<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th April 2025

સ્થાનિક સ્તરે માંગનો અભાવ અને વેચવાલીના પગલે સોનાના ભાવમાં સતત ઘટાડો :ચાંદીમાં નરમાઇ અટકી

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ઔંસદીઠ ભાવ 48.99 ડોલર એટલે કે 1.46 ટકા વધીને 3,010.66 ડોલર જ્યારે ચાંદીનો ઔંસદીઠ ભાવ 0.48 ડોલર એટલે કે 1.62 ટકા વધી 30.26 ડોલર થયો

નવી દિલ્હી : સ્થાનિક સ્તરે માંગમાં અભાવને લીધે સોનાના ભાવમાં ઘટાડો થયો છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ખાતે સોનાના 10 ગ્રામદીઠ ભાવ રૂપિયા 200 ઘટી રૂપિયા 91,250 થયા છે.

જ્યારે દિલ્હી સોનુ (99.5) રૂપિયા 200 ઘટી રૂપિયા 90,800 રહ્યા છે. જોકે ચાંદીમાં છેલ્લા પાંચ સેશનથી જે મંદી ચાલી રહી હતી તેને બ્રેક લાગી હતી. દિલ્હી ખાતે ચાંદીનો કિલો દીઠ ભાવ રૂપિયા 200 વધી રૂપિયા 92,700 રહ્યા છે.

દરમિયાન આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ઔંસદીઠ ભાવ 48.99 ડોલર એટલે કે 1.46 ટકા વધીને 3,010.66 ડોલર થયા છે. જ્યારે ચાંદીનો ઔંસદીઠ ભાવ 0.48 ડોલર એટલે કે 1.62 ટકા વધી 30.26 ડોલર થયો છે.

અમેરિકા દ્વારા જે ટેરિફ લાદવામાં આવ્યા છે તેને લઈ ચીન તરફથી કડક વલણ અપનાવવામાં આવ્યું છે, અને તેને પગલે વૈશ્વિક અર્થતંત્રમાં વ્યાપારના તંદુરસ્ત માહોલ પર પ્રતિકૂળ અસર થવાની પૂરી શક્યતા છે. આ સંજોગોમાં સોનામાં એકંદરે મજબૂત વલણ જોવા મળી રહ્યું છે.

દરમિયાન અમદાવાદ ખાતે સોનામાં ઘટાડા તરફી વલણ રહ્યું છે જ્યારે ચાંદીમાં તેજી જોવા મળી છે.

અમદાવાદ ચાંદીનો કીલો દીઠ ભાવ રૂપિયા 500 વધીને રૂપિયા 91,500 થયો છે. જ્યારે અમદાવાદ સોનુ (99.9) 10 ગ્રામનો ભાવ રૂપિયા 300 ઘટી રૂપિયા 91,500, અમદાવાદ સોનુ (99.5) 10 ગ્રામનો ભાવ 300 ગગડી રૂપિયા 90,900 રહ્યા છે.

(6:28 PM IST)