News of Thursday, 10th April 2025
ટ્રમ્પના ચીન વિરોધનું કારણ છે એક પુસ્તક
‘ડેથ બાય ચાઈના' પુસ્તક અનુસાર, ૨૧મી સદીમાં અમેરિકાને સૌથી મોટો ખતરો ચીનથી

વોશીંગ્ટન, તા.૧૦: અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ જે શખ્સની સલાહ પર પૂરી દુનિયા અને ખાસ તો ચીન પર ટેરિફ લાદી રહયા છે, તે છે તેમના આર્થિક સલાહકાર પીટરનવારો. હાર્વર્ડમાં અર્થશાષામાં પીએચડી કરનાર નવારો પર ટ્રમ્પને એટલો વિશ્વાસ છે આ બાબતે તેઓ પોતાના સૌથી વિશ્વાસુ સાથીદાર એલન મસ્કનું પણ નથી સાંભળતા. એવું માનવામાં આવી રહયું છે કે નવારોનું નામ ટ્રમ્પને તેમના જમાઈ જેરેડ કુશનરે સૂચવ્યું હતું. કુશનરના આગ્રહ પાછળ નવારોનું એક ચીન વિરોધી પુસ્તક છે. એ પુસ્તકનું નામ ડેથ બાય ચાઈનાઃ કન્ફ્રંટીંગ ધ ડ્રેગન, એ ગ્લોબલ કોલ ટુ એકશન. આ પુસ્તક પર ૨૦૧૨માં આ જ નામથી એક ફિલ્મ પણ બની ચૂકી છે.
પુસ્તકમાં દાવો કરાયો છે કે ૨૧મી સદીમાં આર્થિક પ્રભુત્વ માટે ચીન અને ચીની કોમ્યુનીસ્ટ પાર્ટી સૌથી મોટો ખતરો છે. પુસ્તક અનુસાર, ચીનની મુદ્રા અવમૂલ્યન અને મનમાની વેપાર નીતિઓથી લઈને તેના ઘાતક ઉપભોકતા ઉત્પાદનો અમેરિકા માટે ખતરો બની શકે છે. ટ્રમ્પની વિદેશ અને સંરક્ષણ બાબતોની ટીમમાં ચીન વિરોધી ચહેરાઓની કોઈ કમી નથી, પણ પોતામા પોતાના રોકાણના કારણે ચીનમાં ઉંડો ધંધાકીય રસ ધરાવતા મસ્કને આ પસંદ નથી આવી રહયું.
પરિણામે એ આવ્યું છે કે હવે મસ્ક અને નવારો પણ આ મામલામાં એક બીજા પર હૂમલા કરી રહયા છે. મસ્કે નવારો પર નિશાન તાકતા કહયું હતું કે, હાર્વર્ડમાંથી અર્થશાષામાં પીએચડી એક ખરાબ વાત છે. સારી વાત નથી.
અત્યાર સુધીની દરેક આર્થિક તબાહી પાછળ કોઈને કોઈ હાર્વર્ડમાં ભણેલ અર્થશાષાી જ રહયો છે. તો નવારોએ એક ઈન્ટરવ્યુંમાં કહયું હતું કે, મસ્ક કોઈ રણનીતિકાર નથી, તે એક કાર એસેમ્બ્લર છે, તેણે એ જ કશવું જોઈએ, જે તેને આવડે છે. (રર.૧૩)
ટેરિફ વિરૂધ્ધ ખૂલી રહયા છે મોર્ચા
જેપી મોર્ગન ચેજના સીઈઓ જેમી ડિમને લખ્યું છે કે ટેરિફ મોંઘવારી વધારશે અને તેનાથી મંદીનો ભય છે. હેજ ફંડ મેનેજર બિલ એકમેને આને ઈકોનોમીક ન્યુકલીયર વિન્ટર કહી છે. ટ્રમ્પના નજીકના અબજોપતિ સ્ટેન ડુકેન મિલર, કેન ફિશર અને બેરરી ફિંકે પણ આના પર ચિંતા વ્યકત કરી છે. ટ્રમ્પના પ્રખર ટેકેદાર સેનેટર ટેડ ક્રુઝે ટેરીફને અમેરિકન વપરાશકારો પર બહુ ભારે કર વધારો ગણાવ્યો છે અને તેને આગામી મધ્યાવલિ ચૂંટણીમાં એક મોટું જોખમ ગણાવ્યું છે.
મસ્કની સંપતિ ૧૩૦ બીલીયન ડોલર ઘટી
ટ્રમ્પનો ટેરિફ વોર હવે તેમના નજીકના ગણાતા વ્યાપાર જગત અને ટ્રમ્પના અમેરિકા ફર્સ્ટ વ્યાપાર એજન્ડા વચ્ચે ખાઈ ઉભી કરી રહયો છે. ટેરિફની જાહેરાત પછી બે જ દિવસમાં દુનિયાના ૫૦૦ સૌથી અમીર વ્યકિતઓએ કુલ ૫૩૬ બિલીયન ડોલર ગુમાયા છે. બ્લૂમ્બર્ગના સૂચકાંકમાં આ બે દિવસમાં નોંધાયેલ અત્યાર સુધીમાં મસ્કની કુલ સંપતિમાં લગભગ ૧૩૦ બિલીયન ડોલરનો ઘટાડો થયો છે. ટેસ્લાના શેર ૩૮ ટકા ઘટી ગયા છે.
(3:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
