News of Thursday, 10th April 2025
તહવ્વુર રાણાને બિરીયાની દેવાની જરૂર નથી
તાત્કાલિક ફાંસી આપોઃ ૨૬/૧૧ના હીરો મહોમ્મદ તૌફીક

નવી દિલ્હીઃ મુંબઈ આતંકી હુમલાના આરોપી તહવ્વુર રાણાને અમેરિકાથી ભારત પ્રત્યર્પિત કરાઈ રહ્યો છે. તેના ભારતમાં પગલા પડે તે પહેલા જ લોકોની પ્રતિક્રિયાઓ આવવાની શરૂ થઈ ગઈ છે. ૨૬/૧૧ હુમલાના એક હીરોએ કહ્યું, ‘‘ભારતે તેને આતંકવાદી કસાબની જેમ ખાસ જેલ, બિરયાની અથવા અન્ય સુવિધાઓ દેવાની કોઈ જરૂર નથી.'' આ વાત મહોમ્મદ તૌફીકે કરી છે.મુંબઈમાં એક ચા વાળો છે, જેને ‘છોટુ' ઉર્ફે મહોમ્મદ તૌફીક નામથી ઓળખવામાં આવે છે. તેણે મુંબઈ આતંકી હુમલા ૨૬/૧૧ના હીરો તરીકેની ઓળખ મળેલી છે. મહોમ્મદ તૌફીકે એ હુમલામાં કેટલાયે લોકોના જીવ બચાવ્યા હતા.મોહમ્મદ તૌફીકે કહ્યું કે રાણાને જેલમાં ખાસ સેલ, બિરીયાની અને એવી કોઈ સુવિધાઓ આપવાની જરૂર નથી. તેણે એવી પણ માંગણી કરી હતી કે આતંકવાદીઓ માટે અલગ કાયદાઓ હોવા જોઈએ. એવી વ્યવસ્થા હોવી જોઈએ કે તેમને ૨-૩ મહિનામાં ફાંસી અપાય જાય.
(3:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
