<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th April 2025

દેશમાં દર પાંચમા વ્‍યક્‍તિને વિટામિન ડીની ઉણપ : અભ્‍યાસમાં ખુલાસો

જો આપણે ૨૦૩૦ સુધીમાં કુપોષણ દૂર કરવાના સંયુક્‍ત રાષ્‍ટ્રના ઠરાવ પર આગળ વધવું હોય, તો પહેલા વિટામિન ડીની ઉણપ દૂર કરવી પડશે

નવી દિલ્‍હી, તા.૧૦: એક અભ્‍યાસમાં જાણવા મળ્‍યું છે કે ભારતમાં દરેક પાંચમો વ્‍યક્‍તિ વિટામિન ડીની ઉણપથી પીડાય છે. વિટામિન ડીનો મુખ્‍યસ્ત્રોત સૂર્યપ્રકાશ છે. દેશમાં પ્રકાશની કોઈ અછત ન હોવા છતાં, અભ્‍યાસમાં આ પરિસ્‍થિતિ અંગે ચિંતા વ્‍યક્‍ત કરવામાં આવી હતી. આ અભ્‍યાસ ઇન્‍ડિયન કાઉન્‍સિલ ઓફ રિસર્ચ ઓન ઇન્‍ટરનેશનલ ઇકોનોમિક રિલેશન્‍સ (ICRIER) અને એક ફાઉન્‍ડેશન દ્વારા હાથ ધરવામાં આવ્‍યો હતો. ICRIER ના પ્રોફેસર ડૉ. અર્પિતા મુખર્જીએ જણાવ્‍યું હતું કે અભ્‍યાસ અહેવાલ ચેતવણી આપે છે કે હવે વધુ વિલંબ થઈ શકે નહીં. જો આપણે જરૂરી પગલાં નહીં લઈએ, તો વિટામિન ડીની ઉણપ એક મોટી સ્‍વાસ્‍થ્‍ય સમસ્‍યા બની શકે છે. જો આપણે ૨૦૩૦ સુધીમાં કુપોષણ દૂર કરવાના સંયુક્‍ત રાષ્‍ટ્રના ઠરાવ પર આગળ વધવું હોય, તો આપણે પહેલા આપણા લોકોમાં વિટામિન ડીની ઉણપ દૂર કરવી પડશે.

સૂર્યપ્રકાશના પૂરતા સંપર્ક દ્વારા વિટામિન ડીની ઉણપ દૂર કરી શકાય છે. માછલી, મશરૂમ, બીજ વગેરેમાં પણ વિટામિન ડી હોય છે. અભ્‍યાસના સહપ્રલેખક ડૉ. આશિષ ચૌધરીએ જણાવ્‍યું હતું કે ગેજેટ્‍સને કારણે લોકોની બહાર અવરજવર ઓછી થઈ ગઈ છે. લોકો ઓફિસમાં સિસ્‍ટમ પર કામ કરે છે અથવા ઘરે હંમેશા પોતાના મોબાઈલ ફોન પર વ્‍યસ્‍ત રહે છે.

વિટામિન ડી શરીરની ચરબીમાં ઓગળી જાય છે. આ શરીરમાં કેલ્‍શિયમ શોષવામાં મદદ કરે છે. તેની ઉણપથી કેલ્‍શિયમની ઉણપ થાય છે. વિટામિન ડી ચેતા શક્‍તિ, સ્‍નાાયુઓના સંકોચન અને રોગપ્રતિકારક શક્‍તિ માટે ખૂબ જ મહત્‍વપૂર્ણ છે.

(11:11 AM IST)