<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th April 2025

આગામી ૫ વર્ષમાં AI સારવાર કરશે...રોબોટ્‍સથી થશે સર્જરી

વાયોનિક્‍સ બાયોસાયન્‍સ કંપનીના CEO વિવેક વાધવાએ રાઇઝિંગ ભારત સમિટમાં કહ્યું કે આગામી ૫ વર્ષમાં મેડિકલ ક્ષેત્રમાં ભારત કમાલ કરી શકે છે, AI ડોક્‍ટરની જેમ સારવાર કરતું જોવા મળશે

નવી દિલ્‍હી,તા.૧૦: ભારત ડેટાના મામલે દુનિયાનો સૌથી અમીર દેશ છે અને આ ડેટાના દમ પર એઆઈ કમાલ કરી શકે છે. આગામી ૫-૧૦ વર્ષમાં એઆઈ દરેક ક્ષેત્રમાં ક્રાંતિ કરી દેશે અને તમને હોસ્‍પિટલોમાં આર્ટિફિશિયલ ઇન્‍ટેલિજન્‍સ બીમારીઓની સારવાર કરતા જોવા મળી શકે છે. ભવિષ્‍યમાં માઇક્રો રોબોટ્‍સ સર્જરી કરશે અને હેલ્‍થની મોનિટરિંગ મોબાઇલ ફોન દ્વારા થઈ શકશે. આ કહેવું છે ભારતીય અમેરિકન એન્‍ટરપ્રેન્‍યોર અને વાયોનિક્‍સ બાયોસાયન્‍સ કંપનીના સીઈઓ વિવેક વાધવાનું. ન્‍યૂઝ૧૮ રાઇઝિંગ ભારત સમિટમાં કહ્યું કે આગામી એક દાયકામાં મેડિકલ ઇન્‍ડસ્‍ટ્રી સંપૂર્ણપણે બદલાઈ શકે છે.

વિવેક વાધવાએ કહ્યું કે ભારત પાસે સસ્‍તા મેડિકલ સાધનો બનાવવાની સારી તક છે. પヘમિી દેશો મેડિકલ સાધનોના નામે અબજો ડોલર લૂંટી રહ્યા છે, પરંતુ ભારતીય વૈજ્ઞાનિકો સસ્‍તા સાધનો બનાવીને દુનિયામાં લોહ મનાવી શકે છે. વિવેક બાધવાએ જણાવ્‍યું કે તેમની કંપની આ જ હેતુથી કામ કરી રહી છે અને અનેક રોગોને શોધવા માટેના સાધનો સસ્‍તામાં બનાવી રહી છે. આગામી થોડા વર્ષોમાં ભારતીય મેડિકલ ઉદ્યોગ સંપૂર્ણપણે બદલાઈ શકે છે. તમને હોસ્‍પિટલમાં એઆઈ સારવાર કરતું જોવા મળી શકે છે અને માઇક્રો રોબોટ્‍સ દ્વારા સર્જરી થતી જોવા મળી શકે છે. આ બધું ખૂબ જ જલ્‍દી થઈ જશે.

તેમણે કહ્યું કે ભારત પાસે વિશ્વમાં લીડર બનવાની તક છે. જો અહીંના વૈજ્ઞાનિકો દિલ્‍હી સહિત સમગ્ર દેશમાં પ્રદૂષણ નિયંત્રણ માટે જગ્‍યા-જગ્‍યાએ સેન્‍સર લગાવે, તો ઘણી સમસ્‍યાઓનું સમાધાન મળી શકે છે. ભારત પાસે એન્‍જિનિયરોથી લઈને દરેક ક્ષેત્રમાં પ્રતિભાશાળી લોકોની કમી નથી. ભારત પાસે વિશ્વમાં સૌથી વધુ ડેટા છે અને જો તેનો યોગ્‍ય રીતે ઉપયોગ કરવામાં આવે, તો એઆઈની મદદથી ભારત દરેક ક્ષેત્રમાં ક્રાંતિ કરી શકે છે. ખાસ કરીને મેડિકલ સાયન્‍સમાં ભારત પોતાનો ડંકો વગાડી શકે છે. ભારતમાં ઘણી સમસ્‍યાઓ છે, જેને હમણાં સુધારવામાં આવે તો પヘમિી દેશો પાસેથી સાધનો ખરીદવાની જરૂર નહીં પડે.

ભારતીય અમેરિકન સીઈઓએ કહ્યું કે આજકાલ બધા મોબાઇલ ફોનમાં ઘણા સેન્‍ટર હોય છે, જે આપણી તંદુરસ્‍તીનું નિરીક્ષણ કરે છે. ટૂંક સમયમાં એવા સેન્‍સર પણ આવી જશે, જે કેન્‍સરથી લઈને તમામ રોગોને શોધવા અને મોનિટર કરવામાં મદદ કરશે. આ સેન્‍સર તમને ૨૪'૭ કનેક્‍ટ રાખશે અને તમને દરેક ક્ષણે આરોગ્‍ય અપડેટ આપશે. ઘણી કંપનીઓ હવે સ્‍માર્ટફોન અને લેપટોપને બદલે આવા ગેજેટ્‍સ પર ધ્‍યાન આપી રહી છે. આ વસ્‍તુઓથી આગળ જતા મેડિકલ ઉદ્યોગમાં મોટા ફેરફારો આવી શકે છે.(૪૦.૬)

(10:00 AM IST)