<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th April 2025

IPL મેચ ટિકિટ વેચવાના નામે સાયબર છેતરપિંડી :પોલીસે જાહેર કરી એડવાઈઝરી:જાણો જયપુરમાં કઈ રીતે થયો ફ્રોડ

હવે રાજસ્થાન પોલીસની સાયબર શાખાએ લોકોને આ સંદર્ભે સાવધ રહેવાની અપીલ કરી

 

જયપુર : પિંક સિટીમાં 13 એપ્રિલથી શરૂ થનારી IPL મેચ પહેલા સાયબર ઠગ સક્રિય થઈ ગયા છે. મેચ ટિકિટ વેચવાના નામે લોકોને સાયબર છેતરપિંડીનો ભોગ બનાવવામાં આવી રહ્યા છે. આ સંદર્ભમાં પોલીસે એક એડવાઇઝરી જારી કરવી પડી છે.

  જયપુરમાં IPL મેચની ટિકિટોને લઈને મોટી છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. જો તમે પણ IPL ટિકિટ ઓનલાઈન ખરીદવા માંગતા હો તો ખૂબ કાળજી રાખો, કારણ કે ટિકિટ વેચવાના નામે સાયબર છેતરપિંડી પણ શરૂ થઈ ગઈ છે. આવા ઘણા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે, તેથી હવે રાજસ્થાન પોલીસની સાયબર શાખાએ લોકોને આ સંદર્ભે સાવધ રહેવાની અપીલ કરી છે અને એક એડવાઇઝી પણ જારી કર્યો છે.

  સાયબર ક્રાઈમના અધિકારીઓએ જણાવ્યું હતું કે આઈપીએલના વર્તમાન આવૃત્તિમાં ઓનલાઈન ટિકિટ બુકિંગ અને ફેન્ટસી લીગ જેવા પ્લેટફોર્મના નામે સાયબર છેતરપિંડીના કેસ ઝડપથી વધ્યા છે. સાયબર એપ્સ દ્વારા લોકોને નકલી ટિકિટો અને આકર્ષક ઇનામોની કાલ્પનિક ઓફરોથી લલચાવવામાં આવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર સસ્તી ટિકિટની લિંક્સ પોસ્ટ કરીને નકલી વેબસાઇટ અને એપ્સ પર ટિકિટ બુકિંગના નામે પૈસા ઉઘરાવવામાં આવી રહ્યા છે. આરોપીઓ સસ્તી ટિકિટ અને ઇનામની ઓફર આપીને લોકોને ફસાવી રહ્યા છે.

કોઈપણ છેતરપિંડીની તાત્કાલિક હેલ્પલાઇન 1930 અથવા https://cybercrime.gov.in પર જાણ કરો.

(2:15 PM IST)