News of Wednesday, 9th April 2025
વાહ રે પોલીસઃ ખાલી ૧૦૦ રૂપિયા લૂંટી જનારા ચોરને પકડવા માટે ૧૦ હજારનું ઈનામ રાખ્યું
ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં પોલીસે એક લૂટકાંડનો પર્દાફાશ

મુરાદાબાદ તા.૯: આ ભારત છે. અહીં કંઈ પણ થઈ શકે છે. ઘણી વાર તો એવી ઘટનાઓ બને છે, જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જાય. ભારતમાં લગભગ દરરોજ લૂંટકાંડના કેટલાય કિસ્સા સામે આવતા હશે. પણ કરોડોની લૂંટ થાય છે, તો કયારેક લાખોની લૂંટ. મોટા ભાગના કેસમાં કોઈ પુરાવા મળતા નથી. અપરાધી પણ પકડાતા નથી. પોલીસે આ અપરાધીઓને પકડવા માટે ઈનામની પણ જાહેરાત કરતી હોય છે. છતાં પણ મોટા ભાગના કેસમાં નિરાશા હાથ લાગે છે.
ઘણી વાર અમુક લૂંટકાંડના પર્દાફાશ થઈ જતા હોય છે. ચાર એપ્રિલના રોજ મુરાદાબાદમાં એક વેપારીના દીકરા સાથે લૂંટ થઈ હતી. તેને બંધક બનાવ્યો હતો. આ મામલામાં પોલીસે આરોપીઓને પકડવા અને લૂંટકાંડને સોલ્વ કરવામાં સફળતા મેળવી. આ સિદ્ધિ પર પોલીસ ટીમે દસ હજારનું ઈનામ પણ આપી દીધું. હવે આપને જણાવીએ કે આખરે લૂંટાયું શું હતું? આ લૂંટકાંડમાં વેપારીના દીકરાની એક સો રૂપિયાની નોટ લૂંટી લઈ ગયા હતા. સાથે જ એક મોબાઈલ છીનવી લીધો હતો.
ચાર એપ્રિલના રોજ સિવિલ લાઈન્સના જિગર કોલોનીમાં એક્સપોર્ટર અખ્તર હુસૈનના દીકરા સાથે લૂંટપાટ થઈ હતી. એસપી સિટી રણવિજયે ટીમ બનાવીને તેની તપાસ શરૂ કરી. સોમવારે પોલીસે તેનો પર્દાફાશ કર્યો અને ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી. તેમની પાસેથી લૂંટેલા સો રૂપિયામાંથી સાઠ રૂપિયા અને મોબાઈલ જપ્ત કર્યા. આ લૂંટ ઘરમાં ઘૂસીને કરી હતી. ત્યારબાદ આરોપીઓએ વેપારીના દીકરાને બાથરૂમમાં બંધ કરી ભાગી ગયા હતા.
આ ઘટના ચર્ચામાં એટલા માટે આવી છે કેમ કે સો રૂપિયાની લૂંટકાંડનો પર્દાફાશ કરનારી ટીમને પોલીસ તરફથી દસ હજારનું ઈનામ આપવામાં આવ્યું છે. તેથી આ ઘટના ચર્ચામાં આવી છે. જ્યાં કરોડોના લૂંટકાંડનો એક પણ કેસ સોલ્વ થતો નથી. ત્યાં સો રૂપિયા ચોરનારી ટોળકીને પકડીને પોલીસ વાહવાહી સાથે ઈનામ પણ વહેંચી રહી છે.(૩૮.૯)
(10:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
