<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th April 2025

ટેરિફ વોરને પગલે આઈટી સેક્‍ટરમાં અસમંજસની સ્‍થિતિને લીધે ઉચાટ

ચાઇના પર ટેરિફ વધુ ઝીંકાતા ભારતને લાભ મળવાની શકયતા : અમેરિકાથી આઇટી સેક્‍ટરમાં આવતું જોબવર્ક પર થનારી અસર નહિવત

મુંબઇ તા.૮: સુરત સહિત સમગ્ર દેશશમાં અમેરિકાએ ભારત પર શહેલા ટેરિફમાં આઇટી સેક્‍ટરમાં નહિવત અસર જોવા મળે તેવી શકયતા છે. તેમ છતાં કલા સેક્‍ટર પર કેટલી ટેરિફ વસૂલ કરવામાં આવનાર છે. તેની સ્‍પષ્ટઓ હજુ સુધી કરવામાં આવી નહીં હોવાના લીધે અસમંજસની સ્‍થિતિ જોવા મળી રહી છે.

તેમ છતાં આઈટી સેક્‍ટરમાં તેની અસર વધુ જોવા નાહીં મળે તે માટેનું કારવા એવું છે કે સુરત સહિત સમગ્ર દેશમાં આઇટી સેક્‍ટરમાં જોબવર્કના જ કામ કરવામાં આવતા હોય છે, આ ઉપરાંત આઈટી જોબવર્કનું કામ ચાઈના જવાની પણ શકયતા જોવામાં આવી રહી હતી, પરંતુ અમેરિકાએ ચાઈના પર ભારત કરતાં વધુ ૫૪ ટકા ટેરિક  ઝીકી દીધી છે. તેના કારણે ચાઈનામાં જોબવર્કનું કામ જવાની શકયતા ઓછી જેવામાં આવી રહી છે. તેના કારણે સુરત સહિત સમગ્ર દેશમાં આવતા આઈટી જોબવર્કના કામમાં નહિવત અસર થવાનું જીવકારો કહી રહ્યા છે.

ફિલિપાઇન્‍સ ફાયદો ઉઠાવી શકે તેવી પણ શકયતા

આઇટી જોબવર્કનું કામ ભારત સહિત ફિલિપાઇન્‍સમાં પણ અમેરિકા દ્વારા આમપવામાં આવતું હોય છે. પરંતુ ભારતમાં સ્‍કીલ વર્કર વધુ હોવાના લીધે સીધો ફાયદો થઇ રહ્યો છે. જોકે પણ બીજી એક શકયતા એવી પણ છે છે હજુ એક શકયતા એવી અમેરિકા દ્વારા પાછા વોકલ ફોર લોકલને પ્રોત્‍સાહન આપવામાં સાથે તેવું હાલ દેખાઈ રહ્યું છે, પરંતુ દેશ વિદેશની મોટાભાગની કંપનીઓમાં ભારતીયોની આઇટી સેક્‍ટરમા દબદબો જોવા મળતો હોય છે. તેનો પણ લાભ ભારતને મળી શકે તેમ છે આ ઉપરાંત ફિલિપાઇન્‍સમાં પણ જોબવર્કનું કામ આપવામાં આવે તો ત્‍યાં સ્‍કીલ વર્કરની અછત હોવાના લીધે સારા પરિણામ ના પણ મળી શકે

ટેરિફની સ્‍પષ્ટતા બાદ જ આઇટીમાં નવા કરાર થશે

અમેરિકાએ ભારત પર કાદેલા ટેરિફમાં કયા કયા સેક્‍ટર પર કેટલા ટકાનો વધારો કરવામાં આવ્‍યો છે તેની સ્‍પષ્ટતા હજુ સુધી કરવામાં આવી નથી. આ ઉપરાંત હાલમાં જે કરાર અમેરિકા અને ભારત વચ્‍ચે આઇટીને લગતા થવાના છે તેના પર બ્રેક લાગવાની શકયતા રહેલી છે. કારણ કે નવા ટેરિફ લાગુ થયા બાદ જ તે પ્રમાણે કરાર કરવામાં આવનાર છે. જેનાથી આગામી એક મહિના સુધી આઇટીને લગતા કામકાજમાં નવો

ઉમેરો થવા માટે થોભો અને રાહ જુઓની નીતિ અપનાવવામાં આવી રહી છે.

(11:41 AM IST)