<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th April 2025

બાબૂલ કી દુઆએ લેતી જા, જા તુઝકો સુખી સંસાર મિલેઃ પતિએ કંટાળીને પ્રેમી સાથે પત્‍નીના લગ્ન કરાવી દીધા

બે વર્ષ પહેલા આ પતિ-પત્‍નીના લગ્ન થયા હતા. પણ પત્‍નીને પહેલાથી એક યુવક સાથે લફરું ચાલી રહ્યું હતું

ફર્રુખાબાદ,તા.૧૦: સોશિયલ મીડિયા પર એક અનોખા લગ્નનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક પતિએ ખુદ પોતાની પત્‍નીના લગ્ન તેના પ્રેમી સાથે કરાવી દીધા. કહેવાય છે કે આ મામલો ઉત્તર પ્રદેશના ફર્રુખાબાદ જિલ્લાનો છે. બે વર્ષ પહેલા આ પતિ-પત્‍નીના લગ્ન થયા હતા. પણ પત્‍નીને પહેલાથી એક યુવક સાથે લફરું ચાલી રહ્યું હતું. મેરઠ અને ઔરૈયામાં હાલમાં જ સામે આવેલી હત્‍યાની ઘટનાઓ બાદ પતિએ કોઈ પણ વિવાદ થાય તે પહેલા કાયમગંજમાં પોતાની પત્‍નીના લગ્ન પ્રેમી સાથે કરાવી દીધા.

પતિએ બંનેને રાજીખુશી લગ્ન કરવાની મંજૂરી આપી દીધી. આ મામલો હવે લોકોની વચ્‍ચે ચર્ચાનો વિષય બન્‍યો છે અને વીડિયો ઈન્‍ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. જિલ્લાના કમ્‍પિલ પોલીસ સ્‍ટેશન હદ વિસ્‍તારના સિકંદરપુર ખાસ નિવાસી વૈષ્‍ણવીના લગ્ન ભંવર સિંહ સાથે ૨૦૨૩માં થયા હતા.

લગ્ન બાદ પતિ-પત્‍ની વચ્‍ચે સતત ઝઘડા થતા રહેતા હતા. પત્‍ની મોટા ભાગે પિયરમાં જ રહેતી હતી. કારણ કે તેને ગામના જ મનોજ સાથે લફરું હતું. ભંવર સિંહે વૈષ્‍ણવીને ઘણી વાર સાસરિયે આવવા માટે મનાવી, પણ તે દર વખતે ના પાડી દેતી હતી. પતિએ પત્‍નીના પિયરવાળા સાથે આ અંગે વાત કરી.

પતિ ભંવર સિંહે વૈષ્‍ણવીના પરિવાર સાથે વાત કરી. જ્‍યારે પત્‍નીએ પતિ સાથે રહેવાની ના પાડી અને પ્રેમી મનોજ સાથે રહેવાની વાત કરી તો આખરે પત્‍નીની માતા તથા પતિની હાજરીમાં વૈષ્‍ણવીએ પ્રેમી મનોજ સાથે લગ્ન કર્યા. વૈષ્‍ણવી રાજીખુશી મનોજ સાથે જતી રહી.

આ દરમ્‍યાન પત્‍નીએ પોતાની પ્રેમ કહાની જણાવી. જે બાદ પતિ ભંવર સિંહે પોતાની પત્‍નીના લગ્ન કરાવવાનો નિર્ણય લીધો. લગ્ન બાદ વૈષ્‍ણવીએ પોતાના પ્રેમી મનોજ સાથે રાજીખુશી જતી રહી. પતિ ભંવર સિંહે જણાવ્‍યું કે, તેના લગ્ન બે વર્ષ પહેલા થયા હતા. પણ તે મને છોડીને જતી રહી. હવે તેના બીજા લગ્ન કરાવી દીધા છે. પત્‍ની વૈષ્‍ણવીને પ્રેમી સાથે લગ્ન થતાં તે ખૂબ ખુશ છે. તેણે કહ્યું કે, તે ખુશ રહેશે. વૈષ્‍ણવીને ભંવરે પોતાની સાથે રાખવાની ખૂબ કોશિશ કરી હતી. પણ વૈષ્‍ણવી માની નહીં.

વૈષ્‍ણવીની માતાએ જણાવ્‍યું કે, મારી દીકરી આ લગ્નથી ખુશ નહોતી અને તે પતિ સાથે રહેવા માગતી નહોતી. આજે અમે તેના બીજા લગ્ન કરાવ્‍યા છે. હવે તે ખુશ રહેશે. તો વળી પત્‍નીએ જણાવ્‍યું કે, મારા લગ્ન બે વર્ષ થયા હતા. અમુક કારણોસર અમે સાથે રહેવા નહોતા માગતા. તે મને રાખવા નહોતા માગતા. આજે મારા બીજા લગ્ન થયા છે અને મારી માતાએ મંજૂરી આપી છે. અમે આ લગ્નથી ખુશ છીએ.(૪૦.૮)

(9:59 AM IST)