News of Thursday, 10th April 2025
વિજ્ઞાન ભૈરવ તંત્ર- ૧૧૨ ધ્યાનની વિધીઓ ૫૫

જીવનના ઉથલ-પાથલથી શાંત રહેવાની શકિતશાળી ધ્યાન વિધીઓ
આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૯ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.
સ્થળઃ
ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬
વિધી- ૫૫:‘‘જયારે ઉંઘ હજુ આવી ના હોય અને બાહય જાગરણ વિદાય થઇ ગયું હોય,એ મધ્યબિન્દુ ઉપર બોધપૂર્ણ રહેવાથી આત્મા પ્રકાશિત થાય છે.''
ઉંઘ માં ઉતરતા પહેલા વિશ્રામપૂર્ણ થાઓ અને આંખો બંધ કરી દો. ઓરડામાં અંધારૂ કરી દો અને રાહ જુઓ. ઉંઘ આવી રહી છે, બસ પ્રતિક્ષા કરો. કશું કરો નહી. તમારૂ શરીર શિથિલ થઇ રહ્યું છે, શરીર ભારે થઇ રહ્યું છે. બસ શિથિલતાને, ભારેપણાને મહેસુસ કરો. ઉંઘની પોતાની વ્યવસ્થા છે, કામ કરવા લાગે છે. તમારી જાગ્રત ચેતના વિલીન થવા લાગે છે. એને ચુકી ગયા તો ચુકી ગયા. આ કોઇ મોટો અંતરાલ નથી, બહુ નાનો છે. એ ક્ષણ માત્રનો અંતરાલ છે જેમાં તમે જાગરણમાંથી ઊંધમાં પ્રવેશ કરી દો છો. તો બસ પુરી સજગતાથી પ્રતિક્ષા કરો, પ્રતિક્ષા કરતા રહો.
આમાં થોડો સમય લાગશે. ઓછામાં ઓછા ત્રણ મહિના લાગે છે. ત્યાં સુધીમાં એક દિવસ તમને એ ક્ષણની ઝલક મળશે કે જે બરાબર વચમાં છે. તો જલદી ના કરતા. આ અત્યારે જ નહી થાય. એ આજે રાત્રે જ નહી થાય પરંતુ તમારે શરૂ કરવાનું છે અને મહિનાઓ પ્રતિક્ષા કરવાની છે. સામાન્ય રીતે ત્રણ મહિનામાં એક દિવસે આ ઘટશે. આ રોજ જ ઘટી રહેલ છે પરંતુ તમારી સજગતા અને અંતરાલનું મિલન આયોજિત કરી શકાતું નથી તે ઘટી જ રહ્યું છે. તમે પ્રતિક્ષા કરતા જાઓ અને કોઇ દિવસે તે ઘટી જશે. કોઇ દિવસે તમને અચાનક એ બોધ થશે કે ના તો હું જાગું છું કે ના હું સુતેલો છું.
આ એક ઘણો વિચિત્ર અનુભવ છે. તમે એનાથી ભયભીત પણ થઇ શકો છો. અત્યાર સુધી તમે બે જ અવસ્થાઓ જાણી છે. તમને તમારા જાગવાની ખબર છે અને તમને તમારી ઉંઘની ખબર છે. પરંતુ તમને એની ખબર નથી કે તમારા ભીતર એક ત્રીજું બિન્દુ પણ છે. જયારે તમે ના જાગેલા છો કે ના સુતેલા છો, આ બિદુમાં પ્રથમ દર્શનથી તમે ભયભીત થઇ શકો છો, આતંકિત પણ થઇ શકો છો. ગભરાઓ નહી. આતંકિત ના થાઓ. જે પણ વસ્તુ જેટલી નવી હશે, અજાણી હશે, તે જરૂર ભયભીત કરશે કારણ કે એ ક્ષણનો જયારે તમને વારંવારે અનુભવ થશે તો તમને એક બીજો અહેસાસ કરાવશે કે ના તમે જીવિત છો અને ના તમે મૃત, ના તમે આ કે ના તમે તે (૩.૩)
સંકલન-તથા ભાષાંતર
સ્વામી સત્યપ્રકાશજી
મો.૯૪ર૭ર પ૪ર૭૬
(11:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
