<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th April 2025

‘તારે મારા પિતાની દુલ્‍હન બનીને રહેવું પડશે!' શરમજનકઃ પતિએ પત્‍ની સામે વિચિત્ર ડિમાન્‍ડ મુકી

ઉત્તર પ્રદેશના બરેલીમાંથી એક વિચિત્ર કિસ્‍સો સામે આવ્‍યોઃ પત્‍ની જ્‍યારે પણ તેની માગ પુરી કરવાની ના પાડતી તો તેને ઘરમાંથી કાઢી મુકતા હતા

બરેલી, તા.૮: ઉત્તર પ્રદેશના બરેલીમાં પતિ-પત્‍નીના સંબંધોને કાળી ટીલી લાગી ગઈ છે. લગ્ન બાદ પતિએ ભયંકર ત્રાસ ગુજાર્યો અને તેમ છતાં પણ મન ન ભરાયું તો ત્રિપલ તલાક આપીને તેને ઘરમાંથી કાઢી મૂકી. કોર્ટના આદેશ પર આરોપી પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધી લેવામાં આવી.

પીડિત મહિલાનું કહેવું છે કે, તેણે આ મામલે ફરિયાદ કેન્‍ટ પોલીસ સ્‍ટેશનથી લઈને પોલીસના ટોપ અધિકારીઓને કરી પણ કયાંય સુનાવણી થઈ નહીં. થાકી હારીને તેણે હાઈકોર્ટનો સહારો લીધો. હવે કોર્ટના આદેશ પર કેન્‍ટ પોલીસમાં સસરાવાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે પતિ જાવેદ, સસરા ઈસરાર ખાન, સાસુ, ગુડ્ડુ, ઉવૈશ, જુનેદ વિરુદ્ધ ફરિયાદ નોંધી આ મામલે તપાસ શરૂ કરી દીધી છે.

પીડિતાએ પોતાની ફરિયાદમાં જણાવ્‍યું કે, તેમના લગ્ન ૭ મહિના પહેલા ઠિરિયા નિજાવત ખાન જાવેદ સાથે થયા હતા. નિકાહ બાદથી તેનો પતિ તેને હેરાન કરવા લાગ્‍યો. પીડિતાનું કહેવું છે કે, મારા પતિએ કહ્યું કે, નિકાહ કરીને હું લાવ્‍યો છું. તારે મારા પિતાની પત્‍ની બનીને રહેવું પડશે. મેં જ્‍યારે ના પાડી તો મારી સાથે મારપીટ કરી. રૂમમાં બંધ કરી ભૂખી તરસી રાખી અને મારપીટ કરતો.

મેં જ્‍યારે પતિની ફરિયાદ મારા જેઠ ગુડ્ડુ અને ઉવૈશ સાથે કરી તો તેમણે ઉલ્‍ટા જાવેદનો પક્ષ લીધો અને કહ્યું કે, જાવેદ જે કહેશે એ જ કરવાનું રહેશે. અન્‍યથા તું અમારી સાથે ઘરમાં રહી શકીશ નહીં. જાવેદને નવો ધંધો શરૂ કરવો છે, તો તું એના માટે તારા ઘરેથી ૨ લાખ રૂપિયા લાવી દે. જ્‍યારે મેં મજબૂરી બતાવી તો ત્રિપલ તલાક આપી મને ઘરમાંથી કાઢી મૂકી.

(3:23 PM IST)