<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th April 2025

ટ્રમ્‍પની કૃપાથી મસ્‍કને બખ્‍ખાં: કમાણીનો રેકોર્ડ બનાવ્‍યો

ડોનાલ્‍ડ ટ્રમ્‍પે પારસ્‍પરિક ટેરિફ પર ૯૦ દિવસનો પ્રતિબંધ મૂકયોઃ યુએસ શેરબજારોમાં રેકોર્ડબ્રેક ઉછાળો આવ્‍યોઃ ટોચના ૧૦ અમીર લોકોએ $૧૪૦ બિલિયન કમાયા : વિશ્વના ટોચના ધનિક લોકોની નેટવર્થમાં મોટો વધારો થયોઃ એલોન મસ્‍કની કુલ સંપત્તિમાં $૩૫.૯ બિલિયનનો વધારો થયો

વોશીંગ્‍ટન,તા.૧૦: બુધવારે યુએસ શેરબજારમાં રેકોર્ડ વધારો જોવા મળ્‍યો. આના કારણે નાસ્‍ડેક, જેમાં ટેકનોલોજી શેરોનો સમાવેશ થાય છે, ૧૨.૧૬% ઉછળ્‍યો. આ વધારાને કારણે, અમેરિકન ધનિકોની નેટવર્થમાં રેકોર્ડબ્રેક વધારો જોવા મળ્‍યો. ટોચના ૧૦ અમીર લોકોની નેટવર્થમાં લગભગ ઼૧૪૦ બિલિયનનો વધારો થયો છે. ઇલેક્‍ટ્રિક કાર નિર્માતા ટેસ્‍લાના શેર ૨૨.૬૯% વધ્‍યા. આનાથી કંપનીના સીઈઓ અને વિશ્વના સૌથી ધનિક વ્‍યક્‍તિ એલોન મસ્‍કની નેટવર્થમાં $૩૫.૯ બિલિયનનો રેકોર્ડ વધારો થયો. બ્‍લૂમબર્ગ બિલિયોનેર ઇન્‍ડેક્‍સ અનુસાર, મસ્‍કની કુલ સંપત્તિ હવે $૩૨૬ બિલિયન સુધી પહોંચી ગઈ છે. જોકે, આ વર્ષે તેમની કુલ સંપત્તિમાં ૧૦૭ બિલિયન ડોલરનો ઘટાડો થયો છે.

એમેઝોનના શેરમાં ૧૧.૯૮%નો વધારો થયો, જેનાથી કંપનીના સહપ્રસ્‍થાપક જેફ બેઝોસની નેટવર્થમાં ૧૮.૫ અબજ ડોલરનો વધારો થયો. આ સાથે, તેમની કુલ સંપત્તિ $૨૧૦ બિલિયન સુધી પહોંચી ગઈ છે. વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં ત્રીજા ક્રમે રહેલા ફેસબુકના માર્ક ઝુકરબર્ગની કુલ સંપત્તિમાં $૨૫.૮ બિલિયનનો વધારો થયો છે. આ વધારા સાથે, તેમની કુલ સંપત્તિ $૨૦૭ બિલિયન સુધી પહોંચી ગઈ છે. વોરેન બફેટની કુલ સંપત્તિમાં $૮.૧૨ બિલિયનનો વધારો થયો છે, લેરી એલિસનની કુલ સંપત્તિમાં $૧૫.૫ બિલિયનનો વધારો થયો છે, બિલ ગેટ્‍સની કુલ સંપત્તિમાં $૪.૮૧ બિલિયનનો વધારો થયો છે, લેરી પેજની કુલ સંપત્તિમાં $૧૧.૦ બિલિયનનો વધારો થયો છે, સ્‍ટીવ બાલ્‍મરની કુલ સંપત્તિમાં $૧૧.૨ બિલિયનનો વધારો થયો છે અને સેર્ગેઈ બ્રિનની કુલ સંપત્તિમાં $૧૦.૨ બિલિયનનો વધારો થયો છે.

AI ચિપ નિર્માતા Nvidia ના શેર ૧૮.૭૨% વધ્‍યા, જેનાથી તેના CEO જેન્‍સન હુઆંગની નેટવર્થમાં ૧૫.૫ બિલિયન ડોલરનો વધારો થયો. માઈકલ ડેલની કુલ સંપત્તિમાં $૧૦ બિલિયનનો વધારો થયો, અને જીમ, રોબ અને એલિસ વોલ્‍ટનની કુલ સંપત્તિમાં $૭ બિલિયનનો વધારો થયો. દરમિયાન, સ્‍થાનિક શેરબજારમાં ઘટાડાને કારણે મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીની નેટવર્થમાં ઘટાડો થયો. વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં અંબાણી ૮૪.૧ અબજ ડોલરની સંપત્તિ સાથે ૧૭મા ક્રમે છે, જ્‍યારે અદાણી (૬૯.૯ અબજ ડોલર) ૨૧મા ક્રમે છે. આ વર્ષે, વિશ્વના ટોચના ૨૦ ધનિકોમાંથી ૧૭ લોકોની નેટવર્થમાં ઘટાડો થયો છે. સૌથી વધુ કમાણી કરનાર વ્‍યક્‍તિ વોરેન બફેટ (઼૨૦ બિલિયન) છે.(૪૦.૧૨)

(9:57 AM IST)