<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th April 2025

ભારે ગરમી અને ડિહાઇડ્રેશનને કારણે પી ચિદમ્બરમની તબિયત લથડી : હાલત સારી :કાર્તિ ચિદમ્બરમનું ટવીટ

ઝાયડસ હોસ્પિટલમાં ડોક્ટરોના નિરીક્ષણ હેઠળ: રિપોર્ટની ડોકટરો કરી રહ્યા છે તપાસ

અમદાવાદ: શહેરમાં કોંગ્રેસનું અધિવેશન 64 વર્ષ બાદ યોજાઈ રહ્યું છે. ત્યારે આ અધિવેશનમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ આવ્યા છે. જોકે  CWCની બેઠક બાદ સાજના સમયે સાબરમતી આશ્રમમાં પ્રાર્થના યોજાઈ હતી. જેમાં કોંગ્રેસ નેતા પી. ચિદમ્બરમની તબિયત લથડી હતી, તેમની તબિયત લથડી પડતા તેઓને તાત્કાલિક ઝાયડસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે

 દરમિયાન કોંગ્રેસ નેતા પી. ચિદમ્બરમના પુત્ર અને કોંગ્રેસના સાંસદ કાર્તિ ચિદમ્બરમે ટવીટ કરી જણાવ્યું હતું કે અમદાવાદમાં અતિશય ગરમી અને ડિહાઇડ્રેશનને કારણે પ્રેસિન્કોપનો એક એપિસોડ થયો હતો અને ઝાયડસ હોસ્પિટલમાં નિરીક્ષણ હેઠળ છે. ડોકટરો તેના પરિમાણોની સમીક્ષા કરી રહ્યા છે જે હાલમાં સામાન્ય છે.

(9:41 PM IST)