તા. ૪ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૫ ગુરૂવાર
News of Thursday, 10th April 2025
પથરીનો દુખાવો, અસ્થમા, ચામડી-માનસિક રોગોમાં હોમિયોપથી સારવાર અક્સીર
આજે વર્લ્ડ હોમિયોપથી ડેઃ વિજ્ઞાન અને સરળ ઉપચાર પદ્ધતિના સંગમને માન્યતા આપતો દિવસ

નવી દિલ્હી તા.૧૦: દર વર્ષે ૧૦ એપ્રિલે વિશ્વભરમાં વિશ્વ હોમિયોપેથી દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ હોમિયોપેથીના પિતા ગણાતા જર્મન ઉપચારવિદ્દ ડો. સમ્યુઅલ હાનેમાનની યાદમાં મનાવવામાં આવે છે. જેમલે ૧૮મી સદીમાં આ અલ્ટરનેટિવ મેડિસિન પદ્ધતિ વિકસાવી હતી.
હોમિયોપેથી એવી ઉપચાર પદ્ધતિઓ પૈકી એક છે. જેમાં શરીરના પ્રાકળતિક રોગપ્રતિકારક તંત્રને ઉત્તેજિત કરીને દઠર્દીને સારવાર આપવામાં આવે છે. એમાં મજબૂત એન્ટિબાયોટિકા કે શરીરને થાકાવનારા દવાઓની આડઅસર ખૂબ ઓછી હોય છે. પારુલ યુનિવર્સિટીની હોમિઓપેથી કોલેજના પ્રોફેસર, સ્ટેન્ડિંગ કમિટિના પૂર્વ ચેરમેન ડૉ. હિતેન્દ્ર પ્રભુદાસ પટેલે જણાવ્યું હતું કે, હોમિઓપેથી મેડિકલ એસોસિએશન ઓફ ઈન્ડિયા હેઠળ વડોદરામાં ૩૫૦૦ જેટલાં ડોક્ટર્સ કાર્યરત છે. ઉપરાંત અનેક સેવાકીય સંસ્થાઓ પણ હોમિઓપેથી સેન્ટર ચલાવે છે. પ્રતિદિન દરેક ડોક્ટર સરેરાશ ૭૦ જેટલાં દર્દીઓની સારવાર કરે છે. જેનો મતલબ સ્પષ્ટ છે કે, વડોદરામાં હોમિઓપેથીની સારવાર લેનારા લોકોની સંખ્યા બહોળા પ્રમાણ છે.
આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૫ણ વધુ પડતાં ભાષણને કારણે ગળુ બેસી જવાની સમસ્યાથી પીડિત હોય છે, ત્યારે તેઓ હોમિઓપેથી દવા લેતાં હોય છે. ભૂતકાળમાં વડોદરાના તબીબોએ તેમને હોમિઓપેથી દવા આપી હતી.
કયાં રોગોમાં હોમિયોપેથી સારવાર વધુ અકસીર થાય છે?
એલર્જી અને આસ્થમાઃ ધૂળ, ધુમાડો, ફૂલોની પરાગ વગેરેની એવજી. સીઝનલ ફ્લુ એવજે. શ્વાસ લેવામાં તકવીફ વગેરેમાં સારી અસર આપે છે. ઉપરાંત પથરીની તકલીફમાં હોમિઓપેથી કારગત સાબિત થાય છે.
ચામડીના રોગોઃ એક્ઝીમા સોરાયસિસ, એલર્જિક રેશ ફંગલ ઇન્ફેક્શન એકને (પિપલ્સ) વગેરે માટે પ્રભાવશાળી હોલ છે.
માનસિક તણાવ અને ઉદાસીનતા ડિપ્રેશન, એન્ઝાયટી ભય વધુ પડતો ગુસ્સો સ્ટ્રેસ હોમિયોપેથી સારવાર દ્વારા ઓછી દવા અને સરળતાથી મોટી રાહત આપે છ
હોર્મોનલ ડિસઓર્ડરઃ PCODPCOS, થાઈરોઇડ અસંતુલન, અનિયમિત માસિક ધર્મ વગેરે માટે પણ ઉપયોગી રહે છે.
માઈચેન અને માથાનો દુખાવોઃ લાંબા ગાળાનો માઈગ્રેન કે અચાનક થતો માથાનો દુખાવો હોમિયોપેથીથી સારી રીતે નિયંત્રિત થાય છે.
જન્મથી સંબંધિત રોગો (બાળકોમાં) કોરી ખાસી, કોલિક, વૈક્સિનેશન રિએક્શન, વધતી ઉંમર સાથેની તકલીફો માટે સલામત સારવાર છે.
જોઇન્ટ પેઈન અને હાડકાંના ટીગો ફેકયટ, રુમેટોઈડ આર્ધારાઇટિસ, ગોઠણનો દુઃખાવો, સાંધાઓમાં સોજો જેવી તકલીફમાં પણ રાહત આપે છે.
પ્રાણીઓમાં થતા રોગોની સારવારમાં પણ હોમિઓપેથી સારવાર ખૂબ જ કારગત નીવડે છે.
ઉપરાંત ડાયાબિટીસ, કેન્સર સહિતના ગંભીર રોગોમાં જો યોગ્ય જીવનશૈલી અને ત્વરિત નિદાન કરાય તો હોમિઓપેથી સારવારથી દર્દી ચોક્કસ રીતે સાજો થઈ શકે છે.
કોરોનામાં હોમિયોપેથીની પૂરક સારવારથી પાંચ જ દિવસમાં દર્દીઓમાં સુધાર નોંધાયો હતો!
ડો. હિતેન્દ્ર પટેલે ઉમેર્યું હતું કે. કોરોનામાં હોમિઓપેથી સારવાર ખૂબ જ કારગત નીવડી હતી. આયુષ મિનિસ્ટ્રી દ્વારા પરિપત્ર બહાર પડાયો હતો, જેના આધારે દરેક મેડિકલ વિભાગે દર્દીઓને ઈમ્યુનિટિ વધારવા હોમિઓપેથી દવા આપી હતી. જેના કારણે કેઝ્યુઆલિટી પણ ઓછી થઈ હતી. શહેરની પારુલ યુનિવર્સિટીની (જવાહરલાલ નહેરુ હોમિયોપેથીક મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં થયેલા એક અભ્યાસ અનુસાર, કોવિડમાં હોમિયોપેથીની પુરક સારવારથી દર્દીઓમાં ૫ જ દિવસમાં ક્લિનિકલ સુધારો જોવા મળ્યો હતો. ગંભીર રોગોમાં હોમિયોપેથી યોગ્ય માર્ગદર્શન અને નિષ્ણાત ડોક્ટરની સલાહ હેઠળ અસરકારક સાબિત થઈ શકે છે.(૩૮.૫)
(12:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
