<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th April 2025

મુર્શિદાબાદ જિલ્લામાં વક્ફ કાયદાના વિરોધ પ્રદર્શને હિંસક વળાંક લીધો :અનેક વાહનોમાં તોડફોડ -આગ લગાડી

મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતર્યા:કે પ્રદર્શનકારીઓએ પોલીસ વાહનોને આગ ચાંપી: પોલીસે ટીયર ગેસના સેલ છોડવા પડ્યા અને લાઠીચાર્જ પણ કર્યો

પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં વક્ફ કાયદાના વિરોધમાં શુક્રવારે પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ભીષણ અથડામણ થઈ હતી. જાંગીપુર વિસ્તારમાં યોજાયેલા વિરોધ પ્રદર્શને હિંસક વળાંક લીધો છે. મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને વકફ બિલ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને પ્રદર્શન કર્યું હતું.

જ્યારે પ્રદર્શનકારીઓએ રસ્તો બ્લોક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે પરિસ્થિતિ કાબુ બહાર ગઈ. જ્યારે પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કર્યો, ત્યારે ઘર્ષણ શરૂ થયું. પરિસ્થિતિ એટલી બગડી ગઈ કે પ્રદર્શનકારીઓએ પોલીસ વાહનોને આગ ચાંપી દીધી. ઘણા વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી અને પોલીસ પર પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો. પરિસ્થિતિને કાબુમાં લેવા માટે પોલીસે ટીયર ગેસના સેલ છોડવા પડ્યા અને લાઠીચાર્જ પણ કર્યો હતો. 

આ અથડામણ દરમિયાન ઘણા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે, જેમાં કેટલાક પોલીસકર્મીઓનો પણ સમાવેશ થાય છે. અથડામણ બાદ વિસ્તારમાં તણાવ છે અને ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. વહીવટીતંત્રે લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે, જ્યારે વિરોધીઓએ સ્પષ્ટ કર્યું છે કે વક્ફ સુધારા બિલ પાછું ખેંચવામાં ન આવે ત્યાં સુધી તેમનો વિરોધ ચાલુ રહેશે.

(7:05 PM IST)