News of Tuesday, 8th April 2025
સૌથી નાની ઉંમરના વડાપ્રધાન, 17 કરોડના પર્સ, 42 કરોડની ઘડિયાળ, આ છે થાઈલેન્ડના યુવાન મહિલા પીએમ પૈટોંગટોર્ન શિનાવાત્રા
પૈતોંગટર્ન થાઈલેન્ડના પૂર્વ પીએમ અને બિઝનેસમેન થાકસિન શિનાવાત્રાની દીકરી છે અને તેઓ પિતાનો બિઝનેસ પણ સંભાળે છે. પૈતોંગટર્ન શિનાવાત્રાના પરિવારની ગણતરી થાઈલેન્ડના સૌથી અમીર પરિવારમાં, કોમર્શિયલ પાઇલટ પિડોક સૂકસાવાલ સાથે કર્યા છે લગ્ન, આ દંપતીને બાળકોમાં એક દીકરો અને એક દીકરી છે.

પૈતોંગટર્ન શિનાવાત્રા ગત વર્ષે ઓગસ્ટમાં થાઈલેન્ડના પ્રધાનમંત્રી બન્યા હતા. પૈતોંગટર્ન ફક્ત રાજકીય જીવનના કારણે જ નહીં પણ પોતાની સંપત્તિના કારણે પણ ખૂબ જ ચર્ચામાં રહે છે. પૈતોંગટર્ન થાઈલેન્ડના પૂર્વ પીએમ અને બિઝનેસમેન થાકસિન શિનાવાત્રાની દીકરી છે અને તેઓ પિતાનો બિઝનેસ પણ સંભાળે છે. પૈતોંગટર્ન શિનાવાત્રાના પરિવારની ગણતરી થાઈલેન્ડના સૌથી અમીર પરિવારમાં થાય છે.
થાઈલેન્ડના પીએમ પૈટોંગટોર્ન શિનાવાત્રાએ હાલમાં જ પોતાની સંપત્તિ વિશે જાણકારી આપી હતી. આ દરમ્યાન તેમણે જણાવ્યું હતું કે, તેમની પાસે 400 મિલિયન ડોલર્સ (3.4 હજાર કરોડ)થી વધારેની સંપત્તિ છે. થાઈલેન્ડના પીએમની સંપત્તિમાં 217 ડિઝાઇનર હેન્ડબેગ પણ છે, જેની કિંમત લગભગ 17 કરોડ રૂપિયા છે. તેમની પાસે લગભગ 75 લક્ઝુરિયસ ઘડિયાળ છે, જેની કિંમત 42 કરોડથી પણ વધારે છે.
પૈટોંગટોર્ન શિનાવાત્રાના રોકાણ પર નજર કરીએ તો તેમની પાસે 3.1 લાખ ડોલર્સ (2.7 કરોડ રૂપિયા) છે અને 29052 ડોલર એટલે કે 24 લાખ રોકડ અને અન્ય જમા રકમ છે. થાઈલેન્ડના પીએમ પાસે વિદેશોમાં પણ અઢળક સંપત્તિ છે. પૈટોંગટોર્ન શિનાવાત્રા પાસે લંડન અને જાપાનમાં પણ સારી એવી સંપત્તિ છે.

ફોર્બ્સના જણાવ્યા અનુસાર, પૈટોંગટોર્ન શિનાવાત્રાના પિતા થાકસિન શિનાવાત્રાની અનુમાનિત સંપત્તિ 2.1 બિલિયન ડોલર છે. તેઓ થાઈલેન્ડના 10માં સૌથી અમીર વ્યક્તિ છે. થાકસિન એક સમયે મેનચેસ્ટર સિટી ફૂટબોલ ક્લબના માલિક હતા.

પૈટોંગટોર્ન શિનાવાત્રાએ 2021માં ફિયુ થાઈ પાર્ટી સાથે પોતાના રાજકીય કરિયરની શરૂઆત કરી. આ પગલાથી તેમના જીવનમાં નવો વળાંક આવ્યો. ટૂંકા જ સમયમાં તેઓ પાર્ટીની અંદર એક મુખ્ય નેતા બનીને ઊભરી આવ્યા.
2023ની ચૂંટણીમાં પાર્ટીનો મુખ્ય ચહેરો બની ગયા. તેમણે નાની ઉંમરમાં જોયું કે કેવી રીતે તેમના પિતા રાજકીય સંઘર્ષોના કારણે દેશ છોડવો પડ્યો અને પરિવારને પડકારોનો સામનો કરવો પડ્યો.
પૈટોંગટોર્ને કોમર્શિયલ પાઇલટ પિડોક સૂકસાવાલ સાથે લગ્ન કર્યા છે. આ દંપતીને બે બાળકોમાં એક દીકરો અને એક દીકરી છે. દીકરાનો જન્મ ગત વર્ષે ચૂંટણી પ્રચાર દરમ્યાન થયો હતો.
(9:26 PM IST)

છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 