<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th April 2025

છોકરામાંથી છોકરી બનેલી અનાયાને મળવા લાગી લગ્નની ઓફર

સુંદરતા જોઈ ફીદા થયા લોકો...એક યુઝર્સે તો તેને લગ્ન કરવાની ઓફર પણ આપી દીધી

નવી દિલ્‍હી,તા.૧૦: ભારતીય ટીમના પૂર્વ બેટિંગ કોચ સંજય બાંગરનો દીકરો આર્યનમાંથી અનાયા બની ચૂકયો છે. અનાયા પોતાના બદલાયેલા લુક સાથે સુંદર લાગી રહી છે. જેન્‍ડર ચેન્‍જ કર્યા બાદ તે હાલમાં જ ભારત આવી. ભારત પહોંચતા જ અનાયાને લગ્નની ઢગલાબંધ ઓફર મળી રહી છે.

અનાયા સોશિયલ મીડિયા પર ખૂબ એક્‍ટિવ રહે છે. તેણે ભારત આવીને પોતાના વાળને નવો લુક આપ્‍યો છે. ઈંગ્‍લેન્‍ડથી મુંબઈ એરપોર્ટ પર અનાયા પોતાના આકર્ષક વાળ સાથે પરત ફરી પણ ઈન્‍ડિયા આવીને તેણે પોતાના વાળને સ્‍ટ્રેટ કરાવી નાખ્‍યા. અનાયા ઈંગ્‍લેન્‍ડના મેનચેસ્‍ટરમાં રહે છે. જ્‍યાં તેણે અનાયા બનતા પહેલા ક્‍લબ ક્રિકેટ રમી હતી.

યુઝર્સે લખ્‍યું કે, બોલીવુડમાં જલ્‍દી એન્‍ટ્રી મળશે, ત્રીજાએ લખ્‍યું ખૂબ જ સુંદર લાગી રહી છે.

૭ એપ્રિલે અનાયા બાંગરે એક વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો. આ વીડિયોમાં તે સૂટ પહેરેલી દેખાય છે. સૂટમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. તેની સુંદરતાના લોકો દિવાના થઈ ગયા છે. એક યુઝર્સે તો તેને લગ્ન કરવાની ઓફર પણ આપી દીધી. તેણે લખ્‍યું કે, મારી મમ્‍મીની વહુ બનીશ અનાયા. બીજા યુઝર્સે લખ્‍યું કે, બોલીવુડમાં જલ્‍દી એન્‍ટ્રી મળશે, ત્રીજાએ લખ્‍યું ખૂબ જ સુંદર લાગી રહી છે.

અનાયાએ ફેબ્રુઆરીમાં ભારત આવવાની જાણકારી આપતા ઈન્‍સ્‍ટાગ્રામ વીડિયોમાં કહ્યું હતું. ઈન્‍ડિયા તૈયાર થઈ જાવ, હું પાછી આવી રહી છું. પહેલી વાર હું ઈન્‍ડિયા પાછી આવી રહી છું. પહેલી વાર હું અસલી રૂપમાં પાછી આવી રહી છું. મેં આ નજરથી કયારેય ઈન્‍ડિયાનો અનુભવ નથી કર્યો. પણ હવે સમય આવી ગયો છે. મારી આ સફરનો જે ભાગ રહ્યા છે અને મારા દોસ્‍ત, તેમની સાથે એપ્રિલમાં મળીએ. અનાયા મેન્‍સ સાથે ક્રિકેટ રમી ચૂકી છે અને લેફ્‌ટ હેન્‍ડ બેટ્‍સમેન રહી ચૂકી છે.

અનાયા ઈંગ્‍લેન્‍ડના મેનચેસ્‍ટરમાં રહે છે. તેણે ગત વર્ષે પોતાનું જેન્‍ડર ટ્રાન્‍સફોર્મેશનની જર્નીનો વીડિયો ઈન્‍સ્‍ટાગ્રામ પર અપલોડ કર્યો હતો. તેણે હોર્મોનલ રિપ્‍લેસમેન્‍ટ સર્જરી કરાવી છે. અનાયાથી પહેલા આર્યન ઈંગ્‍લેન્‍ડમાં કાઉન્‍ટી ક્‍લબથી ક્રિકેટ રમી ચૂકયો છે. તે અંડર ૧૬માં યશસ્‍વી જાયસવાલ સાથે પણ ક્રિકેટ રમી ચૂકયો છે.(૪૦.૫)

(10:01 AM IST)