<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th April 2025

યમનમાં અમેરિકાના હવાઈ હુમલામાં 10 લોકોના મોત: ઈરાન સમર્થિત હુથી બળવાખોરોનો દાવો

- અમેરિકાએ હોદેદાના અલ-હવાક જિલ્લાને નિશાન બનાવ્યો

 

ઈરાન સમર્થિત હુથી બળવાખોરોએ દાવો કર્યો છે કે યમનના લાલ સમુદ્ર બંદર શહેર હોદેઈદા નજીક યુએસ હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 10 લોકો માર્યા ગયા છે અને 16 ઘાયલ થયા છે. હુથી બળવાખોરોના જણાવ્યા અનુસાર, અમેરિકાએ હોદેદાના અલ-હવાક જિલ્લાને નિશાન બનાવ્યો, જે શહેરના એરપોર્ટનું ઘર છે, જેનો ઉપયોગ બળવાખોરો ભૂતકાળમાં લાલ સમુદ્રમાં જતા જહાજો પર હુમલો કરવા માટે કરતા હતા.

(12:37 AM IST)