<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th April 2025

સંબંધ તૂટવા, આધુનિક સમયમાં મર્ડર, ઓનર કિલિંગ અને આત્‍મહત્‍યાના વધતા પ્રમાણનું કારણ કેટલીક હદ સુધી અધિકારભાવ એટલે કે પઝેસિવનેસ હોઈ શકે છે

સર્વેમાં બહાર આવ્‍યા ચોંકાવનારા તારણો : આજકાલ લોકોમાં પઝેસિવનેસ વધતી જાય છે. વધારે પડતી પઝેસિવનેસ માનસિક વિક્રુતિનું સ્‍વરૂપ ધારણ કરી લે છે. જેનાથી સામાજિક અને માનસિક બંને રીતે વ્‍યક્‍તિને નુકસાન થાય છે. સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થિનીએ પઝેસિવનેસ પર સર્વે કર્યો હતો. જેમાં ચોંકાવનારા ખુલાસા થયા છે

રાજકોટ તા.૧૦: આજના આધુનિક સમયમાં મર્ડર, ઓનર કિલિંગ અને આત્‍મહત્‍યાના વધતા પ્રમાણનું કારણ કેટલીક હદ સુધી અધિકારભાવ એટલે કે પઝેસિવનેસ હોઈ શકે છે. લોકો વધારે પડતી ઈર્ષા, આક્રમકતા, સહનશીલતાનો અભાવ, અસલામતીનો ભાવ, લાલચ અને અહમના સંતોષ જેવા ભાવને સંતોષવા માટે અધિકારભાવ રાખે છે, જે કયારેક માનસિક વિકળતિનું સ્‍વરૂપ લઈ લે છે.

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના મહર્ષિ અરવિંદ મનોવિજ્ઞાન ભવનના અધ્‍યક્ષ પ્રોફેસર ડૉ. યોગેશ એ. જોગસણ અને અધ્‍યાપક ડૉ. ધારા આર. દોશીના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીની કાનાણી અર્સિતાએ ૪૯૩ લોકો પર અધિકારભાવ(પઝેસિવનેસ)નો સર્વે કર્યો. આમાં કેટલાક રસપ્રદ તારણો સામે આવ્‍યા છે.

અર્સિતા કાનાણીએ કરેલા સર્ર્વેના તારણો

૮.૩% લોકોનું માનવું છે કે સોશિયલ મીડિયા અધિકારભાવમાં(પઝેસિવનેસ) વધારો કરે છે. ૬૯.૫% લોકો માને છે કે અધિકારભાવના કારણે પોતાના પાર્ટનર -ત્‍યે શંકા વધે છે. ૮૭%લોકોના મતે સંબંધ તૂટવાનો મુખ્‍ય કારણ અધિકારભાવ છે. ૮૯.૧% લોકો માને છે કે અધિકારભાવના કારણે સંબંધોમાં ઝઘડાનું પ્રમાણ વધે છે. ૮૧.૦૩% લોકોના મતે અધિકારભાવના કારણે ધમકી આપવાનું વલણ વધે છે. ૭૫.૩%આજકાલ લોકોમાં પઝેસિવનેસ વધતી જાય છે. વધારે પડતી પઝેસિવનેસ માનસિક વિકળતિનું સ્‍વરૂપ ધારણ કરી લે છે. જેનાથી સામાજિક અને માનસિક બંને રીતે વ્‍યક્‍તિને નુકસાન થાય છે. સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થિનીએ પઝેસિવનેસ પર સર્વે કર્યો હતો. જેમાં ચોંકાવનારા ખુલાસા થયા છ લોકો માને છે કે અધિકારભાવના કારણે લોકોમાં અનુકરણનું વલણ વધે છે. ૭૦.૩% લોકોએ સ્‍વીકાર્યું કે અધિકારભાવ આત્‍મનિયંત્રણમાં ઘટાડો કરે છે. ૭૯.૬% લોકો માને છે કે અધિકારભાવના કારણે આક્રમકતા વધે છે. ૭૫.૬% લોકોનું માનવું છે કે અધિકારભાવના કારણે આત્‍મહત્‍યા અને હત્‍યાની ભાવનાઓમાં વધારો થાય છે. ૮૬% લોકોના મતે અધિકારભાવ સંબંધમાં વિક્ષેપ ઊભો કરે છે.

પઝેસિવનેસ શા માટે પેદા થાય છે?

પઝેસિવનેસ એ એવી માનસિકતા છે, જેમાં વ્‍યક્‍તિ બીજાના જીવન, સમય અને લાગણીઓ પર હક જમાવવાનો પ્રયાસ કરે છે અને ઘણીવાર અન્‍યને નિયંત્રણમાં રાખવાનું પસંદ કરે છે. માલિકી ભાવના ખાસ કરીને વ્‍યક્‍તિગત સંબંધોને અસર કરે છે. જો આ વલણ હદમાં ન રહે તો તણાવ, હતાશા, ડિપ્રેશન અને સંબંધ તૂટવાના કારણ બની શકે છે.

પાર્ટનર પ્રત્‍યે વિશ્વાસની ઉણપ, ભૂતકાળની દુઃખદ ઘટનાઓ અને સંબંધ ગુમાવવાનો ભય પણ અધિકારભાવને જન્‍મ આપે છે. અતિ શંકાશીલતા અને અહમકેન્‍દ્રી હોવાના કારણે પણ અધિકારભાવ જોવા મળે છે.

પઝેસિવનેસના લક્ષણો અને ઉપચાર

માલિકી ભાવ ધરાવતા લોકોમાં અતિ લાગણીશીલતા, આક્રમકતા અને અહમને સંતોષનું પ્રમાણ વધારે જોવા મળે છે. તેઓ વિશ્વાસની ઉણપ અને સત્તાવાદી વલણ ધરાવે છે અને અન્‍યને નિયંત્રણમાં રાખવાની ઈચ્‍છા ધરાવે છે. તેઓમાં ઈર્ષાનું પ્રમાણ વધુ હોય છે.

વધારે પડતી હૂંફ, લાડ અથવા પ્રેમ પણ નુકસાનકારક બની શકે છે. કહેવાય છે કે અતિને ગતિ ન હોય. વધુ લાગણીશીલતા અને નિયંત્રણના કારણે સંબંધો તૂટે છે અથવા કંટાળીને વ્‍યક્‍તિ આત્‍મહત્‍યા જેવી હદે પહોંચી જાય છે. લાગણીઓ આપતી વખતે પ્રતિસાદ મળવો જોઈએ અને બળજબરી કરવી સ્‍વતંત્રતા નથી. મનથી સ્‍વતંત્રતા આપશો તો સંબંધો જળવાઈ રહેશે.

પોતાની લાગણીઓને એકબીજા સાથે શેર કરો. વ્‍યક્‍તિગત અવકાશ આપો જેથી તેઓ પોતાની જાતને ઓળખી શકે અને વિકાસ કરી શકે. મનોવૈજ્ઞાનિકની મદદ લો અને લોકો પર ઓછું નિયંત્રણ રાખી તેમને સ્‍વતંત્રતા આપો, કારણ કે જેટલી સ્‍વતંત્રતા હશે, તેટલો જ સંબંધ મજબૂત થશે. વધુ અધિકારભાવના કારણે સંબંધોમાં ગંભીર સમસ્‍યાઓ ઊભી થતી હોય છે.(૩૮.૮)

(10:15 AM IST)