન્કો યુકે કોર્ટમાં શું કહેશે.
માલ્યા અને ૧૦ અન્ય ભાગેડુ આર્થિક અપરાધીઓની વિગતો શેર કરતા અહેવાલમાં જણાવાયું છે કે ૩૬ વ્યક્તિઓના સંદર્ભમાં કુલ ૪૪ પ્રત્યાર્પણ વિનંતીઓ વિવિધ દેશોમાં મોકલવામાં આવી છે. મંત્રાલયના વાર્ષિક અહેવાલ મુજબ, માલ્યાના કેસમાં જપ્ત કરાયેલી ૧૪,૧૩૧.૬ કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર ક્ષેત્રની બેન્કોને સોંપવામાં આવી છે.
અહેવાલમાં જણાવાયું છે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ના પ્રયાસોના પરિણામે વિવિધ ભાગેડુ આર્થિક ગુનેગારો અને અન્ય આરોપીઓના પ્રત્યાર્પણમાં વિદેશની સક્ષમ અદાલતો સમક્ષ સફળ પ્રતિનિધિત્વ થયું છે.
તેમાં કહેવામાં આવ્યું છે કે આ સંદર્ભમાં એ ઉલ્લેખ કરવો યોગ્ય છે કે યુકેની કોર્ટે અન્ય કાયદા અમલીકરણ એજન્સીઓ અને ભારતીય દૂતાવાસ સાથે સંકલનમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા અસરકારક રજૂઆત બાદ કેટલાક મુખ્ય આરોપીઓને ભારત પ્રત્યાર્પણ કરવાની મંજૂરી આપી છે.
ડેટ રિકવરી ટ્રિબ્યુનલની બેંગલુરુ બેન્ચે ૨૦૧૭માં સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના નેતળત્વ હેઠળના બેન્કોના કન્સોર્ટિયમને કિંગફિશર એરલાઇન્સ કેસમાં સમસ્યાઓનો સામનો કરી રહેલા માલ્યા અને તેમની કંપનીઓ પાસેથી ૧૧.૫ ટકાના વાર્ષિક વ્યાજ દરે ૬,૨૦૩ કરોડ રૂપિયા વસૂલવાની પ્રક્રિયા શરૂ કરવાનો આદેશ આપ્યો હતો.
માર્ચ ૨૦૧૬માં માલ્યા બ્રિટન ભાગી ગયો હતો. ઘણી બેન્કો દ્વારા ભૂતપૂર્વ કિંગફિશર એરલાઇન્સને આપવામાં આવેલી ૯,૦૦૦ કરોડ રૂપિયાની લોનના ડિફોલ્ટના સંબંધમાં તે ભારતમાં વોન્ટેડ છે. ભારત બ્રિટન પાસેથી માલ્યાના પ્રત્યાર્પણની માંગ કરી રહ્યું છે.
(11:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
