News of Wednesday, 9th April 2025
વકફ બિલ મુદ્દે જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં ધારાસભ્યો વચ્ચે મારપીટ
ભાજપ અને આમ આદમી પાર્ટીના નેતાઓ મારામારી પર ઊતરી આવ્યા હતા. બીજી બાજુ નેશનલ કોન્ફરન્સના ધારાસભ્યોએ પણ વક્ફ કાયદા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા

શ્રીનગર તા.૯: જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં ફરી એક વાર ત્રીજા દિવસે મોટો હોબાળો થયો છે. ભાજપ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યો વચ્ચે વક્ફ સંશોધન કાયદા મુદ્દે ઉગ્ર બોલાચાલી થઈ હતી. વિવાદ એટલી હદે વધી ગયો હતો કે બંને પક્ષના નેતાઓ મારામારી પર ઊતરી આવ્યા હતા. બીજી બાજુ નેશનલ કોન્ફરન્સના ધારાસભ્યોએ પણ વક્ફ કાયદા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. ફઘ્ના ધારાસભ્યોએ પણ વક્ફ કાયદા પર ચર્ચાની માગ કરતાં ગળહમાં દેખાવો કર્યા હતા.
નેશનલ કોન્ફરન્સે પણ વક્ફ કાયદા મુદ્દે ચર્ચાની માગ કરી છે. ભાજપે તેનો વિરોધ કરતાં હોબાળો મચ્યો હતો. જેને લીધે જમ્મુ-કાશ્મીર વિધાનસભા ત્રણ કલાક માટે સ્થગિત કરી દેવામાં આવી હતી. વિધાનસભાની બહાર પ્રવેશદ્વાર પર જ ભાજપ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યો વચ્ચે ઝપાઝપી થઈ હતી. તેમણે ધક્કા-મુક્કી અને મારામારી કરી હતી. ભાજપના નેતાઓએ AAP પર આરોપ મૂકયો હતો કે તેમણે વિધાનસભાની અંદર વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરી હતી. જ્યારે ખ્ખ્ભ્એ ભાજપ આરોપ લગાવ્યો હતો કે તેમણે હોબાળો કરતાં અમારા પર હુમલો કર્યો હતો.
ભાજપના ધારાસભ્યે જણાવ્યું હતું કે તેઓ મિડિયા સાથે વાતચીત દરમિયાન હિન્દુઓ વિરુદ્ધ અપમાનજનક ભાષાનો ઉપયોગ કરી રહ્યા હતા. વિધાનસભાની કાર્યવાહી જોવા આવેલા પીડીપીના કાર્યકરોએ પણ મુફ્તી મોહમ્મદ સૈયદ પર વિવાદાસ્પદ ટિપ્પણી કરતાં તેમણે પણ ખ્ખ્ભ્ ના ધારાસભ્યો સાથે મારામારી કરી હતી. જ્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય મેહરાજ મલિકે કહ્યું હતું કે આ લોકો મને જણાવશે કે તેઓ બહાર તમાશો કેમ કરી રહ્યા હતા, ભાજપના લોકોએ હુમલો કર્યો હતો.
છેલ્લા ત્રણ દિવસથી વક્ફ કાયદા મુદ્દે જમ્મુ-કાશ્મીર વિધાનસભા યુદ્ધનો અખાડો બની ગઈ છે. પીડીપીના નેતાની આ મુદ્દે ચર્ચા કરવાની માગ ફગાવી દેવામાં આવતાં હોબાળો થયો હતો. આ હોબાળાએ આજે ઉગ્ર સ્વરૂપ લીધુ હતું
(4:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
